હાલમાં 19 વર્ષીય યુવતીનો એક વીડિયો વાઇરલ થયો છે. આ વીડિયોાં યુવતીએ 15 વર્ષની ઉંમરમાં અચાનક એક બાળકને જન્મ આપ્યો હોવાની વાત કહી હતી. યુવતીએ કહ્યું હતું કે તેને ખ્યાલ જ નહોતો કે તે પ્રે્ગનન્ટ છે. તેણે ઘરે જ બાળકને જન્મ આપ્યો છે. આ વાત સાંભળીને દરેકને નવાઈ લાગી છે.
શું છે ઘટનાઃ આ વાત બ્રિટનમાં રહેતી એલેક્સિસની છે. તે 19 વર્ષની છે. એલેક્સિસે વીડિયોમાં કહ્યું હતું કે ચાર વર્ષ પહેલાં તેને ખ્યાલ નહોતો કે તે પ્રેગ્નન્ટ છે. તેના પીરિયડ પણ નોર્મલ હતા અને પ્રેગ્નન્સી ટેસ્ટ પણ નેગેટિવ હતો. આ સાથે જ બેબી બમ્પ પણ દેખાતો નહોતો.
એલેક્સિસે કહ્યું હતું કે એક સવારે તેને પેટમાં દુખાવો ઉપડ્યો હતો અને તેણે પેરેન્ટ્સને આ વાત કહી હતી. તેમને લાગ્યું કે તે સ્કૂલે ના જવાનું બહાનું બનાવે છે. તે દરવાજે ઊભી હતી અને તેને લેબર પેન શરૂ થયું હતું. થોડીવાર બાદ તેની માતા ચીસ પાડી ઊઠી હતી, કારણ કે તેની અંદરથી બાળકનું માથું બહાર આવતું હતું. ડિલિવરી પહેલાં તેને છાતીમાં બળતરા અવાર-નવાર થતી હતી.
વધુમાં એલેક્સિસે કહ્યું હતું કે તેની અંદર પ્રેગ્નન્સીના કોઈ લક્ષણ નહોતા. તે નિયમિત સ્કૂલે જતી હતી. રાત્રે તે દુખાવો ઉપડ્યો હતો. તેણે પેનકિલર લીધી હતી, પરંતુ તેને ઊંઘ આવતી નહોતી. સવારે તેણે સ્કૂલે જવાની ના પાડી દીધી હતી.
એલેક્સિસે કહ્યું હતું કે પરિવારને નારાજ થતો જોઈને તે સ્કૂલે જવા માટે તૈયાર થઈ હતી અને યુનિફોર્મ પહેર્યો હતો. જોકે, અચાનક જ તેને પેટમાં દુખાવો થતાં તે બાથરૂમ તરફ ભાગી હતી. તેણે દર્દથી કણસતા માતાને બૂમ પાડી હતી કે તે બાળકને જન્મ આપવાની છે. ત્યારબાદ માતા તેની પાસે આવી હતી અને બાળકનું માથું જોયું હતું. અચાનક થયેલી ડિલિવરી તેના માટે આશ્ચર્યજનક હતી. તેને બહુ જ દુખાવો થતો હતો. જોકે, તેણે કોઈ પણ જાતની મેડિકલ ટ્રીટમેન્ટ વગર બાળકને જન્મ આપ્યો હતો.