Friday, April 12, 2024
Google search engine
HomeBollywoodપતિની પીઠ પાછળ આ હસીનાઓએ પર પુરૂષ સાથે બાધ્યાં હતાં સંબંધ

પતિની પીઠ પાછળ આ હસીનાઓએ પર પુરૂષ સાથે બાધ્યાં હતાં સંબંધ

‘એક્સ્ટ્રા મેરિટલ અફેર’ આ શબ્દ અંગે તમે ઘણીવાર સાંભળ્યું જ હશે. તેનો અર્થ એ થાય છે કે, પરીણિત હોવા છતાં પર પુરૂષ સાથે સંબંધ બનાવવા. ફિલ્મ અને ટીવી જગતમાં પણ ઘણી હીરોઈનોનાં એક્સ્ટ્રા મેરિટલ અફેર રહ્યાં છે. એટલું જ નહીં આ અફેરના કારણે તેમના ડિવોર્સ પણ થયા છે. તો ચાલો જાણીએ આ લિસ્ટમાં કઈ-કઈ હસીનાઓનો સમાવેશ થાય છે.

મલાઈકા અરોરા
મલાઈકા અરોરાએ 1988 માં અરબાઝ ખાન સાથે લગ્ન કર્યાં હતાં, પછી 2017 માં બંનેનાં ડીવોર્સ થયા. અત્યારે તે એક્ટર અર્જુન કપૂરને ડેટ કરી રહી છે. બંનેએ સાથે ઘણા દિવસો અને રાતો પસાર કરી છે. કહેવાય છે કે, અરબાઝ અને મલાઈકાના તલાકનું કારણ પણ અર્જુન કપૂર જ હતો. અર્જુન અને મલાઈકા એટલા ગળાડૂબ પ્રેમમાં હતાં કે, અરબાઝ સાથે તલાક લેવા પડ્યા.

સંજીદા શેખ
ટીવીની હોટ એક્ટ્ર્ર્સમાં શુમાર સંજીદા શેખે 2012 માં એક્ટર આમિર અલી સાથે લગ્ન કર્યાં હતાં. પરંતુ વર્ષ 2021 માં બંનેના તલાક થઈ ગયા. આમિર પોતાની પત્ની પર એક્સ્ટ્રા મેરિટલ અફેરનો આરોપ મૂકી ચૂક્યા છે. તેમના જણાવ્યા અનુસાર આ તલાકનું કારણ સંજીદાનો કથિત પ્રેમી એક્ટર હર્ષવર્ધન રાણે છે. બંને વચ્ચેની નિકટતા ‘તૈશ’ ના શૂટિંગ દરમિયાન વધી હતી.

દીપિકા કક્કડ
‘સસુરાલ સિમરકા’ ફેમ દીપિકા કક્કડે 2011 માં રોનક મહેતા સાથે લગ્ન કર્યાં હતાં. ત્યારબાદ 2015 માં બંનેના તલાક થઈ ગયા. રોનકે આરોપ મૂક્યો છે હતો કે, દીપિકાનું શોએબ ઈબ્રાહિમ સાથે અફેર ચાલી રહ્યું હતું. આ જ કારણે ડીવોર્સ થયા. ઉલ્લેખનિય છે કે, દીપિકા અને શોએબ અત્યારે પતિ-પત્ની છે. બંણે વર્ષ 2018 માં લગ્ન કર્યાં હતાં.

નિશા રાવલ
ટીવીની જાણીતી અભિનેત્રી નિશા રાવલે 2012 માં એક્ટર કરણ મેહરા સાથે લગ્ન કર્યાં હતાં. ત્યારબાદ 2021 માં બંનેના તલાક થઈ ગયા. તલાક દરમિયાન કરણે નિશા પર ઘણા ગંભીર આરોપ મૂક્યા હતા. કરણના જણાવ્યા અનુસાર નિશાનું અફેર તેના જ માનેલા ભાઈ રિતેશ સેતિયા સાથે ચાલી રહ્યું છે. કરણના આ આરોપ બહું ચર્ચામાં છવાયા હતા.

કામ્યા પંજાબી
કામ્યા પંજાબી ટીવીની જાણીતી એક્ટ્રેસ છે. તેણે ઘણી સિરિયલ્સમામ નેગેટિવ રોલ કર્યા છે. અસલ જિંદગીમાં પણ તે તેના એક્સ હસબન્ડ બંટી નેગીની વિલન બની ગઈ હતી. બંટી અને કામ્યાએ 2003 માં લગ્ન કર્યાં હતાં. ત્યારબાદ બંનેના 2013માં તલાક થયા હતા. તલાક બાદ બંટી નેગીએ એક્ટ્રેસ પર આરોપ લગાવ્યો હતો કે, તેમનાં લગ્ન દરમિયાન સંજય દત્તના કઝિન એક્ટર નિમાઈ બાલી સાથે તેનું અફેર ચાલી રહ્યું હતું.

જોકે ત્યારબાદ કામ્યાએ આ આરોપોનું ખંડન કર્યું અને કહેવાય છે કે, તલાક બાદ નિમાઈ બાલી સાથે સંબંધોમાં આવી હતી. જોકે કામ્યાએ 2020 માં શુભાષ દંગ સાથે લગ્ન કર્યાં.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page