Saturday, April 20, 2024
Google search engine
HomeInternationalબે કરોડમાં એક રાતની પૈસાદારે મોડેલને કરી ઓફર, મોડેલે કહ્યું કે મને...

બે કરોડમાં એક રાતની પૈસાદારે મોડેલને કરી ઓફર, મોડેલે કહ્યું કે મને આ વસ્તુમાં….

બ્રિટનની ગ્લેમર મૉડેલ રાયન શગડેનને તેની પોસ્ટને લીધે ઘણીવાર ટ્રોલર્સનો સામનો કરવો પડે છે, છતાં તે ટ્રોલર્સને જડબાતોડ જવાબ આપે છે અને ઘણીવાર તેમને પબ્લિકલી શેમ પણ કરે છે. હવે તેમણે સોશિયલ મીડિયા પર તેમના ફેન્સની સામે એક અમીર બિઝનેસમેનને શેમ કર્યો છે.

34 વર્ષની રાયને ઇન્સ્ટાગ્રામ પર એક સ્ટોરી શેર કરી હતી. તેમણે આ સ્ટોરીમાં જણાવ્યું હતું કે, ‘મને છેલ્લાં કેટલાક દિવસથી લોકોના પ્રપોઝલ અને ઑફર મળી રહી છે. જેને લીધે હું હેરાન થઈ ગઈ છું. એક અમિર બિઝનેસમેને મને ઇનબોક્સમાં ત્યાં સુધી કહ્યું કે, તે મારી સાથે એક રાત વિતાવવાના 2 લાખ પાઉન્ડ્સ એટલે કે 2 કરોડ રૂપિયા આપવા માટે તૈયાર છે.’’

રાયને લખ્યું કે, ‘જ્યાં હું પોતાના ફેન્સ અને ફોલોઅર્સની ભાવનાઓનું સન્માન કરું છું, તો તેમણે પણ સમજવું જોઈએ કે મને આ વસ્તુમાં રસ નથી અને આ રીતે ઓફર કરનારા લોકોએ પોતાની હદમાં રહેવું જોઈએ કેમ કે, તેમને આ રીતે વાત કરવાનો કોઈ હક નથી.’

ઉલ્લેખનીય છે કે, રાયને ઓલિવર જેકબ મેલર સાથે લગ્ન કર્યાં છે. ઓલિવર એક બ્રિટિશ એક્ટર છે અને પૂર્વ પર્સનલ ટ્રેનર પણ રહી ચૂક્યો છે. ઓલિવરે વર્ષ 2018માં રીલિઝ થયેલાં શૉ કોરોનેશન સ્ટ્રીટમાં ડૉક્ટર મેટ કાર્ટરનો રોલ પ્લે કર્યો હતો. જેની ખૂબ જ ચર્ચા થઈ હતી.

રાયન તેની પર્સનલ લાઇફમાં ખૂબ જ ડિસ્ટર્બ છે અને તે પ્રેગ્નન્સી અંગે સંઘર્ષ કરી રહી છે. એટલા માટે હોર્મોન ઇન્જેક્શન પણ લઈ ચૂકી છે. તે આઇવીએફ ટેક્નીક દ્વારા પ્રેગનેટ થવા માગે છે પણ, તેમાં તે સફળ થતી નથી. રાયને એક ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે, તે સમય તેના માટે ખૂબ જ પડકારજનક હતો.

 

RELATED ARTICLES

1 COMMENT

  1. ? Wow, this blog is like a cosmic journey launching into the galaxy of endless possibilities! ? The mind-blowing content here is a captivating for the mind, sparking curiosity at every turn. ? Whether it’s technology, this blog is a goldmine of exciting insights! #AdventureAwaits Embark into this cosmic journey of discovery and let your mind fly! ✨ Don’t just explore, savor the thrill! #BeyondTheOrdinary Your brain will be grateful for this exciting journey through the worlds of discovery! ?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page