Friday, July 19, 2024
Google search engine
HomeNationalCBIના અધિકારીઓ પી.ચિદમ્બરના ઘરની દિવાલ કૂદીને ઘરમાં ઘૂસ્યા હતાં

CBIના અધિકારીઓ પી.ચિદમ્બરના ઘરની દિવાલ કૂદીને ઘરમાં ઘૂસ્યા હતાં

નવી દિલ્હી: બુધવારે સાંજે દિલ્હીમાં હાઈ વોલ્ટેજ ડ્રામા સર્જાયો હતો. પૂર્વ કેન્દ્રીય મંત્રી પી.ચિદમ્બરમને સીબીઆઈની ટીમે તેમના ઘરે જઈને ધરપકડ કરી હતી. ગુરૂવારે સીબીઆઈ કોર્ટે ચિદમ્બરમને આઈએનએક્સ મીડિયા કેસમાં 26 ઓગસ્ટ સુધીના રિમાન્ડ મંજૂર કર્યાં છે. આ વચ્ચે હવે ચર્ચા તે સીબીઆઈ ઓફિસરની થઈ રહી છે જેમણે બુધવારે સાંજે દીવાલ કૂદીને પી. ચિદમ્બરમના ઘરમાં ઘુસી ગયા હતાં.

ઉલ્લેખનીય છે કે, બુધવારે પી.ચિદમ્બરમ કોંગ્રેસ ઓફિસમાં સામે આવ્યા હતા. તેમણે પ્રેસ કોન્ફરન્સ કરી અને ત્યાંથી તેઓ પોતાના જોરબાગ સ્થિત ઘરે પહોંચ્યા હતા. તેમની આગોતરા જામીનની અરજી કોર્ટે નકારી કાઢી હતી જેથી સીબીઆઈ તેમની ધરપકડ કરવા માટે શોધી રહી હતી. જોરબાગમાં પી.ચિદમ્બરના ઘરની બહાર મોટી સંખ્યામાં પોલીસ અધિકારીઓ અને ગાર્ડ પહોંચ્યા હતા. પરંતુ સીબીઆઈની ટીમ આવી તો તેમને ઘરની અંદર પ્રવેશ આપવામાં આવ્યો ન હતો.

આખરે ભારે ધક્કા મુક્કી બાદ સીબીઆઈની ટીમ દીવાલ કૂદીને ઘરમાં ઘુસી ગઈ હતી. આઈએનએક્સ કેસની તપાસ કરી રહેલા સીબીઆઈ ઓફિસર આર.પાર્થસારથી ટીમની આગેવાની કરી રહ્યા હતા. તેમણે સૌથી પહેલા ચિદમ્બરમના ઘરની દીવાલ કૂદી અંદર પહોંચી તેમની ધરપકડ કરી CBI ઓફિસ લઈ આવ્યા હતા.

સીબીઆઈમાં કામ કરનારા પૂર્વ અધિકારીઓના મતે સીબીઆઈ ઓફિસર આર.પાર્થસારથી ખૂબ જ શાંત અને કર્તવ્યનિષ્ઠ ઓફિસર છે. તેઓ સીબીઆઈમાં ડેપ્યુટી સુપરિટેન્ડેન્ટ ઓફ પોલીસના પદ ફરજ નિબાવી રહ્યા છે.

આઈએનએક્સ મીડિયા કેસમાં બે વર્ષ પહેલા સીબીઆઈએ ફરિયાદ નોંધી હતી. આ ઘટના 2007માં મની લોન્ડ્રિંગ સાથે જોડાયેલી છે. આ કેસમાં ઈડી પણ તપાસ કરી રહી છે. આઈએનએક્સ મીડિયા ગ્રુપને 305 કરોડ રૂપિયા વિદેશી ફંડિંગ નિયમોને સાઈડમાં રાખીને આપવામાં આવ્યું હતું. તે સમયે UPAની સરકાર હતી. આરોપ છે કે, તત્કાલીન નાણામંત્રી પી. ચિદમ્બર અને તેના પુત્ર કાર્તિ ચિદમ્બરની સંડોવણી છે.

RELATED ARTICLES

3 COMMENTS

  1. ? Wow, this blog is like a fantastic adventure blasting off into the universe of endless possibilities! ? The mind-blowing content here is a captivating for the mind, sparking curiosity at every turn. ? Whether it’s technology, this blog is a treasure trove of exciting insights! #InfinitePossibilities Dive into this cosmic journey of knowledge and let your imagination fly! ? Don’t just enjoy, savor the thrill! #FuelForThought Your brain will thank you for this thrilling joyride through the dimensions of awe! ✨

  2. эффективно,
    Лучшие стоматологи города, для крепких и здоровых зубов,
    Современные методы стоматологии, для вашего удобства,
    Индивидуальный подход к каждому пациенту, для вашей радости и улыбки,
    Инновационные методы стоматологии, для вашего здоровья и красоты улыбки,
    Индивидуальный план лечения и профилактики, для вашего долгосрочного удовлетворения,
    Современное лечение заболеваний полости рта, для вашего здоровья и благополучия
    стоматологія клініка [url=https://stomatologichnaklinikafghy.ivano-frankivsk.ua/]https://stomatologichnaklinikafghy.ivano-frankivsk.ua/[/url] .

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments