Friday, July 19, 2024
Google search engine
HomeRecipeએકના એક શાક ખાવાનો કંટાળો આવે છે? તો બનાવો બુંદી પાપડનું ટેસ્ટી...

એકના એક શાક ખાવાનો કંટાળો આવે છે? તો બનાવો બુંદી પાપડનું ટેસ્ટી શાક

અમદાવાદઃ ઘરમાં પાપડ તથા બુંદી પડી હોય અને કંઈક ટેસ્ટી ને સ્પાઈસી ખાવું હોય તો બુંદી પાપડનું શાક બેસ્ટ છે. તો ચલો આજે બનાવતા શીખીએ બુંદી પાપડનું શાક.

સામ્રગીઃ
1 કપ બુંદી
1 પાપડ (અડદનો કાચો)
2 ટામેટા (બારીક સમારેલા)
1 ડુંગળી (બારીક સમારેલી)
2-3 ચમચી કોથમીર (બારીક સમારેલી)
1/2 નાની ચમચી જીરું
1/4 નાની ચમચી હળદર
1/4 ચમચી લાલ મરચું
2 લીલા મરચાં (બારીક કાપેલા)
1 સૂકું મરચું
1/2 ચમચી આદું (બારીક પીસેલું)
1/2 ચમચી ધાણાજીરું
મીઠું સ્વાદ પ્રમાણે
તેલ

રીતઃ
1. કઢાઈમાં વઘાર માટેનું તેલ મૂકીને મધ્યમ આંચ પર મૂકો.
2. તેલ ગરમ થાય એટલે તેમાં જીરું, સુકું મરચું, લીલું મરચું, આદુ નાખીને શેકો.
3. ત્યારબાદ ડુંગળી નાખો અને સહેજ ગોલ્ડન રંગની થવા દો.
4. ત્યારબાદ ટામેટા નાખો. હવે, તેમાં હળદર, ધાણાજીરું, લાલ મરચું નાખીને સારી રીતે શેકો.
5. ટામેટા એકદમ સોફ્ટ થઈ જાય એટલે તેમાં બે ચમચી બુંદી તથા અડધો પાપડ તોડીને નાખો.
6. 2 મિનિટ ચઢવા દો અને પછી તેમાં દોઢ કપ પાણી નાખીને સારી રીતે મિક્સ કરીને મીઠું તથા કોથમીર નાખો.
5. ચાર મિનિટ બાદ શાક બનીને તૈયાર છે. ગેસ બંધ કરી દો.
6. હવે, ગ્રેવીમાં બુંદી તથા વધેલો પાપડ તોડીના નાખી દો અને મિક્સ કરો.
7. તૈયાર છે બુંદી પાપડનું શાક.

RELATED ARTICLES

3 COMMENTS

  1. I was recommended this web site via my cousin. I’m now not positive whether or not this
    put up is written by means of him as nobody else know such designated about my trouble.
    You’re incredible! Thank you!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments