Tuesday, April 9, 2024
Google search engine
HomeSportsખૂબ જ ગ્લેમરસ છે ફાસ્ટ બોલર દિપક ચાહરની નાની બહેન, જાણો શું...

ખૂબ જ ગ્લેમરસ છે ફાસ્ટ બોલર દિપક ચાહરની નાની બહેન, જાણો શું કરે છે કામ?

આઈપીએલમાં હાલ કાંટાની ટક્કર ચાલી રહી છે. બુધવારે રમાયેલી મેચમાં ચેન્નાઈ સુપર કિંગ્સે કોલકાતા નાઈટ રાઈડર્સને 18 રનોથી હરાવ્યું હતું. આ મેચમાં ચેન્નાઈના ફાસ્ટ બોલર દીપક ચાહરે જબરદસ્ત બોલિંગ કરી 4 ઓવરમાં 29 રન આપીને 4 વિકેટ ઝડપી હતી. મેચ દરમિયાન દીપક ચાહરની બહેને વિરોધી ટીમને લઈને એક નોટી કમેન્ટ કરી હતી, જેને લઈને ટ્વિટર પર કમેન્ટ્સનો વરસાદ થયો હતો.

દીપક ચાહરની બહેન માલતી ચાહર ચેન્નાઈ સુપર કિંગ્સની મોટી ફેન છે. બુધવારે કોલકાતા સામેની મેચ પહેલાં તેણે એક પીળા રંગના કપડાં પહેરેલો ફોટો શેર કર્યો હતો, જેમાં તે ચેન્નાઈની ટીમને સપોર્ટ કરતી દેખાઈ હતી. મેચ દરમિયાન જ્યારે દીપક ચાહર વિકેટ લઈ રહ્યો હતો ત્યારે માલતી ચાહરે એક ટ્વિટ કરીને લખ્યું હતું- “ભાઈ લઈ રહ્યો છે કોલકાતાની…. વિકેટ”. માલતી ચાહરની આ ટ્વિટ પછી ફેન્સે તેને ખૂબ ટ્રોલ કરી હતી .

દીપક ચાહરની નાની બહેન માલતી ચાહર સુપર મોડેલ અને અભિનેત્રી છે. તે ‘મિસ દિલ્હી’ કૉન્ટેસ્ટમાં સેકન્ડ રનર-અપ રહી ચૂકી છે. તે ‘સાડ્ડા જલવા’ સોંગમાં નજર આવી હતી.

માલતી સુંદરતામાં ભલીભલી અભિનેત્રીઓને ટક્કર આપે છે. તે પોતાને ફીટ રાખવા માટે જિમમાં ઘણો સમય વિતાવે છે. માલતી ચાહરે હજી સુધી લગ્ન કર્યા નથી.

માલતી ચાહર સૌ પહેલાં આઈપીએલ 2018 દરમિયાન ચર્ચામાં આવી હતી. ત્યારે તે ટીવી પર ચેન્નાઈ સુપર કિંગ્સની જીત પર ખુશ અને હાર પર રડતી જોવા મળતી હતી. લાઈમ લાઈટમાં આવતા માલતીના ફોલોવર્સ અચાનક વધી ગયા હતા. હાલ તેના ઈન્સ્ટાગ્રામ પર 4.4 લાખથી વધુ ફોલોવર્સ છે.

માલતીને 2018માં મિસ્ટ્રી ગર્લ કહેવામાં આવતી હતી. એ વખતે એવી ચર્ચા વહેતી થઈ હતી કે આ મિસ્ટ્રી ગર્લ ધોનીની પત્ની સાક્ષીની સારી મિત્ર છે. અને એટલા માટે જ આઈપીએલની મેચ જોવા માટે આવે છે. જોકે બાદમાં ખુલાસો થયો હતો કે આ મિસ્ટ્રી ગર્લ બીજું કોઈ નહીં પણ દિપક ચાહરની બહેન છે.

બાદમાં માલતી ચાહર ભાઈ દિપક સાથે કપિલના શૉમાં પણ દેખાઈ ચૂકી છે. માલતીનો ફેવરિટ ક્રિકેટર ચેન્નાઈ સુપર કિંગ્સનો કેપ્ટન મહેન્દ્રસિંહ ધોની છે. તે દીપક સાથે પહેલી વખત ધોનીને મળી હતી.

