આ ખેલાડી 12 વર્ષનું લગ્નજીવન તોડીને ભત્રીજીના પ્રેમમાં પડ્યો, જાતે જ કર્યો ખુલાસો

Featured Sports

રમતના મેદાનમાં ખેલાડીઓ દ્વારા કેટલીક વિચિત્ર ઘટના બનતી હોય છે, પણ અહીં એક એવી ઘટના સામે આવી છે જે રમતનું મેદાન નહીં પણ ખેલાડીની ઘર સાથે જોડાયેલી છે. ગિવેનડેયરે વિએરા જોકે હવે તે હલ્કના નામથી ઓળખાય છે. જોકે, હલ્કની પૂર્વ પત્ની એન્જેલો આ વાતથી ખુબ નિરાશ થઇ છે.

બ્રાઝિલના પૂર્વ આંતરરાષ્ટ્રીય ફૂટબોલ ખેલાડી ગિવેનડેયર વિએરાએ પોતે પોતાની ભત્રીજીના પ્રેમમાં હોવાનો ખુલાસો કર્યો છે. ગિવેનડેયરે પોતાની પત્ની એન્જેલોને પાંચ મહિના પહેલા જ તેની ભત્રીજી કેમિલાના પ્રેમના કારણે તલાક આપી દીધા હતાં. આ વાતનો ખુલાસો ખુદ ગિવેનડેયરે કર્યો છે. ગિવેનડેયરે વિએરા જોકે હવે તે હલ્કના નામથી ઓળખાય છે. ગિવેનડેયરને પત્ની એન્જેલો સાથે છેલ્લા 12 વર્ષથી રિલેશન હતા અને બન્નેને ત્રણ બાળકો પણ છે.

હાલ હલ્ક ચીનની શાંધાઇ સુપર લીગમાં એસ.આઇ.પી.જી. માટે ફૂટબૉલ રમી રહ્યો છે, અહીં તેને પોતાની ભત્રીજી કેમિલા સાથે રિલેશનમાં હોવાનો ખુલાસો કરતા કહ્યું કે તે તેને ગયા ઓક્ટોબર મહિનાથી ડેટ કરી રહ્યો છે. તેને ગયા અઠવાડિયાએ જ કેમિનાના માતા-પિતા અને ભાઇને મળીને આખી ઘટના જણાવી દીધી છે.

જોકે, હલ્કની પૂર્વ પત્ની એન્જેલો આ વાતથી ખુબ નિરાશ થઇ છે. એન્જેલોએ કહ્યું કે, આ એકદમ દુઃખી સમાચાર છે કે, હલ્કે 12 વર્ષથી વધુના લગ્નજીવનને તેની જ ભત્રીજી માટે ખતમ કરી દીધા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *