મોત બાદ માતાનો નહોતો અતોપતો, દિવ્યા ભારતીના પિતાએ પત્નીને હોસ્પિટલમાં માર્યો હતો તમાચો

Bollywood Feature Right

મુંબઈઃ આજથી બરોબર 28 વર્ષ પહેલાં બોલિવૂડની સુપરસ્ટાર દિવ્યા ભારતીનું માત્ર 19 વર્ષની ઉંમરે મોત થયું હતું. તેના મોત પાછળ અનેક થિયરીઓ ચાલી હતી. જેવી રીતે આજે સુશાંત સિંહ રાજપૂતના મોત પાછળ વિવિધ દાવા કરવામાં આવ્યા છે, તેવા જ દાવા 1993માં થયા હતા. તે સમયે સો.મીડિયા તથા ખાનગી ચેનલનો આટલો પ્રચાર ને પ્રસાર નહોતો, પરંતુ મેગેઝિન તથા અંગ્રેજી અખબારોમાં દિવ્યા ભારતીની હત્યા કે આત્મહત્યા કે સંયોગ? વન ગુજરાત પહેલી જ વાર તમને દિવ્યા ભારતીના જીવનના અંતિમ બે દિવસો અંગે જણાવી રહ્યું છે. આજે ત્રીજા તથા અંતિમ એપિસોડમાં આપણે વાંચીશું, કે દારૂ ને ડ્રગ્સના નશામાં ચકચૂર દિવ્યા કેવી રીતે બારીમાંથી પડી ગઈ હતી. માત્ર 19 વર્ષની ઉંમરમાં તે કેટલી સ્ટ્રેસમાં રહેતી હતી.

દિવ્યાની લાશ હોસ્પિટલમાં સ્ટ્રેચર પર પડી હતી અને પિતા રડી રડીને હતા બેહાલઃ

દિવ્યાના પિતા પર બેહોશીની દવાની પણ અસર ના થઈઃ તે રાત ઘણી જ ભયાવહ હતી. એક ખૂણામાં સાજીદ પડ્યો હતો અને બીજા ખૂણામાં દિવ્યાના પિતા. દિવ્યાના પિતાના હાથ-પગ પકડીને રાખવામાં આવ્યા હતા, જેથી તે પોતાને નુકસાન ના પહોંચાડે. સાજીદની હાલત બગડતી જતી હતી. આથી તેને આઈસીયુમાં દાખલ કરવામાં આવ્યો હતો. ડોક્ટર્સે દિવ્યાના પિતાને બેહોશ કરવાનો પ્રયાસ કર્યો હતો, જેથી તે શાંત થઈ જાય. જોકે, બેહોશીની દવા પણ એક કલાકથી વધુ સમય તેમને બેહોશ રાખી શકી નહીં. હોશમાં આવતા જ તે જોર જોરથી રડવા લાગ્યા હતા. અંદાજે દોઢ વાગે કુનાલ પોતાની માતાને શોધવા ગયો હતો. તે છેલ્લાં 3 કલાકથી લાપતા હતી. જ્યારે કુનાલ માતાની સાથે હોસ્પિટલ આવ્યો તો તેઓ એકદમ બેસૂધ થઈ ગયા હતા. તે રડવા લાગ્યા હતા. આ જ હાલતમાં તેમને સાજીદ પાસે લઈ જવામાં આવ્યા હતા. તેમણે એકવાર દિવ્યાની સામે જોયું અને પછી સીડી પર બેસીને ઊંડા વિચારોમાં ખોવાઈ ગયા.

દિવ્યાના પિતાએ હોસ્પિટલમાં પત્નીને તમાચો માર્યો હતોઃ થોડી ક્ષણો બાદ દિવ્યાના પિતા પોતાની પત્નીને જોઈ ગુસ્સે થઈ ગયા. તેમણે પત્નીને ઘણું જ ખરું ખોટું સંભળાવ્યું અને બૂમો પાડવા લાગ્યા, ‘આ તારી કરતૂત છે, તે આ કર્યું છે.’ તે પોતાના પર કાબૂ રાખી ના શક્યા અને હોસ્પિટલમાં જ તેમણે પોતાની પત્નીને ગાલ પર તમાચો મારી દીધો હતો. આ જોઈને ડોક્ટર તથા વોર્ડબોયે દોડીને તેમના હાથ પગ બાંધી દીધા હતા. ત્યારબાદ ડોક્ટરે ફરી એકવાર તેમને બેહોશ કર્યા હતા. દિવ્યાની માતાને ઘરે મોકલી દેવામાં આવ્યા હતા. આ દરમિયાન દિવ્યાના ઈન્ડસ્ટ્રીના કેટલાંક મિત્રોને તેના અવસાનના સમાચાર આપવામાં આવ્યા હતા. સૌ પહેલાં ગોવિંંદા અને પછી સાજીદની માતા, બહેન, બોની કપૂર, સંજય કપૂર આવ્યા.

બિલ્ડિંગના ચોકીદારનું નવાઈ પમાડે તેવું નિવેદનઃ બિલ્ડિંગના ચોકીદારે પોલીસ નિવેદનમાં એવું કહ્યું હતું કે દિવ્યાનું મોત પાંચમા માળેથી પડવાને કારણે નહીં, પરંતુ તેને ગોળી મારવામાં આવી હતી. તેણે બે બાઈક સવારને ભાગતા જોયા હતા. જોકે, તેની વાત પર કોઈને વિશ્વાસ થયો નહીં. બિલ્ડિંગના સેક્રેટરીએ તેને ચૂપ કરાવી દીધો હતો.

