Wednesday, April 10, 2024
Google search engine
HomeNationalરોડ પર માલિક કારમાં બેઠો હતો, ક્રેઈન આવીને ઉપાડીને લઈ ગઈ, જોવા...

રોડ પર માલિક કારમાં બેઠો હતો, ક્રેઈન આવીને ઉપાડીને લઈ ગઈ, જોવા જેવી થઈ

લખનઉમાં નગર નિગમની ગેરકાયદે વસૂલી મામલે ઘણી ઘટનાઓ સામે આવે છે. શનિવારે સામે આવેલ એક અજીબ ઘટનાએ બધાંને ચોંકાવી દીધા છે. જોકે, શનિવાર લખનઉના ઈઝરતગંજ વિસ્તારમાં નગર નિગમની ટીમે ક્રેનથી કારને ઉઠાવી લીધી હતી, ટીમે એ પણ જોયું નહીં કે કારની અંદર 2 લોકો બેઠેલા છે. તે લોકો બૂમા-બૂમ કરતાં રહ્યાં પરંત નગર નિગમની ટીમે ક્રેન રોકી નહીં. આ જોઈને લોકોના ટોળાં વળ્યાં હતાં અને નજારો જોઈને લોકો દંગ રહી ગયા હતાં.

શનિવારે હજરતગંજ વિસ્તારમાં પ્રાઈવેટ કંપનીની ક્રેને ગાડીમાં બેઠેલા વ્યક્તિની સાથે જ કાર ટોઈંગ કરી લીધી હતી. જેને લઈને હંગામો થયો હતો. એક ખાનગી અખબારમાં આ સમાચાર છપાયાના ચાર કલાકની અંદર જ નગર નિગમે આદેશ જાહેર કર્યો કે આગામી આદેશ સુધી શહેરમાં તમામ ક્રેનનું સંચાલન સ્થગતિ રહેશે.

આ ઘટનાનો વીડિયો પણ સામે આવ્યો છે. વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે, કાર સવાર બૂમાબૂમ કરી રહ્યો છે. તેમ છતાં પણ તેની કારને ક્રેનથી ટોઈંગ કરીને લઈ જવામાં આવી રહી છે. ગાડી માલિકનું કહેવું છે કે, નગર નિગમના ગાડી ટોઈંગ કરનાર અધિકારીઓએ કાર માલિક સાથે ગમે તે ઉગ્રથી બોલાચાલી કરી ત્યાર બાદ તેની ગાડીને ક્રેનથી ટોઈંગ કરી લીધી.

પરંતુ નગર નિગમના ક્રેન ચાલકનું કહેવું છે કે, ગાડી ઉઠાવ્યા બાદ અચાનક કાર માલિક અંદર આવીને બેસી ગયો હતો. ત્યાર બાદ તેણે ટોઈંગ કરનાર લોકોને ગાળો આપી. ટીમના લોકોનું કહેવું છે કે, ઘટનાસ્થળે બહુ જ ટ્રાફિક જામ થઈ ગયો હતો. એવામાં ગાડીની સાથે તેને પણ ઉઠાવીને લઈને આવ્યા હતાં.

ત્યાર બાદ ગાડી માલિકના ઘણા નજીકના લોકો ઘટનાસ્થળ પર આવ્યા અને હંગામો મચાવ્યો હતો. લોકોએ પોલીસ ફરિયાદ કરવાની વાત કરી. આરોપ છે કે, અહીં નગર નિગમની ટીમ ઘણાં સમયથી આવી રીતે ગાડીઓ ઉઠાવે છે. આ પહેલા પણ ગાડીમાં સવાર લોકોની સાથે કારને ટોઈંગ કરી દીધી હતી.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page