‘રામાયણ’માં ‘કૈકેયી’નો કિરદાર નિભાવીને મશહૂર થયા આ અભિનેત્રી, જાણો આજકાલ શું કરે છે?

Bollywood

મુંબઈ: 80ના દાયકામાં ‘રામાયણ’માં કૈકેયીનો કિરદાર નિભાવીને જાણીતા થયેલા અભિનેત્રી પદ્મા ખન્ના આજે 71 વર્ષના થયા છે. હિંદી સિનેમામાં કામ કરી ચુકેલા પદ્મા આજે પણ રામાયણમાં કૈકેયીના કિરદાર માટે જાણીતા છે. જો કે ખન્ના ચકાચૌંધની દુનિયાની દૂર છે. તેમના જન્મદિવસના મોકા પર જાણીએ તેની સાથે જોડાયેલી કેટલીક વાતો.

પદ્મા ખન્નાએ પોતાના કરિઅરની શરૂઆત ભોજપુરી ફિલ્મોથી કરી. વર્ષ 1961માં ફિલ્મ ‘ભઈયા’થી તેમણે મુખ્ય અભિનેત્રી તરીકે ડેબ્યૂ કર્યું. 1970માં પદ્મા ખન્નાને ફિલ્મ જૉની મેરા નામથી મોટો બ્રેક મળ્યો. જેમાં તેમનું એક ડાન્સ નંબર હતું. આ બાદ તેમણે અલગ-અલગ ભાષાઓની 400 ફિલ્મોમાં કામ કર્યું, જો કે મોટાભાગની ફિલ્મોમાં તેમના ડાન્સરની ભૂમિકા જ મળી. જેમાં લોફર, જાન-એ-બહાર અને પાકીઝા જેવી ફિલ્મો છે.

90ના દાયકામાં પદ્માએ નિર્દેશક જગદીશ એલ સિડાના સાથે લગ્ન કરી લીધા. બંનેની મુલાકાત ફિલ્મ સૌદાગરના સેટ પર થઈ હતી. એ ફિલ્મમાં સિડાના આસિસ્ટન્ટ ડાયરેક્ટર હતા. કેટલાક વર્ષો બાદ પદ્મા ખન્ના અને સિડાના લગ્નના બંધનમાં બંધાઈ ગયા. સિડાનાએ એવી અનેક ફિલ્મો બનાવી જેમાં પદ્માએ અભિનય કર્યો હતો.

લગ્ન બાદ પદ્મા ખન્ના ઈન્ડસ્ટ્રીથી દૂર થઈ ગયા. ફિલ્મોથી દૂર થતા જ લોકો તેમને ભૂલી ગયા. લગ્ન બાદ પદ્મા અમેરિકા ચાલ્યા ગયા અને ત્યાં તેમણે ઈન્ડિયાનિકા ડાંસ એકેડેમી ખોલી. જેમાં તેઓ બાળકોથી લઈને મોટી ઉંમરના લોકોના ક્લાસિકલ ડાન્સ શીખવતા હતા. પતિના નિધન બાદ પદ્માએ એકલા જ ડાન્સ એકેડેમી સંભાળી અને ઘરની જવાબદારી નિભાવી. પદ્મા ખન્નાને બે બાળકો એક દિકરો અને એક દિકરી છે.

પદ્મા ખન્નાને ડાન્સનો શોખ બાળપણથી જ હતો. સાત વર્ષ ઉંમરથી જ તેમણે કથક શીખવાનું શરૂ કરી દીધું હતું. લગભગ 12 વર્ષના થતા સુધીમાં તેઓ સ્ટેજ પર પરફૉર્મ કરવા લાગ્યા હતા. આજે પણ તેમનો આ શોખ કાયમ છે. પદ્મા બાળકો સાથે મળીને ડાન્સ એકેડમી ચલાવે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *