Thursday, April 11, 2024
Google search engine
HomeNationalવહુએ સાસુ-સસરાના રૂમમાં કેમેરો મૂક્યો ને અંગત પળોને વાઇરલ કરીને 2 કરોડ...

વહુએ સાસુ-સસરાના રૂમમાં કેમેરો મૂક્યો ને અંગત પળોને વાઇરલ કરીને 2 કરોડ પડાવ્યા

કહેવાય છે કે, વહુ ઘરની લક્ષ્મી હોય છે. તે ઘરે આવતાં ઘરનો વૈભવ વધે છે. પરંતુ ક્યારેક-ક્યારેક કળયુગી વહુ આવી જાય તો, ઘર બરબાદ પણ થઈ જાય છે. આ ઘટના દિલ્હીના લક્ષ્મીનગર વિસ્તારની છે, જે જાણીને તમને વિશ્વાસ નહીં આવે. એક વહુએ તેના જ સાસુ-સસરાના રૂમમાં સંતાડીને કેમેરા લગાવી દીધો. ત્યારબાદ બંનેના આપત્તિજનક વીડિયો તેમાં રેકોર્ડ કરી લીધા. એટલું જ નહીં, તે પરિવારને બ્લેકમેલ કરીને મોટો કાંડ પણ કરી ગઈ.

વાસ્તવમાં દિલ્હીના લક્ષ્મીનગર વિસ્તારમાં એક દંપતિ તેમના બે દીકરા, વહુ અને પૌત્રો-પૌત્રીઓ સાથે રહેતું હતું. તેમના પરિવારનો ચાંદની ચોક વિસ્તારમાં સોના-હીરાનો જ્વેલરી બિઝનેસ છે. તેમના એક દીકરાનાં લગ્ન ચાર વર્ષ પહેલાં થયાં હતાં. પરંતુ લગ્ન બાદથી જ વહુનો વ્યવહાર બરાબર લાગતો નહોંતો. તે પતિ સાથે સરખી રીતે વાત નહોંતી કરતી અને બંને અલગ-અલગ ઓરડામાં સૂતાં હતાં.

પરિણીત મહિલાને હતો પ્રેમી
ત્યારબાદ 5 સપ્ટેબરે પતિએ તેની પત્નીના મોબાઈલમાં એક અશ્લીલ મેસેજ જોયો. આ જોઈએ તે ચોંકી ગયો. ત્યારબાદ તેણે પત્નીના ચેટ મેસેજ વાંચવાના શરૂ કર્યા. ત્યારબાદ તેને ખબર પડી કે, તેની પત્નીનું કોઈ સાથે અફેર ચાલી રહ્યું છે. તેણે તરત જ પત્નીને મેસેજ મોકલનાર વ્યક્તિનો સંપર્ક કર્યો. તે વ્યક્તિએ પતિને બધી જ સચ્ચાઈ જણાવી દીધી કે, તે તેની પત્નીનો પ્રેમી છે.

પતિએ પકડી તો જ્વેલરી અને કેશ લઈને ભાગી
વહુનો ભાંડો ફૂટતાં ઘરમાં હોબાળો થઈ ગયો. બીજી તરફ પ્રેમીએ પણ પ્રેમિકાને કહી દીધું કે, તેનો પતિ તેને મળવા આવ્યો હતો. હવે વહુને ખબર પડી ગઈ હતી કે, તે આ ઘરમાં શાંતિથી રહી શકે તેમ નથી. આ કારણે તેણે ઘરમાં મૂકેલ 2 કરોડની જ્વેલરી અને દોઢ લાખ રૂપિયા કેશ ચોરી લીધા અને પછી તે તેના બૉયફ્રેન્ડ સાથે ભાગી ગઈ.

બનાવ્યો સાસુ-સસરાનો અશ્લીલ વીડિયો
આ કહાની અહીં ખતમ નથી થઈ. સાસરીમાંથી પૈસા લઈને ભાગ્યા બાદ વહુએ તેના પતિને ફોન કર્યો. તેણે કહ્યું કે, મેં તારાં મા-બાપના રૂમમાં એક કેમેરા સંતાડ્યો હતો. જેમાં તારા મમ્મી-પપ્પાના ગંદા વીડિયો રેકોર્ડ કરેલા છે. જો પોલીસને મારા વિશે કહેશો તો આ વીડિયો હું સોશિયલ મીડિયામાં વાયરલ કરી તને બદનામ કરી દઈશ.

પત્નીને વાતો સાંભળીને પતિ દંગ થઈ ગયો. તે માતા-પિતાના ઓરડામાં ગયો અને શોધખોળ કરી. ત્યાં તેને એક કેમેરા અને રેકોર્ડર લગાવેલાં મળ્યાં. ત્યારબાદ તેણે પોલીસને બધી જ માહિતી આપી અને તે મહિલા અને તેના પ્રેમી વિરૂદ્ધ કેસ દાખલ કર્યો. અત્યારે પોલીસ એ પ્રેમી અને પ્રેમિકાને શોધી રહી છે.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page