Friday, April 12, 2024
Google search engine
HomeFeature Rightભેંસ મરી જતા પરિવાર ચાર ટંકથી ભૂખ્યો હતો, અંતે આ રીતે ચહેરા...

ભેંસ મરી જતા પરિવાર ચાર ટંકથી ભૂખ્યો હતો, અંતે આ રીતે ચહેરા પર આવ્યું હાસ્ય

લખીમપુરના પલિયા વિધાનસભાથી ભાજપના ધારાસભ્ય રોમી સાહની એકવાર ફરી ચર્ચામાં છે. આ વખતે તેમને એક દુખી પરિવાર વિશે માહિતી મળી હતી કે, એક ભેંસ કરંટ લાગવાને લીધે મરી જતાં પરિવારની આજીવિકા પર સંકટ આવી ગયું છે. ભેંસ મરી ગયાના દુખમાં પરિવારે 2 દિવસથી કંઈ ખાધું નથી.

ધારાસભ્ય રોમી સાહની ગરીબ પરિવારની મદદ કરવા માટે આગળ આવ્યા હતાં. તેમણે આ ગરીબ પરિવારની મદદ માટે 35 હજાર રૂપિયાની એક ભેંસ અને પાડો ખરીદી ખુદ પીડિત પરિવારના ઘરે આવ્યા હતાં. આ ધારાસભ્ય પીડિતના ઘરે ભેંસ લઈને આવતાં પરિવારના લોકો ખુશ થઈ ગયા હતા અને તેમનો આભાર માનીને પ્રસંશા પણ કરી હતી.

આખી ઘટના સંસારપુરની છે. અહીં થોડાંક દિવસ પહેલાં ધર્મેન્દ્ર ભાર્ગવ નામના એક ગ્રામિણના ઘરે આફત આવતાં ધર્મેન્દ્ર અને તેમની પત્ની માધુરી દેવી બંનેની આજીવિકાને લીધે આઘાતમાં હતાં. બે દિવસ પહેલાં ધર્મેન્દ્ર ભાર્ગવની ભેંસને કરંટ લાગતા તે મરી ગઈ હતી. જેને લીધે તે પરિવારે બે દિવસથી કંઈ ખાધું નહોતું. જ્યારે સંસારપુરના લોકોએ ધારાસભ્ય રોમી સાહનીને ફોન કરી આખી વાત જણાવી ત્યારે ધારાસભ્યએ મદદ કરવાનું નક્કી કર્યું હતું.

ધારાસભ્ય રોમી સાહનીએ લખનઉથી આવીને એક ભેંસ અને પાડો ખરીદ્યો હતો જેની કિંમત 35 હજાર રૂપિયા હતી. તે ખુદ આ ભેંસ ધર્મેન્દ્ર ભાર્ગવના ઘરે લઈ જઈને તેમને સોંપી દીધી હતી. ધારાસભ્યની આટલી દરિયાદિલી જોઈને તે ગરીબ પતિ-પત્નીની આંખમાં આંસૂ આવી ગયાં હતાં.

RELATED ARTICLES

4 COMMENTS

  1. ? Wow, this blog is like a rocket soaring into the universe of endless possibilities! ? The thrilling content here is a thrilling for the mind, sparking curiosity at every turn. ? Whether it’s technology, this blog is a treasure trove of exhilarating insights! #InfinitePossibilities Dive into this cosmic journey of discovery and let your imagination fly! ? Don’t just read, savor the thrill! #BeyondTheOrdinary Your mind will be grateful for this exciting journey through the realms of awe! ?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page