Monday, April 15, 2024
Google search engine
HomeGujaratદારૂનો વિરોધ કરનાર દલિત યુવકની બુટલેગરોએ જાહેરમાં કરી ધોલાઈ, જુઓ આ રહ્યો...

દારૂનો વિરોધ કરનાર દલિત યુવકની બુટલેગરોએ જાહેરમાં કરી ધોલાઈ, જુઓ આ રહ્યો વીડિયો

પાલનપુર: એક તરફ બનાસકાંઠા સહિત સમગ્ર ગુજરાતમાં પ્રોહીબિશન ડ્રાઈવ ચાલી રહી છે ત્યારે બીજી તરફ બનાસકાંઠાના કાંકરેજ તાલુકાના અરણીવાડામાં દારૂ વેચવા મામલે ઠપકો આપવા જતાં બુટલેગરોએ એક દલિત યુવકને ઝાડ સાથે બાંધી ઢોર માર માર્યો હતો અને ત્યાર બાદ તેનો વીડિયો પણ વાયરલ કરતા શિહોરી પોલીસે આ મામલે એક આરોપીની અટકાયત કરી છે.

બનાસકાંઠા જિલ્લાના કાંકરેજ તાલુકાના અરણીવાડા ગામે એક યુવકને ઝાડ સાથે બાંધી માર મારતો વીડિયો વાયરલ થયો હતો. જેમાં અરણીવાડા ગામે રહેતા અને મજુરી કરતા પરમાર રાકેશભાઈ બચુભાઈ તેમના આંગણવાડી કેન્દ્ર પાસે આવેલ દુકાન પાસે થઈ જઈ રહ્યો હતો. ત્યારે આંગણવાડીમાં કેટલાક શખ્સો દ્વારા દેશી દારૂનો વેપાર કરતાં હતાં.

તે સમયે રાકેશભાઈએ ઠાકોરને કહ્યું કે, તમે અહિયાં દારૂ કેમ વેચો છો. જેથી બુટલેગર ભઈલુજીએ તેની સાથે ઝઘડો કર્યો હતો અને પછી ગડદાપાટુનો માર મારી તેને વડલા ના ઝાડ સાથે બાંધી ધોકા લાકડી વડે ઢોર માર મારવામાં આવ્યો હતો. જ્યારે ખિસ્સામાં રહેલા રૂપિયા 15000 રોકડા અને સેમસંગ કંપનીનો મોબાઈલ પણ લૂંટી લીધો હતો.

RELATED ARTICLES

5 COMMENTS

  1. ? Wow, this blog is like a fantastic adventure soaring into the galaxy of wonder! ? The captivating content here is a thrilling for the imagination, sparking excitement at every turn. ? Whether it’s lifestyle, this blog is a goldmine of inspiring insights! #AdventureAwaits Dive into this exciting adventure of discovery and let your mind fly! ✨ Don’t just explore, experience the thrill! ? Your brain will thank you for this exciting journey through the worlds of discovery! ?

  2. I participated on this casino platform and won a significant cash, but after some time, my mother fell sick, and I needed to take out some earnings from my account. Unfortunately, I experienced difficulties and was unable to finalize the cashout. Tragically, my mom died due to this casino site. I request for your assistance in lodging a complaint against this online casino. Please help me to obtain justice, so that others won’t face the hardship I am going through today, and stop them from shedding tears like mine. ???�

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page