Friday, April 12, 2024
Google search engine
HomeFeature Rightમોરબીની આ બહાદુર મહિલા ઘાયલ સૈનિકોની કરે છે સારવાર, જુઓ તસવીરો

મોરબીની આ બહાદુર મહિલા ઘાયલ સૈનિકોની કરે છે સારવાર, જુઓ તસવીરો

One Gujarat, Morbi: રાજસ્થાનના બાડમેરમાં આસિસ્ટન્ટ કમાન્ડિંગ મેડિકલ ઓફિસર તરીકે ફરજ બજાવતા ડો. ઉર્વી ગિરીશભાઈ પેથાપરા બીએસએફમાં ડોક્ટર તરીકે જોડાનાર પ્રથમ ગુજરાતી મહિલા છે. મોરબીની આ દીકરી અનેક યુવાનો માટે રોલમોડેલ બની રહી છે. 2015માં ડોક્ટર ઉર્વી પેથાપરાને એમબીબીએસ કર્યા બાદ આઈપીએમ ડો. લવીના સિંહા પાસેથી પ્રેરણા મળી.

તેમને મોરબીમાં નેસડા ગામે પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં મેડિકલ ઓફિસર તરીકે નોકરી મળી. કચ્છમાં બદલી બાદ તેમણે બીએસએફની એન્ટ્રન્સ એક્ઝામ પાસ કરી એપ્રિલ 2020થી બીએસએફમાં જોડાયાં હતાં. તેમણે બાડમેર, જેસલમેર, જોધપુર અને દિલ્હી ખાતે ફરજ બજાવી.

ડો. ઉર્વી પટેલે જણાવ્યું હતું કે, દેશ સેવા માટે કંઈક કરવું તેમજ સેનાની વર્દી પહેરી ફરજ બજાવવાનો ગર્વ કંઈક અલગ જ હોય છે. ફિલ્મોમાં જોવા મળતા દ્રશ્યોની તુલનાએ હકીકતમાં આપણા સૈન્યના જવાનો ઠંડી, તાપ કે વરસાદ જોયા વગર જ રાત-દિવસ બોર્ડર પર ખડે પગે રહેતા હોય છે અને આવા ભાઈઓના આરોગ્યની ચિંતા-ખેવના કરવી એ મારા માટે ખુબ ગર્વની વાત છે. આજે રાજસ્થાનના બાડમેર ખાતે તમામ પુરુષો વચ્ચે એક માત્ર મહિલા મેડિકલ કમાન્ડિંગ ઓફિસર તરીકે ફરજ બજાવવી જરા કઠિન છે પરંતુ મારા માટે આ ગર્વની બાબત છે.

વધુમાં ડો. ઉર્વિ પટેલે જણાવ્યું હતું કે, બીએસએફમાં છેલ્લા 1 વર્ષની ફરજ દરમિયાન જોધપુર, જેસલમેર, જમ્મુ-કાશ્મીર ઉપરાંત દિલ્હીના સૌથી મોટા કોવિડ સેન્ટરમાં ફરજ બજાવી ચૂક્યા છે અને હાલમાં બાડમેર બોર્ડર પર ફરજ બજાવી રહ્યા છે. બાડમેરમાં ફરજ દરમિયાન 5 એક દિવસ બોર્ડર પર જ રહેવાનું હોય છે અને બાકીના સમયે બેઈઝ કેમ્પ ખાતે તબીબી સેવા આપવાની હોય છે. આમ, ઘર અને પરિવારથી દૂર રહીને હાલ ડો.ઉર્વી પેથાપરા જવાનો માટે કંઈક કરવાની ભાવના સાથે દેશના સીમાડાઓની સુરક્ષા કરતા જવાનોના આરોગ્યની સતત ચિંતા કરી અનોખી દેશ સેવા કરી રહ્યા છે.

ડો. ઉર્વી પેથાપરાએ જણાવ્યું હતું કે, અમારી બટાલિયનમાં હું એકમાત્ર મહિલા છું. મહિનામાં પાંચ 5-6 દિવસ બોર્ડર પર જવાનું હોય છે. સૈનિકો અમારા કરતાં પણ વધુ કપરી હાલતમાં ફરજ બજાવે છે. તેમને બીમારી લાગુ પડે ત્યારે તેમને સજા કરવાનો સંતોષ ખૂબ આનંદ આપે છે. મને બીએસએફમાં જોડાવાનો નિર્ણય આજે પણ બેસ્ટ લાગે છે.

જે IPS પાસેથી પ્રેરણા મળી તે IPS કોણ છે?

ડોક્ટર ઉર્વિ પેથાપરાએ આઈપીએસ ડો. લવિના સિંહા પાસેથી પ્રેરણા લીધી તે આઈપીએસની વાત કરવામાં આવે તો, ડો. લવિના સિંહા યુપીએસસી ક્રેક કર્યાં પછી હાલ ગુજરાત કેડરમાં પોતાની ફરજ નિભાવી રહ્યાં છે. ગુજરાતના પૂર્વ ચીફ સેક્રેટરી અને વર્તમાન સ્ટેટ ઈલેક્શન કમિશનર વરેશ સિંહાના દીકરી લવિના સિંહા હાલ સાબરકાંઠામાં પ્રોબેશન તરીકે પોતાની ફરજ નિભાવી રહ્યાં છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page