માલતી સોશ્યિલ મીડિયામાં પણ ખૂબ એક્ટિવ રહે છે. તે અનેક વખત પોતાના હોટ ફોટો પણ શેર કરતી રહે છે. એટલું જ નહીં તે ભાઈ દીપક સાથે પણ પોતાના ફોટો સોશ્યલ મીડિયામાં પોસ્ટ કરતી રહે છે.

માલતી સોશ્યિલ મીડિયા પર ભાઈનો બચાવ પણ કરતી જોવા મળે છે. થોડાક દિવસ પહેલાં વિકિપીડિયાએ દીપક ચાહરની ઉંમર 48 વર્ષ દેખાડી હતી. જ્યારે તેની સાચી ઉંમર 28 વર્ષ છે. વિકિપીડિયાની આ ભૂલને માલતીએ પોતોના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર પોસ્ટ કરી હતી. જેના કેપ્શનમાં તેણે લખ્યું હતું-‘વિકિપીડિયાના કારણે….દીપક મારાથી મોટો છે. 48ની ઉંમરમાં આટલો ફીટ ખેલાડી’

સોશ્યિય મીડિયામાં માલતીની તસવીરો દીપક સાથે જ નહીં પણ કઝિન રાહુલ ચાહર સાથે પણ જોવા મળે છે. નોંધનીય છે કે રાહુલ ચાહર દીપક ચાહરના કાકાનો દીકરો છે. રક્ષાબંધન પર માલતી દીપક અને રાહુલ બંનને રાખડી બાંધતી હોય તેવી તસવીરો પણ સામે આવી હતી.

ઉલ્લેખનીય છે કે રાજસ્થાન માટે ડોમેસ્ટિક ક્રિકેટ અને ચેન્નાઈ માટે આઈપીએલ રમતા દીપકનો જન્મ યુપીના આગ્રામાં થયો હતો. દીપિકના પિતા લોકેન્દ્રસિંહ એરફોર્સના નિવૃત અધિકારી છે. તેમણે 12 વર્ષના દીપકને ક્રિકેટ રમતી વખતે સૌ પહેલાં તેનામાં ટેલેન્ટ જોઈ હતી. દીપકના પિતાએ બચત કરેલી મૂડીમાં આગ્રામાં એક ટર્ફ અને એક કોંક્રિટ પીચ બનાવી હતી. જેના પર દીપકે ઓછામાં ઓછા 1 લાખ બોલ ફેંક્યા હશે. જેના કારણે જ તે આજે ખતરનાક બોલર બન્યો છે.

દીપક પહેલી વખત લાઈમલાઈટમાં વર્ષ 2010માં આવ્યો હતો. તેણે રાજસ્થાન તરફથી કરિયરની પહેલી ફર્સ્ટ ક્લાસ મેચ રમતાં હૈદરાબાદ સામે 7.3 ઓવરમાં 10 રન આપી 8 વિકેટ ઝડપી હતી. જેના કારણે હૈદરાબાદની ટીમ 21 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી.

માલતી સોશ્યિલ મીડિયામાં ખૂબ જ એક્ટિવ છે.

RELATED ARTICLES

5 COMMENTS

  1. ? Wow, this blog is like a rocket blasting off into the galaxy of wonder! ? The thrilling content here is a captivating for the imagination, sparking awe at every turn. ? Whether it’s technology, this blog is a goldmine of exhilarating insights! #AdventureAwaits Dive into this exciting adventure of knowledge and let your imagination soar! ✨ Don’t just explore, immerse yourself in the excitement! ? Your brain will thank you for this thrilling joyride through the realms of discovery! ?

  2. ? Wow, this blog is like a fantastic adventure blasting off into the universe of wonder! ? The mind-blowing content here is a captivating for the imagination, sparking awe at every turn. ? Whether it’s lifestyle, this blog is a treasure trove of exhilarating insights! #MindBlown Embark into this exciting adventure of imagination and let your imagination soar! ? Don’t just explore, savor the excitement! #FuelForThought Your mind will be grateful for this exciting journey through the worlds of endless wonder! ?

  3. I engaged in this online casino platform and secured a substantial cash prize. However, afterward, my mom fell seriously ill, and I had to withdraw some earnings from my casino account. Regrettably, I faced problems and was unable to complete the withdrawal. Tragically, my mother passed away due to such online casino. I urgently request for your support in reporting this platform. Please help me out in seeking justice, so that others won’t have to the grief I’m going through today, and stop them from experiencing the same heartache. ???

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page