આખા સૌરાષ્ટ્રમાં વરસાદ જ વરસાદ, જે બાજુ નજર કરો ત્યાં પાણી જ પાણી

Featured Gujarat

ખેતી તથા પીવાના પાણીના સમસ્યાનો સામનો કરી રહેલા સૌરાષ્ટ્ર ઉપર મેઘરાજાએ ભરપૂર વ્હાલ વરસાવ્યો છે અને ગઇકાલ રાતથી શરૂ થયેલો વરસાદ આ લખાય છે ત્યારે સવારે પણ ચાલુ છે. જામનગર તાલુકાના મોટી બાણુગારમાં આભ ફાટ્યુ છે અને આ લખાય છે ત્યાં સુધીમાં ૨૨ ઇંચ વરસાદ વરસતા સમગ્ર ગામ બેટમાં ફેરવાઇ ગયુ છે. તો જામનગરના જ કાલાવડમાં પણ ૧૦ ઇંચ વરસાદ પડી ગયો છે. રાજકોટમાં પણ ૨૪ કલાકમાં ૧૦ ઇંચ વરસાદ વરસી ગયાનું જાણવા મળે છે. જળાશયોમાં નવા નીર આવ્યા છે, એટલું જ નહીં પાણીની સમસ્યાનો પણ અંત આવ્યો છે.

સૌરાષ્ટ્રમાં રવિવારે મેઘાની ધમાકેદાર એન્ટ્રી થઈ છે. વિજળીના કડાકા-ભડાકા સાથે એકરસ થયેલા વરસાદે સમગ્ર સૌરાષ્ટ્રમાં સારો વરસાદ થઈ જતાં જળસંકટ હળવું બન્યું છે. જામનગરના કાલાવડ પંથકમાં આભ ફાટતાં 24 કલાકમાં 27થી 30 ઈંચ જેટલો વરસાદ નોંધાયો છે. જ્યારે ધ્રોલમાં 6, જામનગરમાં 6, જોડીયામાં 6 તો ગોંડલમાં 5, ભાણવડમાં 4, રાજકોટમાં 10 ઈંચ સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં 3થી 30 ઈંચ જેટલો વરસાદ વરસી ગયો છે. જ્યારે જૂનાગઢમાં 3, કેશોદ-વંથલીમાં અઢી, ભેંસાણ-ભાણાવદરમાં બે, માંગરોળમાં અઢી, કુતિયાણા-પોરબંદરમાં બે તથા રાણાવાવમાં 3 ઈંચ વરસાદ વરસ્યો હતો.

જામનગર જીલ્લાનાં કાલાવડમાં ધોધમાર વરસાદ વરસતા સર્વત્ર પાણી-પાણી થઇ ગયુ છે અને નદી-નાળા-ડેમ-તળાવો છલકાયા છે. આજે સોમવારે સવારથી વરસાદ શરૂ થયો છે. શહેરમાં ધીમી ધારે એકધારો વરસાદ વરસી રહ્યા હોય નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે. જીલ્લામાં ગ્રામ્ય પંથકમાં પણ મેઘમહેર શરૂ હોવાના અહેવાલો મળી રહ્ના છે. વીજળીનાં કડાકા-ભડાકા સાથે વરસાદ વરસી રહ્ના છે. શહેર-જીલ્લામાં અર્ધાથી બે ઇંચ વરસાદ પડી ગયો છે અને હજુ વરસાદ શરૂ છે.

ભાવનગર શહેર-જીલ્લામાં આજે સોમવારે સવારથી જ મેઘસવારી ચાલુ થઇ છે. સમગ્ર પંથકમાં વરસાદ વરસી રહ્યા છે. ભાવનગર શહેર-જીલ્લામાં આજે સોમવારે સવારથી જ મેઘસવારી ચાલુ થઇ છે. સમગ્ર પંથકમાં વરસાદ વરસી રહ્યો છે. ધ્રોલમાં રાત્રીના ૧૨ થી ૨ વાગ્યાનો વરસાદ ૩૨ મી.મી.મા વરસાદ મામલતદાર કચેરી ખાતે નોધાયો. તાલુકાભરમાં મોડી રાત્રે વરસાદ સારો ઍવો પડયો આખા દિવસમાં સારો એવો વરસાદના ઝાપટા પડયા હતા જેમાં દિવસ આખામાં ૩૭મી.મી. વરસાદ નોધાયો હતો.

ધોરાજી ચોમાસાની સીઝનમાં પહેલી વખત ધોરાજી જામકંડોરણા વિસ્તારમાં મેઘરાજા મન મુકીને વરસતા ખેડુતોએ મેઘરાજાનો આભાર વ્યકત કર્યો. ધોરાજી મોડી રાત્રીના જે જોરદાર વરસાદ પડતા નદી બુગદા અને રોડમાં પાણી પાણી થઇ ગયેલ હતા અને નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાતા ડે.કલેકટર મીયાણી મામલતદાર કિશોર જોલપરા અને સેવાભાવી યુવાનો સહીત શહેરના જુદા જુદા વિસ્તારોની મુલાકાત લીધી અને વરસતા વરસાદમાં જો, જરૂર જણાય તો લોકોને સલામત સ્થળે ખસેડાયાની કાર્યવાહી હાથ ધરાશે અને લોકોને સલામત સ્થળે રહેવા અને નદીઓના પટમાં ન જવા જરૂરી સુચનાઓ અપાય છે. ભારે વરસાદને પગલે શાળા કોલેજો બંધ હોય તેવો માહોલ છે. આ લખાય ત્યારે ધોરાજી વિસ્તારમાં ૮ ઇંચ વરસાદ પડેલ છે. અને મોસમનો કુલ વરસાદ ૨૧ ઇંચ જેટલો થવા જાય છે. જયારે જામકંડોળરણામાં ભારે વરસાદને પગલે ફોફંડ ડેમમાં નવા નીર આવેલ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *