Tuesday, April 9, 2024
Google search engine
HomeInternationalક્રિસમસ પાર્ટીમાં આ કપલ નગ્ન થઈને મહેમાનો સામે આવશે, કારણ વાંચીને ચોંકી...

ક્રિસમસ પાર્ટીમાં આ કપલ નગ્ન થઈને મહેમાનો સામે આવશે, કારણ વાંચીને ચોંકી જશો

આ દુનિયામાં ઘણા એવા લોકો હોય છે જેના વિશે સાંભળીને તમને બે ઘડી માથું પકડી લેવાનું મન થશે. આવું જ એેક ધુની કપલ સામે આવ્યું છે. આ કપલે નગ્ન થઈને ક્રિસમસ પાર્ટી મનાવવાનો નિર્ણય લીધો છે. જેને લઈને સોશ્યિલ મીડિયા યુઝર્સ ભડકી ઉઠ્યા છે.

બ્રિટનના કેન્ટમાં રહેતા સાઈમન અને તેની પત્ની હેલનનું કહેવું છે કે તે ક્રિસમસ પાર્ટીમાં ઘરે આવેલા મહેમાનો સામે નગ્ન રહેશે. એટલું જ નહીં તેમણે પોતાની 15 વર્ષની દીકરી સામે પણ કપડાં વગર રહેવાનો નિર્ણય કર્યો છે. પોતાને નચેર લવર (પ્રકૃતિવાદી) ગણાવનાર આ બ્રિટિશ કપલ હાલ ક્રિસમસ પાર્ટીની તૈયારીમાં વ્યસ્ત છે.

હેલેનનું કહેવું છે કે તે તે અને તેનો પતિ સાઈમન નગ્ન અવસ્થામાં પાર્ટી માણશે. જોકે ઘરે આવનારા મહેમાનો કપડાં હશે. જેમાં તેમની દીકરી અને સાસુ પણ સામેલ હશે. ફક્ત હેલેન અને સાઈમન જ કપડાં વગર હશે.

મીડિયામાં આપેલા ઈન્ટરવ્યૂમાં હેલેને કહ્યું- અમે ગિફ્ટનું આદાન-પ્રદાન કરીશું, પાર્ટી કરીશું, જે ક્રિસમસના દિવસે હંમેશા કરીએ છીએ. આ વખતે ફક્ત એટલો હશે કે સાઈમન અને મારા શરીર પર ટોપી સિવાય કોઈ કપડું નહીં હોય. હેલેન કહે છે કે અમે આખા વર્ષથી નેકેડ ક્રિસમસ પાર્ટીની રાહ જોઈ રહ્યા હતા. અમે પાગલ હોય એવી રીતે કેટલાક લોકો જોઈ રહ્યા છે.

સાઈમનનું કહેવું છે કે તે પહેલેથી નેકેડ રહેતો હતો. પછી તેણે હેલેનને પણ રાજી કરી લીધી. લોકો હવે તેની જીવન શૈલીનું સમર્થન કરી રહ્યા છે. જોકે હજી પણ ઘણા લોકો આની આલોચના કરી રહ્યા છે અને સોશ્યિલ મીડિયામાં નેગેટિવ કમેન્ટ કરી રહ્યા છે.

 

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page