પોલીસ કંટ્રોલને પણ ફાયરિંગના ન્યૂઝ મળ્યા હતાઃ તે રાત્રે પશ્ચિમ ઝોનના પોલીસ કંટ્રોલમાં સબ ઈન્સ્પેક્ટર અરવિંદ સરવણકરની ડ્યૂટી હતી. પોલીસે કહ્યું કે કંટ્રોલ રૂમમાં પણ એમ જ કહેવામાં આવ્યું હતું કે દિવ્યા ભારતીને બે બાઈક સવારે ઘરની બહાર ગોળી મારી દીધી. ત્યારબાદ તરત જ કંટ્રોલ પર આ મેસેજ ફ્લેશ કરવામાં આવ્યો. એમ પણ કહેવામાં આવ્યું કે સાજીદ પર સતત એ આક્ષેપો થતા હતા કે તેના દાઉદ સાથે સંબંધો છે અને આ જ કારણે દાઉદના દુશ્મનોએ દિવ્યાને મારી નાખી છે. જોકે, પછી આ વાત ખોટી સાબિત થઈ હતી.

આ કેસને ષડયંત્ર તરીકે જોનારા લોકોએ દિવ્યા ભારતીના પતિ સાજીદ પર આંગળી ઉઠાવી હતી. આ મોતને અંડરવર્લ્ડ કનેક્શન સાથે જોડવામાં આવ્યું હતું. જોકે, તે સમયના પોલીસ અધિકારીએ કંઈક અલગ જ જવાબ આપ્યો હતો.

ડીસીપી અરૂણ પટનાયકઃ ડીસીપીએ પોતાના નિવેદનમાં કહ્યું હતું કે સૌ પહેલાં પોલીસ કમિશનરની ઓફિસથી ફોન આવ્યો હતો કે વર્સોવમાં કંઈક થયું છે. દિવ્યા ભારતી સાથે કંઈક બન્યું છે. કંટ્રોલ રૂમમાં ચેક કર્યું તો ફાયરિંગના ન્યૂઝ મળ્યા. તે તરત જ ઓફિસ માટે નીકળ્યા.

 

ડ્રગ્સ લીધાની વાત છુપાવીઃ અરૂણ પટનાયક સીધા કૂપર હોસ્પિટલ ગયા ત્યાં સુધીમાં ડોક્ટર્સે દિવ્યાને મૃત જાહેર કરી દીધી હતી. તેમણે તાત્કાલિક ઈન્સ્પેક્ટર જેએન જાધવને ઈન્વેસ્ટિંગેટિંગ અધિકારી બનાવ્યા અને તેમણે ઈન્વેસ્ટિગેટિંગની કમાન સંભાળી. પોસ્ટપોર્ટમ રિપોર્ટ જોઈતો હતો અને સાજીદની પૂછપરછ કરવી હતી. જોકે, સાજીદની હાલત એવી નહોતી કે તેની પૂછપરછ થઈ શકે. જોકે, તેની પૂછપરછ અંતિમ સંસ્કાર બાદ કરવાનું નક્કી કર્યું. તે રાત્રે રૂમમાં ત્રણ લોકો હતા, તેમની સાથે વાત કરી. આ ઉપરાંત ગાર્ડ તથા પ્રોડ્યૂસર અનિલ સાથે વાત કરી. ટોટલ 5 લોકોના નિવેદન લેવામાં આવ્યા હતા. નીતા તથા તેના પતિએ જે વાત કરી તે જ વાત નોકરાણી અમૃતાએ કરી હતી. જોકે, ત્રણેયમાંથી કોઈએ એ વાત ના કહી કે દિવ્યાએ વધુ માત્રામાં ડ્રગ્સ પણ લીધું હતું.

માતા-પિતાએ શરૂઆતમાં અંડરવર્લ્ડ કનેક્શ જોડ્યુંઃ જ્યારે દિવ્યાના પેરેન્ટ્સનું નિવેદન લેવામાં આવ્યું તો તેઓ સાજીદ અંગે ખુશ નહોતા. તેમનું બેંક સ્ટેટમેન્ટ પણ ચેક કરવામાં આવ્યું હતું. સાજીદ તથા દિવ્યાએ તેમના અકાઉન્ટમાં પૈસા ટ્રાન્સફર કર્યા હતા. પહેલાં તો દિવ્યાના પેરેન્ટ્સે સાજીદ તથા અંડરવર્લ્ડ લિંંક્સ હોવાનું દબાણ કર્યું હતું. જોકે, પછી તેઓ આ અંગે કંઈ જ બોલ્યા નહીં. દિવ્યાનું મોત માત્ર એક અકસ્માત હતો. તે ઘણી જ સ્ટ્રેસમાં હતી. તેના પર પેરેન્ટ્સે પૈસા અંગે ઘણું જ દબાણ કર્યું હતું. આ તમામ કારણોથી તે નશો કરતી હતી. તે રાત્રે તે ઘણી જ નશામાં હતી.

દિવ્યાના મોતને 28 વર્ષ થઈ ચૂક્યા છે, પરંતુ દિવ્યા આજે પણ ચાહકોના મનમાં રાજ કરે છે. દિવ્યાની માતા તો હવે આ દુનિયામાં નથી. જોકે, તેના પિતા આજે પણ દીકરીની યાદમાં આંસુ વહાવે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *