Tuesday, April 16, 2024
Google search engine
HomeBollywoodભાઈજાનની બહેન સરખી રીતે ચાલી પણ શકતી નહોતી છતાં પણ દીકરા માટે...

ભાઈજાનની બહેન સરખી રીતે ચાલી પણ શકતી નહોતી છતાં પણ દીકરા માટે કર્યું આ કામ

મુંબઈ: બોલિવૂડ અભિનેતા સલમાન ખાનની નાની બહેન અર્પિતા ખાનની પ્રેગ્નન્સીનો આ છેલ્લો મહિનો ચાલી રહ્યો છે. ત્યારે હાલ અર્પિતા ચાલવામાં પણ તકલી પડી રહી છે છતાં પણ પણ તેણે તેના 3 વર્ષના પુત્ર આહિલની ખુશી માટે ક્રિસમસ પાર્ટીનું આયોજન કર્યું હતું. આ પાર્ટીમાં ઘણાં બોલિવૂડ સેલેબ્સ પોતાના બાળકોની સાથે આ ક્રિસમસ પાર્ટીમાં પહોંચ્યાં હતાં. જ્યાં ખૂબ જ સેલેબ્સના કિડ્સ મસ્તી કરતાં જોવા મળ્યાં હતાં.

પાર્ટીમાં ફોટોગ્રાફર્સને પોઝ આપવા અર્પિતા પતિ આયુષની સાથે પહોંચી હતી. આ અવસર પર આયુષ શર્મા પત્ની અર્પિતાનો હાથ પકડીને તેને સંભાળતો જોવા મળ્યો હતો. અર્પિતાએ પતિની સાથે મળીને ભાઈ સલમાન ખાનના બર્થ-ડેના દિવસે બાળકના જન્મનું પ્લાનિંગ કર્યું છે તેવું સુત્રો દ્વારા જાણવા મળ્યું છે.

આ પાર્ટીમાં ડેઝી શાહ, સોહેલ ખાન, એકતા કપૂર, સાંઈ માંજરેકર, આલવીરા અગ્નિહોત્રી સહિતના સેલેબ્સ જોવા મળ્યાં હતાં. આ ઉપરાંત અભિનેત્રી નિલમ પુત્રી સાથે પહોંચી હતી. જ્યારે કરન જોહર પોતાના બન્ને બાળકો સાથે પાર્ટીમાં સ્પોટ થયો હતો. પાર્ટીમાં લક્ષ્ય કપૂર, યશ અને રૂહી જોહર, રિહાન દેશમુખ અને રાહિલ દેશમુખ સહિત અનેક સ્ટાર્સ કિડ્સ પહોંચ્યાં હતાં.

ભાણીયાની ક્રિસમસ પાર્ટીમાં મામા સલમાન ખાનને આવવામાં મોડું થયું હતું. કારણ કે સલમાન ખાન પોતાની આગામી ફિલ્મ ‘દંબગ 3’ના પ્રમોશનમાં વ્યસ્ત છે. આ જ કારણે તે પાર્ટીમાં ત્યારે પહોંચ્યો જ્યારે સામાન ઉઠાવનાર તેમનું કામ કરતાં હતાં. આહિલના નાના સલીમ ખાન પણ પાર્ટીમાં જોવા મળ્યાં હતાં.

RELATED ARTICLES

1 COMMENT

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page