Wednesday, April 10, 2024
Google search engine
HomeBollywoodફિગરની ચિંતા કર્યા વગર બોલિવૂડની આ એક્ટ્રેસિસે નોર્મલ ડિલિવરીથી આપ્યો બાળકને જન્મ

ફિગરની ચિંતા કર્યા વગર બોલિવૂડની આ એક્ટ્રેસિસે નોર્મલ ડિલિવરીથી આપ્યો બાળકને જન્મ

ફિલ્મ ઈન્ડસ્ટ્રીની અભિનેત્રી અને સ્ટાર વાઇફ તેમના ગ્લેમર અને ફિટનેસ ક્રેઝ માટે આખી દુનિયામાં ફેમસ છે. સુંદરતા અને ટોન્ડ બૉડી માટે હિરોઈનો તમામ સર્જરી કરાવે છે, જો કે આજે અમે તમને એવી હિરોઈનોનું લિસ્ટ જણાવવા જઈ રહ્યા છીએ જેમણે તેમની ફીગરની અવગણના કરી અને બાળકના સ્વાસ્થ્ય માટે સામાન્ય ડિલિવરી દ્વારા તેમને જન્મ આપ્યો. અહીં જુઓ આ મમ્મીઓનું લીસ્ટ:

ઐશ્વર્યા રાય બચ્ચન:
પૂર્વ મિસ વર્લ્ડ અને બોલિવૂડની ટેલેન્ટેડ અભિનેત્રી ઐશ્વર્યા રાય બચ્ચને વર્ષ 2011માં પુત્રી આરાધ્યાને જન્મ આપ્યો હતો. ઐશ્વર્યાએ દીકરીને જન્મ આપવા માટે નોર્મલ ડિલિવરી પસંદ કરી હતી. ઐશ્વર્યાના નિર્ણય પર દરેકને ખૂબ ગર્વ છે. જોકે ઐશ્વર્યાએ ખૂબ જ ઓછા સમયમાં પોતાનું ફીગર પાછું મેળવી લીધુ હતુ.

રવીના ટંડન:
અભિનેત્રી રવીના ટંડને રિયલ લાઈફમાં ઘણા મોટા અને પ્રશંસનીય નિર્ણયો લીધા છે, જેમાંથી તે પોતાના ચાહકોની નજરે અભિનેત્રીથી ઉપર એક વાસ્તવિક હીરો તરીકે ઉભરી આવી છે, આવો જ એક નિર્ણય એ પણ હતો કે તે નોર્મલ ડિલિવરીથી પુત્રને જન્મ આપવો.

ટ્વિંકલ ખન્ના:
અભિનેત્રી ટ્વિંકલ ખન્ના અને અક્ષય કુમારની પુત્રી નિતારાનો જન્મ વર્ષ 2012માં થયો હતો. નિતારાને ટ્વીન્કલે બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં નોર્મલ ડિલીવરીથી જન્મ આપ્યો હતો.

મીરા રાજપૂત કપૂર:
શાહિદ કપૂરની પત્ની અને ફેશન આઇકન મીરા રાજપૂત કપૂર તેની ડેયરિંગ અંદાજને લઈને ખૂબ જ ચર્ચામાં છે. મીરા ખૂબ જ નાની ઉંમરે બે બાળકોની માતા બની હતી. આ સાથે, મીરા અને શાહિદની પહેલી સંતાન એટલે કે પુત્રીનો જન્મ વર્ષ 2016માં થયો હતો. મીરાએ સામાન્ય ડિલિવરી દ્વારા 2.8 કિલોની દીકરીને જન્મ આપ્યો હતો.

તારા શર્મા:
અભિનેત્રી તારા શર્મા ગર્ભાવસ્થાના મુદ્દાઓને લગતો એક શો, ધ તારા શો પણ લઈને આવે છે. આમાં તે સગર્ભા સ્ત્રીઓના ખોરાક અને આરોગ્ય સાથે જોડાયેલા મુદ્દાઓની માહિતી આપે છે. તારા શર્મા બે પુત્રોની માતા છે અને બંનેને નોર્મલ ડિલિવરી દ્વારા જન્મ આપ્યો છે.

સુઝેન ખાન:
સુપરસ્ટાર રિતિક રોશનની એક્સ વાઇફ બે પુત્રોની માતા છે. બંને વખત, સુઝેને સીઝરિયનની જગ્યાએ નોર્મલ ડિલિવરી પસંદ કરી.

બ્રુના અબ્દુલ્લા:
અભિનેત્રી બ્રુના અબ્દુલ્લાએ ગર્ભાવસ્થા દરમિયાન જાહેરાત કરી હતી કે તે સિઝેરિયન નહીં પરંતુ નોર્મલ રીતે પોતાના બાળકને દુનિયામાં લાવશે. બ્રૂનાએ હૉટ વૉટર ડિલિવરી દ્વારા પોતાના બાળકને જન્મ આપ્યો હતો.

કલ્કી કોચલિન:
અભિનેત્રી કલ્કી કોચેલિનએ પણ હૉટ વૉટર ડિલિવરી દ્વારા પોતાની પુત્રીને જન્મ આપ્યો છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page