Friday, April 19, 2024
Google search engine
HomeRecipeતમે પણ ઉતાવળમાં રોજ સવારે નાસ્તો નથી કરતાં? તો થઈ જાવ સાવધ,...

તમે પણ ઉતાવળમાં રોજ સવારે નાસ્તો નથી કરતાં? તો થઈ જાવ સાવધ, બ્રેન હેમરેજ થઈ શકે છે

અમદાવાદઃ આપણા શરીરમાં મગજ આપણને કામ કરવાની ક્ષમતા આપે છે પરંતુ જરા વિચારો કે મગજને કોઈ મુશ્કેલી આવે છે તો તેની અસર માત્ર આપણાં વિચાર, સ્મૃતિ અને સંવેદના પર પણ પડે છે. આથી જ જરૂરી છે કે આપણે આપણું મગજ સ્વસ્થ રાખીએ. જો મગજ સ્વસ્થ ના રહે તો આપણે બ્રેન ડેમેજનો શિકાર થઈ શકીએ છીએ. પરંતુ તમે વિચાર્યું કે આપણને કેવી રીતે ખ્યાલ આવે કે આપણું મગજ સ્વસ્થ છે કે નહીં. તો આજે અમે તમને જણાવીએ છીએ કે એ ચાર આદતો, જેને કારણે બ્રેન ડેમેજ થઈ શકે છે.

સવારે નાસ્તો ના કરવોઃ આજની ફાસ્ટ લાઈફમાં આપણે ઘણીવાર સવારે નાસ્તો કરતા નથી, જેની સીધી અસર મગજને થાય છે. તેને પૂરતા પોષક તત્વો મળતા નથી. આ સાથે જ આપણું મગજ વ્યવસ્થિત કામ કરી શકતું નથી. આ બધી નકારાત્મક અસરને કારણે બ્રેન ડેમેજ જેવી સમસ્યા થઈ શકે છે.

ફોનનો વધુ પડતો ઉપયોગઃ મોબાઈલ ફોનનો વધુ પડતા ઉપયોગથી ઊંઘ આવતી નથી અને તેને કારણે સ્ટ્રેસ રહે છે. એઈમ્સના રિસર્ચ પ્રમાણે, વધુ પડતો ફોનનો ઉપયોગ બ્રેન ટ્યૂમર થવાની સંભાવના વધારી દે છે.

મીઠું (સોલ્ટ) વધુ ખાવું: રિસર્ચ પ્રમાણે, વધુ મીઠું ખાવાથી અનેક પ્રકારની મુશ્કેલી આવે છે. આ સાથે જ બ્લડ પ્રેશર વધી જાય છે, જેને કારણે તમારી યાદશક્તિ ઓછી થઈ જાય છે અને બ્રેન સ્ટ્રોક આવી શકે છે. આ સ્ટ્રોકને કારણે મગજને નુકસાન પહોંચે છે. આથી જ હંમેશાં મીઠું ઓછું લેવું.

ભૂખ કરતાં વધુ જમવું: વધારે પડતું ભોજન લેવાથી માત્ર વજન જ નથી વધતું પરંતુ તમારા મગજની કાર્યક્ષમતા પણ ઘટી જાય છે. કેલરી વધારે લેવાથી કોઈ પણ વ્યક્તિની યાદશક્તિને અસર થવાની શક્યતા વધી જાય છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page