Friday, April 19, 2024
Google search engine
HomeGujaratસુરતમાં ચાલુ બાઈકે પડેલી બેગ લેવા જતાં કારની અડફેટે મહિલાનું થયું મોત

સુરતમાં ચાલુ બાઈકે પડેલી બેગ લેવા જતાં કારની અડફેટે મહિલાનું થયું મોત

સુરતમાં તહેવારની ખુશી માતમમાં ફેરવાઈ ગઈ હતી. પાંડેસરામાં ચાલુ બાઈકે પડી ગયેલી બેગ લેવા ગયેલી મહિલાને કારે અડફેટે લેતાં મોતને ભેટી હતી. દિવાળી વેકેશનના ખુશીના માહોલમાં વિમલ પત્ની સોનલ સાથે મુંબઈ ફરવા જઇ રહ્યો હતો. 5 વર્ષના પ્રેમલગ્નમાં ફરવાની ખુશી માતમમાં ફેરવાતાં પોલીસે તપાસ હાથ ધરી છે. આજે વહેલી સવારે બનેલી આ દુઃખદ ઘટના બાદ પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો છે.

બિપિન શ્રીવાસ્તવ (નાનો ભાઈ)એ જણાવ્યું હતું કે ભાઈ વિમલ અલથાણ આનંદ હોમ્સમાં રહે છે. મેડિકલ સ્ટોરમાં મેડિસિન ડિલિવરીનું કામ કરે છે. ભાભી સોનલ સાથે પ્રેમલગ્ન કરીને 5 વર્ષ જ થયાં હતાં. કોઈ બાળક ન હતું. અમને આજે સવારે ફોન આવ્યો કે ભાઈ-ભાભીનો પાંડેસરામાં અકસ્માત થયો છે. ઝડપથી સિવિલ પહોંચી જાઓ, અહીં આવ્યા તો ભાભીનો મૃતદેહ જોવા મળ્યો, આખું પરિવાર શોકમાં છે.

વિમલે જણાવ્યું હતું કે અમે આજે મુંબઈ જઈ રહ્યા હતા. બાઇક રેલવે સ્ટેશન પર મૂકી ફલાઇંગ રાણી ટ્રેનનું રિઝર્વેશન હતું. ઘરેથી નીકળ્યાને કૂદીગામ નજીક બાઇક પરથી કપડાંની બેગ પડી ગઈ હતી, એટલે એને લેવા સોનલ ગઈ હતી. બસ, પલક ઝબકતાં જ કોઈ ફોર-વ્હીલ કારનો ચાલક સોનલને અડફેટે લઈ હવામાં ફંગોળી નાસી ગયો હતો. નજરે જોયેલી ઘટના પછી પણ વિશ્વાસ થતો નહોતો. સોનલ રોડ પર ઇજાગ્રસ્ત હાલતમાં પડેલી હતી. દોડીને તત્કાલિક તેને સારવાર માટે સિવિલ લઈ આવતાં મૃત જાહેર કરાઈ હતી. આ સાંભળી જાણે હૃદય બંધ થઈ ગયું હોય એવું લાગી રહ્યું છે.

સોનલને હાથ પર નાના-નાના દાણા નીકળ્યા હતાં. બીજી બાજુ, વેકેશન હતું. એટલે મુંબઈ ફરવાની સાથે પરિચિત ડૉક્ટરને બતાવવાનું આયોજન કરી પ્રવાસે નીકળ્યા હતા. ખુશીનો માહોલ માતમમાં ફેરવાઈ ગયો છે. પ્રેમલગ્નને 5 વર્ષ જ થયા હતા. હજી દુનિયા જોવાની બાકી હતી અને વિધાતાએ લગ્નજીવનની દોર જ તોડી નાખી. પાંડેસરા પોલીસે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

RELATED ARTICLES

5 COMMENTS

  1. ? Wow, this blog is like a cosmic journey launching into the universe of wonder! ? The thrilling content here is a captivating for the imagination, sparking excitement at every turn. ? Whether it’s lifestyle, this blog is a treasure trove of exhilarating insights! #InfinitePossibilities Dive into this thrilling experience of knowledge and let your thoughts roam! ? Don’t just explore, experience the excitement! ? Your mind will thank you for this thrilling joyride through the worlds of endless wonder! ?

  2. I participated on this casino platform and managed a substantial cash, but eventually, my mom fell ill, and I required to cash out some money from my account. Unfortunately, I experienced problems and couldn’t complete the withdrawal. Tragically, my mom passed away due to such online casino. I implore for your assistance in lodging a complaint against this website. Please help me to achieve justice, so that others won’t have to experience the suffering I am going through today, and avert them from crying tears like mine. ???�

  3. I participated in this gambling website and secured a substantial sum of money. However, eventually, my mother fell seriously ill, and I had to cash out some earnings from my account. Regrettably, I faced problems and couldn’t finalize the cashout. Tragically, my mother passed away due to this online casino. I strongly appeal for your help in bringing attention to this website. Please help me out in seeking justice, so that others do not have to the grief I’m going through today, and avoid them from going through the same heartache. ???

  4. I played on this gambling site and won a significant amount of cash. However, afterward, my mother fell gravely ill, and I needed to withdraw some money from my account. Unfortunately, I faced issues and could not complete the withdrawal. Tragically, my mother passed away due to this gambling platform. I urgently request your support in bringing attention to this situation with the site. Please aid me to obtain justice, to ensure others won’t experience the pain I’m facing today, and avert them from undergoing similar misfortune. ??

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page