Thursday, April 18, 2024
Google search engine
HomeGujaratછોટાઉદેપુરના કોઝવે પર વરસાદના ધસમસતા પાણીના પ્રવાહમાં કાર તણાઈ, 4 લોકોની જિંદગી...

છોટાઉદેપુરના કોઝવે પર વરસાદના ધસમસતા પાણીના પ્રવાહમાં કાર તણાઈ, 4 લોકોની જિંદગી પાણીમાં અટકી ગઈ

અમદાવાદ: હવામાન વિભાગની આગાહી વચ્ચે સમગ્ર ગુજરાતમાં વરસાદનો બીજો રાઉન્ડ શરૂ થયો છે. છોટાઉદેપુર જિલ્લામાં સાત ઈંચ જેટલો વરસાદ નોંધાયો હતો. હાલોલમાં સવારે છ વાગ્યાથી બપોરના બાર વાગ્યા સુધીમાં છ ઈંચ વરસાદ ખાબક્યો હતો જેના કારણે ગલાબપુરા અને વાંકડિયા ગામ સંપર્ક વિહોણા બન્યા હતા. વડોદરામાં મેઘરાજાની ફરી એકવાર ધમાકેદાર બેટિંગ જોવા મળી હતી.

છોટાઉદેપુરના ગઢબોરીયાદ કાધા લો લેવલ કોઝવેથી એક કાર તણાઈ હતી. વાહન ચાલકે બે વ્યક્તિ અને એક મહિલા કારમાં હોવા છતાં પાણીમાં ચલાવી હતી જેના કારણે કાર પાણીના પ્રવાહમાં તણાઈ ગઈ હતી. જોકે કોઝવેના છેડે કાર ફસાઈ ગઈ હતી.

પાણીના ધસમસતા પ્રવાહમાં કાર તણાઈને 100 મીટર દૂર આવેલા ચેકડેમની પાળ પર અટકી ગઈ હતી. ગ્રામજનોએ મહિલાની સાડીથી દોરડું બનાવી વ્યક્તિઓને બહાર કાઢ્યા હતા. આ કારમાં ચાર સ્કૂલના શિક્ષકો સવાર હતો. આ ચારેય શિક્ષકોનો આબાદ બચાવ થયો હતો. જેનો લાઈવ વીડિયો સામે આવ્યો છે. આ વીડિયો જોઈને તમારા ધબકારા બંધ થઈ જશે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page