Friday, July 19, 2024
Google search engine
HomeNationalISROની આ 2 મહિલાઓનો ચંદ્રયાન-2 મિશનમાં છે સૌથી મોટો રોલ? જાણો તેમના...

ISROની આ 2 મહિલાઓનો ચંદ્રયાન-2 મિશનમાં છે સૌથી મોટો રોલ? જાણો તેમના વિશે

નવી દિલ્હી: ભારતના મહાત્વાકાંક્ષી મિશન ચંદ્રયાન 2 શુક્રવાર મોડી રાતે ચંદ્રની સપાટીથી માત્ર 2.1 કિલોમીટરના અંતરે આવીને પોતાનો રસ્તો ભૂલી ગયું હતું. લેન્ડર વિક્રમને મોડી રાત્રે લગભગ 1:38 વાગ્યે ચંદ્રની સપાટી પર લાવવાનો પ્રયાસ શરૂ કરવામાં આવ્યો હતો પરંતુ ચંદ્રની સપાટી પર પહોંચવાના 2.1 કિમી પહેલાં જ તેનો ઈસરો (ISRO) સાથે સંપર્ક તૂટી ગયો હતો. ચંદ્રયાન 2ને સફળ બનાવવામાં આખી ટીમ ઘણાં દિવસોથી કામે લાગી હતી. જેમાં બે મહિલાઓના પણ નામ છે.


આ ISROની રોકેટ વુમેન છે. જેમણે ચંદ્ર પર ભારતનો દબદબો યથાવત રાખવાના સપનાને સાચું કર્યું છે. આ સપનાને ખાતિર બંનેએ દિવસ રાત એક કરી દીધાં હતાં. તેમાં પહેલું નામ છે મુથય્યા વનીથાનું જે મિશનની પ્રોજેક્ટ ડાયરેક્ટર છે. તો બીજી તરફ રિતુ કરિધલ છે જે ચંદ્રયાન 2ની મિશન ડાયરેક્ટર છે.


મુથય્યા વનીથા સેટેલાઇટ કોમ્યુનિકેશનની એક્સપર્ટ છે. તે ચંદ્રયાન 2 મિશન પહેલાં ભારતના પહેલા રિમોટ સેંસિંગ સેટેલાઇટ પ્રોજેક્ટ Cartosat 1 અને Oceansat-2 પ્રોજેક્ટની ડેપ્યુટી પ્રોજેક્ટ ડાયરેક્ટર રહી છે. વનિથા ગત 32 વર્ષથી ઈસરો સાથે કામ કરી રહી છે. તે મંગલયાન મિશન સાથે જોડાયેલી રહે છે.


ઉંમરના 40માં પડાવમાં પ્રવેશી ચૂકેલી મુથાયા વનિતા ઈસરોમાં પોતાના કામથી મોટી ઓળખ બનાવી છે. ચંદ્રયાન 2 મિશનમાં તે પહેલી મહિલા પ્રોજેક્ટ ડાયરેક્ટર બની હતી. ઈલેક્ટ્રોનિક સિસ્ટમ એન્જીનિયર મુથાયાએ આ પહેલાં રિમોટ સેંસિંગ સેટેલાઈટસ દ્વારા ડેટા ઓપરેશન્સમાં મહત્વપૂર્ણ કામ કરી ચૂકી છે. ઈસરોના ચેરમેન ડો. કે સિવને મીડિયાને આપેલા નિવેદનમાં કહ્યું હતું કે, ઈસરોમાં લિંગભેદ બિલકુલ નથી. દરેક કાબેલ વ્યક્તિને સારું કામ કરવાની તક મળે છે. ચંદ્રયાન 2માં 30 ટકા મહિલા વૈજ્ઞાનિક તેનું ઉદાહરણ છે.


બીજી તરફ ચંદ્રયાન 2 મિશન ડાયરેક્ટર રિતુ કરિધલ મંગલયાન મિશનની ડેપ્યુટી ઓપરેશન્સ ડાયરેક્ટર હતી. તેમણે ચંદ્રયાન 2ના સફળ ટેસ્ટિંગના સમયે એક ઈન્ટરવ્યુંમાં કહ્યું હતું કે, મોટાભાગે કહેવામાં આવે છે કે Men are from mars and women are from venus (પુરૂષ મંગળ ગ્રહ પરથી આવે છે અને મહિલાઓ શુક્ર ગ્રહથી આવે છે) પછી મંગળ અભિયાનની આ સફળતા બાદ ઘણાં લોકો મહિલા વૈજ્ઞાનિકોને ‘મંગળની મહિલાઓ’ કહેવા લાગ્યા છે.


1997થી ઇસરોની સાથે કામ કરી રહેલી રિતુ કરિધલને 2007માં પૂર્વ રાષ્ટ્રપતિ એપીજે અબ્દુલ કલામ દ્વારા ઈસરોના પ્રતિષ્ઠિત યંગ સાઇંટિસ્ટ એવોર્ડ પણ મળી ચૂક્યો છે.

RELATED ARTICLES

3 COMMENTS

  1. ? Wow, this blog is like a rocket launching into the galaxy of endless possibilities! ? The mind-blowing content here is a thrilling for the imagination, sparking curiosity at every turn. ? Whether it’s inspiration, this blog is a source of exciting insights! #InfinitePossibilities Embark into this cosmic journey of knowledge and let your thoughts fly! ? Don’t just read, savor the excitement! #FuelForThought Your mind will thank you for this exciting journey through the worlds of discovery! ✨

  2. Oh my goodness! Impressive article dude! Thank you,
    However I am going through difficulties with your RSS. I
    don’t understand why I cannot join it. Is there anyone else getting the same RSS problems?
    Anyone that knows the solution can you kindly respond?
    Thanks!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments