બીટકોઈન બ્રોકરે ગળાફાંસો ખાઈ આત્મહત્યા કરી, સ્યુસાઈડ નોટમાં શું લખ્યું?

Feature Right Featured Gujarat

અમદાવાદ: શહેરના રાણીપમાં રહેતા બીટકોઈનના બ્રોકર ભરત પટેલે ગત મોડી રાતે ઘરે ગળાફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હતી. મૃતક ભરત પટેલ પાસેથી એક સ્યુસાઇડ નોટ મળી છે. જેમાં 11,575 બીટકોઈનના હિસાબ મામલે ડીવાયએસપી ચિરાગ પટેલ ત્રાસ આપતા હતાં જેના કારણે તેઓ આત્મહત્યા કરી રહ્યા હોવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. રાણીપ પોલીસે અકસ્માત મોત નોંધી તપાસ શરૂ કરી છે.

હું લખનાર પોતે ભરતકુમાર પટેલ મારા ત્યાં હરીશ સવાણી (મોન્ટુ) ગાંધીનગર મોબાઈલ નંબર 98******90 અને એમના નાના ભાઈ ચિરાગ સવાણી જે ડીવાયએસપી છે. મોબાઈલ નંબર 98******04 મારા ઘરે આવ્યા તા. હું બીટકોઈનનું ટ્રેડિંગનું કામ કરતો હતો. તેમણે જે 5 બીટકોઈન ટ્રેડિંગ કરવા આપેલ જે લોસ થતાં 5 બીટકોઈનનો 11,575 બીટકોઈનનો હિસાબ માગે છે.

મારા ઉપર આ બંને ભાઈઓનું ભયંકર પ્રેસર છે. બીટકોઈન રિક્વરીથી હું ખૂબ જ પરેશાન છું. મારું જીવવું હરામ થઈ ગયું છે. બાકી ચિરાગ સવાણી ડીવાએસપીએ પણ મને ઘરે આવી પુરા બીટકોઈન આપી દેવાની ધમકી આપેલ છે.

હું આપઘાત કરવા મજબૂર બન્યો છું. મારા સ્યુસાઈડ પાછળ આ બંને ભાઈઓનું પ્રેસર જવાબદાર છે. આ કામમાં મારું ફેમિલી નિર્દોષ છે. મારા ફેમિલીનો આમાં કોઈ હાથ નથી તે નિર્દોષ છે. એજ લિ. ભરતકુમાર ભીખાભાઈ પટેલ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *