Wednesday, April 10, 2024
Google search engine
HomeBollywoodબોલિવૂડ એક્ટ્રેસ મિનાક્ષી શેષાદ્રી હવે થઈ છે આવી, તસવીરો જોઈને સાચે જ...

બોલિવૂડ એક્ટ્રેસ મિનાક્ષી શેષાદ્રી હવે થઈ છે આવી, તસવીરો જોઈને સાચે જ લાગશે આંચકો

મુંબઈઃ 90નાં દશકની સુપરહિટ ફિલ્મ ‘દામિની’ અને ‘હીરો’થી બોલિવૂડમાં ઓળખ બનાવનારી એક્ટ્રસ મીનાક્ષી શેષાદ્રીનું નિધનની ફરી અફવા ઉડી છે. જોકે આ સમાચાર ખોટા છે. આ પહેલાં પણ જ્યારે નિધની અફવા ઉડી હતી ત્યારે 57 વર્ષીય એક્ટ્રેસે સો.મીડિયામાં પોતાની તસવીર શૅર કરીને તમામ અફવાઓ પર પૂર્ણવિરામ મૂક્યું હતું. એક સમયે બોલિવૂડમાં અનેક લોકો મિનાક્ષીની સુંદરતા પાછળ પાગલ હતા, જોકે હવે ઉંમરના કારણે તેના ચહેરા પર હવે કરચલીઓ પડી ગઈ છે. તો આવો મિનાક્ષીની પહેલાની અને અત્યારની તસવીરો પર એક નજર કરીએ….

મીનાક્ષા છેલ્લે 1996માં આવેલી ફિલ્મ ‘ઘાતક’માં જોવા મળી હતી. આ પછી તેમની કોઇ ફિલ્મ આવી નથી કે તે કોઈ બોલિવૂડ પાર્ટી અથવા ફંક્શનમાં જોવા મળી છે. કહેવામાં આવે છે કે, ફિલ્મમેકર રાજકુમાર સંતોષી તે સમયે પોતાની મોટાભાગની ફિલ્મોમાં હીરોઈન મીનાક્ષીને જ લેતાં હતાં.

આ વાતનો રાઝ ત્યારે ખૂલ્યું જ્યારે એક દિવસ રાજકુમાર સંતોષીએ મીનાક્ષીને તેમના પ્રેમનો ઇઝહાર કર્યો. જોકે, મીનાક્ષીએ સંતોષીના પ્રપોઝલને તો નકારી દીધી અને તેની સાથે જ તેણે બોલિવૂડ ફિલ્મને અલવિદા કહી દીધું છે.

બોલિવૂડને અલવિદા કહ્યાં પછી મીનાક્ષીએ વર્ષ 1995માં હરીશ મૈસૂર સાથે લગ્ન કર્યાં હતાં. હરીશ બેંકર તરીકે કામ કરે છે. મીનાક્ષી હાલમાં અમેરિકાના ડલાસ શહેરમાં 25 વર્ષથઈ રહે છે. મીનાક્ષાએ ન્યૂયોર્કમાં લગ્ન રજિસ્ટર કરાવ્યા હતા.

મીનાક્ષી અને હરીશને બે બાળકો છે, દીકરીનું નામ કેન્દ્રા અને દીકરાનું નામ જોશ છે. અમેરિકામાં વસ્યા પછી મીનાક્ષી ક્યારેય સિલ્વર સ્ક્રીન પર જોવા મળી નથી.

ફિલ્મ ઇન્ડસ્ટ્રી છોડ્યા પછી મીનાક્ષી ડાન્સ પ્રત્યેની પોતાની મોહમાયા છોડી શકી નથી. તે અત્યારે ડલાસમાં રહી કથક અને ક્લાસિકલ ડાન્સ શીખવે છે. અહીં Cherish Dance School પણ ખોલી છે.

ડલાસમાં રહેનારા ભારતીયો વચ્ચે મીનાક્ષી ખૂબ જ પોલ્યુલર છે. મીનાક્ષી ચાર રીતના ક્લાસિકલ ડાન્સ ભરતનાટ્યમ, કુચિપુડ્ડી, કથક અને ઓડિસીમાં ટ્રેન્ડ છે. તેણે વેમ્પતિ ચિન્ના સત્યમ અને જય રામારાવ પાસેથી ડાન્સ ટ્રેનિંગ લીધી છે.

મીનાક્ષી અમેરિકામાં ડાન્સ ક્લાસની સાથે સાથે વિવિધ ઈવેન્ટ્સમાં પર્ફોર્મ પણ કરે છે. મીનાક્ષીનો જન્મ 16 નવેમ્બર, 1963માં ઝારખંડના સિંદરીમાં એક તમિલ પરિવારમાં થયો હતો. મીનાક્ષીએ માત્ર 17 વર્ષની ઉંમરમાં મિસ ઇન્ડિયા ટાઈટલ જીત્યું હતું. ટાઈટલ જીત્યાના ત્રણ વર્ષ બાદ બોલિવૂડમાં ડેબ્યુ કર્યું હતું. મીનાક્ષીની પહેલી ફિલ્મ ‘પેન્ટર બાબૂ’ હતી.

મીનાક્ષીએ બોલિવૂડમાં ઓળખ બ્લોકબસ્ટર ફિલ્મ ‘હીરો’(1983)થી મળી. આ ફિલ્મમાં તેની ઓપોઝિટ જેકી શ્રોફ હતા. મીનક્ષી શેષાદ્રીએ પોતાની ફિલ્મ સફરમાં ‘આવારા બાપ’(1985), ‘મેરી જંગ’ (1985), ‘અલ્લા રખ્ખા’ (1986), ‘ડકૈત’ (1987), ‘ગંગા જમુના સરસ્વતી’ (1988), ‘શહંશાહ’ (1988), ‘જોશીલે’ (1989), ‘જુર્મ’ (1990), ‘આપ કા ગુંડારાજ’ (1992), ‘ક્ષત્રિય’ (1993), ‘દામિની’ (1993), ‘ઘાતક’ (1996) સહિત ફિલ્મોમાં કામ કર્યું છે.

RELATED ARTICLES

3 COMMENTS

  1. ? Wow, this blog is like a rocket blasting off into the universe of wonder! ? The captivating content here is a captivating for the mind, sparking awe at every turn. ? Whether it’s technology, this blog is a treasure trove of exciting insights! #MindBlown Embark into this cosmic journey of discovery and let your imagination fly! ? Don’t just explore, immerse yourself in the thrill! #FuelForThought Your brain will be grateful for this thrilling joyride through the dimensions of awe! ✨

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page