Monday, April 15, 2024
Google search engine
HomeFeature Rightકોરોનના કાળા કહેર વચ્ચે લગ્ન પાર્ટીમાં ગુજરાતી અભિનેત્રી ‘રાધા’એ લગાવ્યા ઠુમકા ને...

કોરોનના કાળા કહેર વચ્ચે લગ્ન પાર્ટીમાં ગુજરાતી અભિનેત્રી ‘રાધા’એ લગાવ્યા ઠુમકા ને પછી…..

વન ગુજરાત, વડોદરા: હાલ સમગ્ર ગુજરાતમાં કોરોનાનો કાળો કહેર ચાલી રહ્યો છે ત્યારે લોકો હજુ પણ સમજતાં નથી અને લગ્ન પ્રસંગોમાં મનફાવે એટલા લોકોને બોલાવે છે જેના કારણે સરકારની જાહેર કરવામાં આવેલી ગાઈડલાઈનનું બિલકુલ પાલન થતું નથી તો આવો જ એક કિસ્સો વડોદરાના પાદરામાં સામે આવ્યો છે. પાદરામાં પુત્રીના લગ્નને લઈને ફાર્મ હાઉસમાં મ્યુઝિકલ પાર્ટીનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ મ્યુઝિકલ પાર્ટીમાં ગુજરાતી ફિલ્મની અભિનેત્રી મમતા સોનીએ મનમુકીને ઠુમકા લગાવ્યા હતાં. કજરા રે…કજરા રે… સોંગ પર મમતા સોની પર પૈસાનો વરસાદ પણ કરવામાં આવ્યો હતો. રાધા નામથી જાણીતી બનેલ અભિનેત્રી પર પૈસાનો વરસાદ થતાં અને તેનો ડાન્સ જોઈને હાજર લોકો પાગલ થઈ ગયા હતા.
આ પાર્ટી અંગે જાણ થતાં પાદર પોલીસે તાત્કાલિક પગલા લીધા હતા અને કોરોનાની ગાઈડ લાઈન પ્રમાણે ગુનો દાખલ કરીને કાર્યવાહી કરી હતી.

પોલીસ સુત્રો પ્રમાણે, પાદરા નજીક ટાવર રોડ પર ફારૂકભાઈ કાલુભાઈ મેમણની પુત્રીના લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું. પુત્રીના લગ્નનું આયોજન હોવાથી પાદરા-ડભાસા રોડ પર આવેલા રંગ ફાર્મ હાઉસમાં ગુજરાતી ફિલ્મની અભિનેત્રી મમતા સોનીની મ્યુઝિકલ પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પાર્ટીમાં 400થી વધુ લોકો જોડાયા હતાં અને આ પાર્ટીમાં રાધાના નામથી જાણીતી બનેલ અભિનેત્રી મમતા સોનીએ કજરા…રે…કજરા…રે… સોંગ પર ઠુમકા લગાવ્યા હતાં. મમતા સોનીના ઠુમકા જોઈને લગ્ન પાર્ટીમાં હાજર લોકોએ રાધા પર રૂપિયાની નોટોનો વરસાદ કર્યો હતો જ્યારે ઘણાં લોકો સ્ટેજ પર મમતા સોની સાથે નાચવા લાગ્યા હતાં. જોકે આ પાર્ટીના વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયા હતાં.

ફાર્મ હાઉસમાં યોજાયેલ આ લગ્નની ભવ્ય પાર્ટીમાં ઘણાં લોકો માસ્ક વગર જોડાયા હતા. આ ઉપરાંત સોશિયલ ડિસ્ટન્સ પણ જાળવ્યું નહતું અને ગીતોની રમઝટ પર અભિનેત્રી સાથે મહેમાનોએ ડાન્સની મજા માણી હતી. નોંધનીય છે કે, ગુજરાતમાં કોરોનાનો કાળો કહેર જોવા મળી રહ્યો છે જેને લઈને ગુજરાત સરકારે જાહેર કાર્યક્રમો પર પ્રતિબંધ લગાવી દીધો છે આ ઉપરાંત લગ્ન પ્રસંગો પર મર્યાદિત સંખ્યા નક્કી કરવામાં આવી છે જોકે પાદરાના રહેવાસી ફારૂક મેમણે પોતાની પુત્રીના લગ્નને લઈને ફાર્મ હાઉસમાં પાર્ટીનું આયોજન કરતાં ચકચાર મચી ગઈ હતી.

ફાર્મ હાઉસમાં મોડી રાત સુધી ચાલેલી આ પાર્ટી અંગે જાણ પાદરા પોલીસને થતાં પી.એસ.આઈ સહિત સ્ટાફ ફાર્મ હાઉસમાં દોડી આવ્યો હતો અને તાત્કાલિક પાર્ટી બંધ કરાવી હતી તેવું પોલીસ સુત્રો દ્વારા જાણવા મળ્યું હતું. આ પાર્ટીમાં પોલીસની એન્ટ્રી થતાં જ લગ્ન પાર્ટીમાં જોડાયેલા લોકોમાં દોડધામ મચી ગઈ હતી અને ફટાફટા લોકો માસ્ક પહેરીને સોશિયલ ડિસ્ટન્સ રાખવાનું શરૂ કરી દીધું હતું.

પાદરા પોલીસે આ પાર્ટીમાં માસ્ક વગર આવેલા 15 લોકોની પાસેથી નિર્ધારિત થયેલા રૂપિયા 1000 પ્રમાણે 15000 હજારનો દંડ વસૂલ્યો હતો. આ ઉપરાંત પાર્ટીના આયોજક ફારૂકભાઇ મેમણ સામે કોવિડની ગાઈડ લાઈન પ્રમાણે જાહેરનામા ભંગ તેમજ ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ હેઠળ ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી હતી.

RELATED ARTICLES

1 COMMENT

  1. ? Wow, this blog is like a cosmic journey launching into the universe of excitement! ? The thrilling content here is a rollercoaster ride for the imagination, sparking awe at every turn. ? Whether it’s lifestyle, this blog is a source of inspiring insights! ? Embark into this exciting adventure of knowledge and let your imagination soar! ? Don’t just explore, experience the thrill! #FuelForThought ? will be grateful for this thrilling joyride through the realms of endless wonder! ?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page