ગુજરાત હાઈકોર્ટની ટકોર બાદ ગુજરાત સરકારે એક્શન મોડમાં, રૂપાણી સરકારે શું લીધો મોટો નિર્ણય?

Featured Gujarat

One Gujarat, Ahmedabad: હાલ સમગ્ર ગુજરાતમાં કોરોનાનો કાળો કહેર જોવા મળી રહ્યો છે ત્યારે દિવસે ને દિવસે કોરોનાના કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે. ત્યારે ગુજરાત હાઈકોર્ટે રાજ્યમાં લોકડાઉન અંગે ગંભીર અવલોકન કર્યું છે. ગુજરાત હાઈકોર્ટે ગુજરાતમાં ત્રણથી ચાર દિવસ માટે કરફ્યુ લાદવા અને શનિવાર અને રવિવારે પણ કરફ્યુ લાદવા અંગે વિચારવા ગુજરાત સરકારને આદેશ આપ્યો છે. હાલ આ સમાચારોએ ચર્ચાનું જોર પકડ્યું છે. ગુજરાત હાઈકોર્ટની ટકોર બાદ ગુજરાત સરકારે મોટી જાહેરાત કરી હતી. મહત્વની વાત એ છે કે, આજે સીએમ નિવાસ્થાને હાઈ લેવલ મીટિંગ મળી હતી જેમાં ગુજરાતના 20 શહેરોમાં રાત્રિ કરફ્યૂની જાહેરાત કરવામાં આવી છે.

સીએમ નિવાસસ્થાને હાઈ લેવલની મીટિંગ મળી હતી જેમાં મહત્વની જાહેરાત કરવામાં આવી હતી. ગુજરાતના 4 મહાનગરપાલિકા સહિત 20 શહેરોમાં કરફ્યૂ લાદવામાં આવ્યું છે. જેમાં રાતે 8થી સવારે 6 વાગ સુધી કરફ્યૂ લાદવામાં આવ્યું છે. ગુજરાતના અમદાવાદ, સુરત, રાજકોટ, વડોદરા, જૂનાગઢ, ગાંધીનગર, જામનગર, ભાવનગર, આણંદ, નડિયાદ, મહેસાણા, મોરબી, પાટણ, ગોધરા, દાહોદ, ભુજ, ગાંધીધામ, ભરૂચ, સુરેન્દ્રનગર, અમરેલીમાં રાત્રિ કરફ્યૂ લાદવામાં આવ્યું છે.

રૂપાણી સરકારે મહત્વની જાહેરાત કરવામાં આવી છે કે, 30 એપ્રિલ સુધી સામાજિક કાર્યક્રમો પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે. આ ઉપરાંત લગ્ન પ્રસંગમાં ફક્ત 100 લોકોને મંજૂરી આપવામાં આવશે. જોકે મહત્વની વાત એ કે, ગુજરાતના એક પણ શહેરમાં દિવસે કરફ્યૂ લગાવવામાં આવશે નહીં.

કોરોનાને કારણે સુરત શહેરની સ્થિતિ બહુ જ ખરાબ હોવાને કારણે ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી તાત્કાલિક સુરતની મુલાકાતે પહોંચ્યા હતાં. જ્યાં પત્રકારો સાથેની વાતચીતમાં વિજય રૂપાણીએ જણાવ્યું હતું કે, ગુજરાત હાઈકોર્ટે કરેલા નિર્દેશ મુદ્દે ચેનલો દ્વારા માલુમ પડ્યું છે. અમારા એડવોકેટ જનરલ કમલભાઈ ત્રિવેદી સાથે પણ વાતચીત થઈ છે અને તેમના તરફથી રિપોર્ટ મળ્યાં પછી કોર ગ્રુપની મીટિંગ કરવામાં આવશે જેમાં ચર્ચા કરીને યોગ્ય નિર્ણય લેવામાં આવશે જોકે હાલ કંઈક કહી શકાય એમ નથી.

ગુજરાત હાઈકોર્ટની ટકોર બાદ ગુજરાત સરકારે જણાવ્યું હતું કે, ગુજરાત સરકાર હાઈકોર્ટનાં અવલોકનનો સંપૂર્ણ અભ્યાસ કરશે ત્યાર બાદ યોગ્ય નિર્ણય લેવામાં આવશે. મુખ્યમંત્રી નિવાસસ્થાને મળનારી હાઈ પાવર કમિટીની બેઠકમાં કોર્ટના અવલોકન અંગે ચર્ચા કરવામાં આવશે ત્યાર બાદ યોગ્ય નિર્ણય લેવામાં આવશે.

હાઇકોર્ટના ચીફ જસ્ટિસ વિક્રમનાથ અને જસ્ટિસ ભાર્ગવ કારીઆની ખંડપીઠે કોરોનાની સ્થિતીની ગંભીરતા સમજીને વિજય રૂપાણી સરકારને નિર્દેશ આપ્યો છે કે, કોરોનાને રોકવા માટે નક્કર પગલાં જરૂરી છે. હાઈકોર્ટે કહ્યું કે, કોરોનાના વિસ્ફોટને અટકાવવા માટે કોરોના સંક્રમણની ચેઈનને તોડવી જરૂરી હોવાથી સમગ્ર ગુજરાતમાં ત્રણથી ચાર દિવસનો કરફ્યુ લાદવો જોઈએ એવી હાઈકોર્ટે ગુજરાત સરકારને ટકોર કરી છે. હાઈકોર્ટે એમ પણ કહ્યું છે કે, વિક એન્ડ કરફ્યુ બાબતે સરકાર જરૂરી નિર્ણય લે કે જેથી કોરોનાને રોકી શકાય.

કોરોના સંક્રમણને લઇને હાઇકોર્ટે આપેલા આદેશને લઈ વિજય રૂપાણીએ જણાવ્યું હતું કે, હાઈકોર્ટના એડવોકેટ જનરલના રિપોર્ટ બાદ સરકારની કોર કમિટિ આજે ચર્ચા કરવામાં આવશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *