ચિક્કાર દારૂ પીને ચલાવતો હતો કાર, એક સાથે ઊઠી 3 અર્થી

ઉન્નાવ જિલ્લાના શુક્લાગંજ પાસે ટ્રાંસગંગા શહેર પાસે મંગળવારે રાત્રે એક ટ્રક અને કાર વચ્ચે થયેલ એક્સિડન્ટમાં બે પિતરાઈ ભાઈઓ સહિત ત્રણ લોકોનાં મૃત્યુ થયાં છે. પોલીસની શરૂઆતની તપાસમાં જાણવા મળ્યું છે કે, ઈકો સ્પોર્ટ્સ કારની સ્પીડ 100 કરતાં વધારે હતી. પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં પુષ્ટિ થઈ છે કે, ત્રણેયે દારૂ પીધેલો હતો, પોલીસના જણાવ્યા અનુસાર, દુર્ઘટના સમયે કારમાં સવાર લોકોએ સીટ બેલ્ટ પણ પહેર્યો નહોંતો. બેદરકારીના કારણે ત્રણ લોકોનાં મૃત્યુ થયાં છે અને એક ગંભીર રૂપે ઘાયલ છે. આખુ ગામ અત્યારે શોકમાં ડૂબેલું છે. ટ્રાંસગંગા રોડ પર રાતના સમયે સન્નાટો હોય છે. અહીં આ સમયે મોટાભાગના લોકો હાઇ સ્પીડમાં ગાડીઓ દોડાવે છે. ઉન્નાર સીઓ સિટી આશિતોષ કુમારે જણાવ્યું કે, તપાસમાં જાણવા મળ્યું છે કે, ઉન્નાવ તરફથી આવી રહેલ કારની ઝડપ 100-120 ની વચ્ચે હતી. ટ્રકની સ્પીડ પણ બહુ વધારે હતી.

અચાનક જ બે વાહનો આમને-સામને આવી જતાં તેઓ નિયંત્રણા કરી ન શક્યા. આંખના પલકારામાં જ જોરદાર ટક્કર થઈ. કાર ચાલક સહિત જોઈએ પણ કારમાં સીટ બેલ્ટ બાંધ્યો નહોંતો.

કોઈ નોકરી કરતો હતો તો, કોઈ પોતાનો વ્યવસાય કરી ઘરખર્ચ ચલાવતો હતો, સુમિત પનકી કેસા સબસ્ટેશન પર કોન્ટ્રાક્ટ પર કામ કરતો હતો. તેના પિતા રાજકુમાર પણ કેસાના અધિકારીની ગાડી ચલાવતા હતા. ઘરે નાનો ભાઈ આયુષ અને માતા અનીતા છે. પિતરાઈ ભાઈ વિશાલ પણ કેસાના એક અધિકારીની ગાડી ચલાવતો હતો.

તેના પિતા રામચંદ્ર એક પ્રાઈવેટ નોકરી કરતા હતા. વિશાલ ત્રણ ભાઈઓમાં વચેટ હતો. તો દીપક દ્વિવેદી ઉર્ફ પ્રશાંત પર તેના આખા પરિવારની જવાબદારી હતી. પરિવારમાં તેની માં રીતા અને બહેન અંજલી છે.

દીપક ગંગાપુર ચારરસ્તા બિઠૂર રોડ પર બિલ્ડિંગ મટિરિયલની દુકાન ચલાવતો હતો, દુર્ઘટનાગ્રસ્ત કાર દીપકના કાકાની હતી. દુર્ઘટનાથી ત્રણેય પરિવારો શોકમાં ડૂબેલ છે.

દીપકના ભાઈની ગોળી મારીને કરવામાં આવી હતી હત્યા
દુર્ઘટનામાં જીવ ગુમાવનાર દીપકના ઘર પર તો દુ:ખનો પહાડ તૂટી પડ્યો છે. દીપકના ભાઈ મૃદુલની ચાર વર્ષ પહેલાં ગંગપુર ચાર રસ્તા પર ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. આજ સુધી આ હત્યાકાંડનો ખુલાસો થઈ શક્યો નથી. તેના પિતા અજયનું પણ અવસાન થઈ ગયું છે. હવે પરિવારમાં માત્ર માં અને બહેન જ બચ્યાં છે. જે સંપૂર્ણ રીતે તૂટી ગયાં છે.

એકસાથે ઊઠી ત્રણ અર્થીઓ, ગામમાં છે માતમ
દુર્ઘટનામાં જીવ ગુમાવનાર ત્રણેય બિઠૂરના ગંગપુર ચકબદા ગામના છે. દુર્ઘટનાના સમાચાર સાંભળી ગામમાં લોકો ભેગા થઈ ગયા હતા. બુધવારે જ્યારે ત્રણેયની એકસાથે અર્થી ઊઠી તો, આખા ગામમાં માતમ ફેલાઈ ગયો. ચારેય તરફ રોક-કકળ થઈ રહી હતી.

Similar Posts