Wednesday, April 17, 2024
Google search engine
HomeFeature Rightમેકઅપવાળો ચહેરો સુંદર રાખવા દુલ્હને માસ્ક ન પહેર્યું તો પોલીસે કર્યાં આવા...

મેકઅપવાળો ચહેરો સુંદર રાખવા દુલ્હને માસ્ક ન પહેર્યું તો પોલીસે કર્યાં આવા હાલ, જુઓ તસવીરો

ચંદીગઢ: બુધવારે ચંદીગઢમાં રામનવમી પર એક દિવસનું લોકડાઉન લગાવવામાં આવ્યું હતું. આ દરમિયાન લોકો પર પોલીસે કડક કાર્યવાહી કરી હતી. સેક્ટર 8/9ની લાઈટ પોઈન્ટ પર કાર સવાર દુલ્હનને મેકઅપ બચાવવા માટે માસ્ક નહીં પહેરવાનું ભારે પડ્યું હતું. લાઈટ વિસ્તારમાં દુલ્હનની ગાડીને ચંદીગઢ પોલીસે રોકી હતી અને માસ્ક વગર બેઠેલી દુલ્હનને પોલીસે દંડ ફટકાર્યો હતો. પોલીસે દુલ્હનને 1 હજાર રૂપિયાનું ચલણ આપ્યું હતું. આ દરમિયાન પરિવારજનો પોલીસને વિનંતી કરતાં રહ્યાં કે, મેકઅપને કારણે દુલ્હને માસ્ક પહેર્યું નથી. પરંતુ પોલીસે દુલ્હનના પરિવારજનોનું કંઈ સાંભળ્યું જ નહીં ને કોવિડ-19ના નિયમો પ્રમાણે, ચલણ ફાડીને 1 હજાર રૂપિયા દંડ ફટકાર્યો હતો.

પોલીસ સુત્રો પ્રમાણે, આ ઘટના બુધવારે બપોરની છે. સેક્ટર 3 પોલીસ વિસ્તારની હદમાં તૈનાત એએસઆઈ જીતેન્દર સિંહની આગેવાની હેઠળ સેક્ટર 8/9ના લાઈટ પોઈન્ટ પર પોલીસ બંદોબસ્ત ગોઠવ્યો હતો. આ દરમિયાન તે સમયે એક કાર પસાર થઈ રહી હતી જેમાં દુલ્હન સવાર હતી. આ કારને તૈનાત પોલીસે રોકી હતી.

કારની આગળની જ સીટમાં દુલ્હન માસ્ક વગર બેઠી હતી. પોલીસે તાત્કાલિક કારને રોકી હતી અને તપાસમાં માલુમ પડ્યું હતું કે, દુલ્હન પંજાબના ખન્નાથી આવી હતી અને સેક્ટર-8માં આવેલા ગુરૂદ્વારાએ જઈ રહી હતી.

દુલ્હનને ગુરૂદ્વારા લઈને જઈ રહેલ તેના ભાઈએ કહ્યું કે, મેકઅપ વધારે હોવાને કારણે માસ્ક પહેર્યું નથી. જો દુલ્હન માસ્ક પહેરશે તો તેનો મેકઅપ ખરાબ થઈ જશે એટલે માસ્ક પહેર્યું નથી પરંતુ પોલીસ કંઈ સાંભળ્યું જ નહીં અને દુલ્હન સામે કોવિડ-19ના નિયમ પ્રમાણે કાયદેસરની કાર્યવાહી કરી હતી.

કપડાં અને મેકઅપ ખરાબ ન થાય તે માટે તેને આગળની સીટમાં દુલ્હનને બેસાડવામાં આવી હતી પરંતુ દુલ્હને માસ્ક પહેર્યું નહતું. પોલીસે કહ્યું કે, નિયમ બધાં માટે સરખા જ હોય, આમાં કોઈની ભલામણ નહીં ચાલે. પોલીસે દુલ્હનના પરિવારજનોનું કંઈ સાંભળ્યું જ નહીં ને એક હજાર રૂપિયાનું ચલણ ફાડીને દંડ ફટકાર્યો હતો.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page