Friday, April 12, 2024
Google search engine
HomeNationalઅદાણી ગ્રુપના શેરોમાં મોટો કડાકો, US શેરબજારમાંથી અદાણીના શેર બહાર

અદાણી ગ્રુપના શેરોમાં મોટો કડાકો, US શેરબજારમાંથી અદાણીના શેર બહાર

અદાણી ગ્રુપ અંગે હિંડનબર્ગના રિપોર્ટને લઈને સંસદથી લઇને શેરબજારમાં હલચલ મચી ગઈ છે. વિપક્ષ અદાણી ગ્રુપ ઉપર લાગેલાં આરોપો ઉપર તપાસની માગ કરી રહ્યા છે. સંસદમાં આજે આ અંગે ફરી વિવાદ થવાની શક્યતા છે. વિપક્ષની પાર્ટીએ એક દિવસ પહેલાં પણ લોકસભા અને રાજ્યસભાની કાર્યવાહી અટકાવી હતી. આ દરમિયાન અદાણી એન્ટરપ્રાઇસના શેરમાં આજે સવારે 30% નો ઘટાડો નોંધાયો છે.

આ દરમિયાન અદાણી એન્ટરપ્રાઇઝના શેરમાં આજે સવારે 35% નો ઘટાડો નોંધાયો છે. એક શેરની કિંમત 1000 રૂપિયાની નજીક પહોંચી ગઈ છે. રિપોર્ટ આવતાં પહેલાં શેરનો ભાવ 3500 રૂપિયાની નજીક હતો. આ પ્રકારે કંપનીના શેર 9 દિવસમાં 70% ઘટી ગયા છે. અમેરિકાના સ્ટોક એક્સચેન્જ ડાઉ જોંસે પણ અદાણી એન્ટરપ્રાઇઝને સસ્ટેનબિલિટી ઇન્ડેક્સથી બહાર કરી દીધા છે.

NSE એ અદાણી ગ્રુપના ત્રણ શેરને શોર્ટ ટર્મ માટે એડિશનલ સર્વિલાન્સ મેજર્સ (ASM) લિસ્ટમાં સામેલ કરી લીધું છે. તેમાં અદાણી પોર્ટ, અદાણી એન્ટરપ્રાઇઝ અને અંબુજા સિમેન્ટ પણ સામેલ છે. ASM સર્વિલાન્સની એક રીત છે, જેના દ્વારા માર્કેટના રેલ્યુલેટર સેબી અને માર્કેટ એક્સચેન્જ BSE, NSE તેના ઉપર નજર રાખે છે. જેનું લક્ષ્ય રોકાણકારોના હિતોની રક્ષા કરવાનું હોય છે. કોઈ શેરમાં ઉતાર-ચઢાવ થવાથી તેને NSEમાં મુકી દેવામાં આવે છે.

અદાણી ફોર્બ્સના લિસ્ટમાં17માં સ્થાને પહોંચ્યાં
હિંડનબર્ગની રિપોર્ટ આવ્યા પછી અદાણી ગ્રુપનો માર્કેટ કૈપ 8.83 લાખ કરોડ પછડાયો છે. ત્યાં જ, ગુરુવારે ફોર્બ્સ રિયલ ટાઇમ લિસ્ટમાં અદાણી 17મા સ્થાને આવી ગયાં છે.

9 દિવસમાં અત્યાર સુધી શું થયું, મોટી બાબતો

24 જાન્યુઆરીઃ હિંડનબર્ગે એક રિપોર્ટ જાહેર કરીને અદાણી ગ્રુપ ઉપર દગાબાજી અને મની લોન્ડ્રિંગ જેવા મોટા આરોપ લગાવી દીધા છે.

29 જાન્યુઆરીઃ અદાણી ગ્રુપે હિંડનબર્ગની રિપોર્ટને ભારત ઉપર ષડયંત્ર હેઠળ હુમલો જણાવ્યો. ગ્રુપે 413 પાનાના જવાબમાં લખ્યું કે બધા જ આરોપો ખોટા છે.

1 ફેબ્રુઆરીઃ અદાણી ગ્રુપે 20 હજાર કરોડ રૂપિયાના ફુલી સબસ્ક્રાઇબ્ડ FPO ને રદ્દ કરીને ઇન્વેસ્ટર્સને રૂપિયા પાછા આપવાની વાત કહી છે

2 ફેબ્રુઆરીઃ ગૌતમ અદાણીએ FPO રદ્દ કર્યા પછી એક વીડિયો મેસેજ આપ્યો. જેમાં તેમણે કહ્યું- મારા માટે રોકાણકારોનું હિત મુખ્ય છે. તે જ દિવસે વિપક્ષે સંસદમાં હોબાળો મચાવ્યો હતો, RBIએ દેશની તમામ બેંકો પાસેથી અદાણી ગ્રુપને આપવામાં આવેલી લોન અને રોકાણની વિગતો માંગી છે. NSEએ અદાણી ગ્રુપના ત્રણ શેરને ટૂંકાગાળા માટે એડિશનલ સર્વેલન્સ મેજર્સ (ASM)ની યાદીમાં ઉમેર્યા હતા.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page