Sunday, April 14, 2024
Google search engine
HomeBollywoodઅભિનેતા અજય દેવગણે દેશની સૌથી મોંઘી ‘રોલ્સ રોય્સ કુલિનન’ કાર ખરીદી

અભિનેતા અજય દેવગણે દેશની સૌથી મોંઘી ‘રોલ્સ રોય્સ કુલિનન’ કાર ખરીદી

મુંબઈ: બોલિવુડ અભિનેતા અજય દેવગણ પાસે બહુ જ કાર કલેક્શન છે. અજય પણ બોલિવુડના દિગ્ગજ એક્ટર્સની જેમ કાર્સનો શોખીન છે. તેની પાસે લેન્ડ રોવર, રેન્જ રોવર, મિનિ કૂપર, BMW Z4 અને આવી બીજી અનેક કાર્સ છે. જોકે અજયે થોડા દિવસ પહેલાં જ અત્યાર સુધીની દેશની સૌથી મોંઘી કાર ‘ધ રોલ્સ રોય્સ કુલિનન’ ખરીદી છે.

સુત્રો પ્રમાણે, અજય દેવગણે ‘રોલ્ય રોય્સ કુલિનન’નો ઓર્ડર થોડાં દિવસો પહેલાં જ આપ્યો હતો કારણ કે બધી જ કાર્સ ગ્રાહકની જરૂરિયાત મુજબ કસ્ટમાઈઝ કરીને ડિલિવર આપવામાં આવે છે. આથી જ તેની ડિલીવરીમાં થોડો સમય લાગે છે. આ અત્યાર સુધીની ભારતીય માર્કેટની સૌથી મોંઘી SUV કાર હોવાનું કહેવામાં આવી રહ્યું છે. રજિસ્ટ્રેશનની વિગત અનુસાર અજય દેવગણે 17 જુલાઈ 2019ના રોજ આ કાર બુક કરાવી હતી.

આ કારની એક્સ-શોરૂમ કિંમત રૂપિયા 6.95 કરોડ છે. આ કિંમત બેઝ વેરિયન્ટ માટે છે. રોલ્સ રોય્સ તેના વાહનમાં સાવ ઓછી એસેસરીઝ આપે છે. મોટાભાગના ગ્રાહકો તેમાં કશુંક ઉમેરાવાનું પસંદ કરે છે જેને કારણે તેની કિંમતમાં વધારો થાય છે. નોંધનીય છે કે, આ સેલિબ્રિટીએ ખરીદેલી પહેલી રોલ્સ રોય્સ નથી. અગાઉ મુકેશ અંબાણીએ પણ કુલીનન ખરીદી હતી જે દેશની પહેલી આવી કાર છે.

ટી-સીરીઝના ભૂષણ કુમાર પાસે લાલ રંગની રોલ્સ રોય્સ કુલિનન છે. અજય દેવગણે હજુ સુધી આ કારનો ફોટો શેર કર્યો નથી પરંતુ એક ઈન્સ્ટાગ્રામ યુઝર જયંત કુમાર સિંહે અજયના ઘરની બહાર પાર્ક કારનો ફોટો શેર કર્યો છે. કારના પરમેનન્ટ રજિસ્ટ્રેશન નંબર પર સર્ચ કરતાં આ વાહન અજય દેવગણનું હોવાનું જાણવા મળ્યું છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page