Friday, July 19, 2024
Google search engine
HomeSportsજાડેજાએ સિક્સનો વરસાદ કરતાં ખુશખુશાલ થઈ ગયા રીવાબા, સ્ટેડિયમમાં 'બાપુ બાપુ'ની ધૂમ

જાડેજાએ સિક્સનો વરસાદ કરતાં ખુશખુશાલ થઈ ગયા રીવાબા, સ્ટેડિયમમાં ‘બાપુ બાપુ’ની ધૂમ

હાલની આઈપીએલમાં રવિન્દ્ર જાડેજા ધમાકો મચાવી રહ્યો છે. તેમાં પણ બાપુએ બેંગ્લોર સામેની મેચમાં છેલ્લી ઓવરમાં 5 સિક્સ ફટકારી 37 રન ઝૂંડી કાઢતાં ચાહકો ખુશખુશ થઈ ગયા છે. બેંગ્લોર અને ચેન્નાઈની આ મેચમાં બસ ફક્ત જાડેજા જ છવાઈ ગયો હતો. જાડેજાનું ધમાકેદાર પર્ફોર્મન્સ જોઈને બધા ઝૂમી ઉઠ્યા હતા. સ્ટેડિયમમા બેસીને મેચ જોતા પત્ની રીવાબા અને દીકરી પણ હાથ ઉચા કરીને કરીને ઉત્સાહ વધાર્યો હતો.

ચેન્નાઈ-બેગ્લોર વચ્ચે રમાયેલી હાઈવોલ્ટેજ મેચમાં જાડેજાએ 28 બોલમાં 62 રન ફટકાર્યા હતા. એટલું જ નહીં તેણે બોલિંગથી પણ કમાલ કરતાં 4 ઓવરમાં 13 રન આપી 3 વિકેટ ઝડપી હતી. એક ખેલાડીને રન આઉટ પણ કર્યો હતો.

આ મેચમાં 20મી ઓવર ખાસ હતી. આઈપીએલની હાલની સિઝનનો સૌથી સફળ અને ખતરનાક બોલર હર્ષલ પટેલ બેંગ્લોર તરફથી 20મી ઓવર ફેંકવા આવ્યો હતો. પણ આજનો દિવસ જાડેજાનો હતો. તેણે એક પછી એક ઓવરમાં 5 સિક્સ અને 1 ફોર ફટકારી કુલ 37 રન ઝૂડી કાઢ્યા હતા.

20મી ઓવરમાં પતિએ જેવી પાંચમી સિક્સ ફટકારી સ્ટેડિયમમાં બેઠેલા રીવાબા ઉછળી પળ્યા હતા. તેમની દીકરી પણ તાળીઓ પાડી માતાને વળગી પડી હતી. રીવાબાએ પણ તાળીઓ પાડી અને હાથ ઉંચા કરી ચિયર્સ-અપ કર્યું હતું. બંને માતા-દીકરીના ચહેરા પર અપાર ખુશીઓ વર્તાતી હતી.

જાડેજાએ રીવાબા સોલંકી સાથે 17 એપ્રિલ 2016ના રોજ રાજકોટમાં ધામધૂમથી લગ્ન કર્યા હતા. રવિન્દ્ર જાડેજાના બહેને રીવાબાની તસવીર મોકલાવી હતી ત્યારે પ્રથમ નજરમાં જ રીવાબા રવિન્દ્રને ગમી ગયા હતા. બાદમાં રીવાબા ભાજપમાં જોડાયા હતા.

રવિન્દ્ર જાડેજાને બધા ‘સર’ કરીને બોલાવે છે. ખુબ પ્રધાનમંત્રી મોદીએ પણ તેને સર કહીને બોલાવ્યા હતા. રવિન્દ્રના બહેને એક ઈન્ટરવ્યૂમાં કહ્યુ હતું કે, રવિન્દ્ર ખૂબ જ શર્માળ છે, જ્યારે તેમના સાથીઓ તેને ‘સર’ કહે છે કે ત્યારે તે અસહજતા અનુભવવા લાગે છે.

હાલમાં રવિન્દ્ર અને રીવાબાની પાંચમી મેરેજ એનિવર્સરી હતી. જેમાં તેમણે સમાજની 34 કન્યાઓને 4 નંગ સોનાના ખડગ ભેટ આપવાની જાહેરાત કરી હતી. રિવાબાએ જણાવ્યું હતું કે, સમાજમાં જરૂરિયાતમંદ લોકોને હંમેશા માટે હું મદદ કરું તેવું મારું સપનું છે અને હાલ એજ સપનાં સાથે હું આગળ દોડી રહી છું.

રવિન્દ્ર જાડેજાની આજની સફળતા પાછળ અનેક વર્ષોનો સંઘર્ષ છે. 6 ડિસેમ્બર, 1988ના રોજ જન્મેલા રવિન્દ્ર જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા આર્મીમાં હતા. ઈજાના કારણે તેમને આર્મી છોડીને સિક્યુરિટી ગાર્ડની નોકરી કરવી પડી હતી. પિતા ઈચ્છતા હતા કે તેમનો પુત્ર આર્મી જોઈન કરે, પણ રવિન્દ્રને ક્રિકેટમાં વધુ રસ હતો. રવિન્દ્ર જાડેજા તેમના માતા લતાબેનની ખૂબ નજીક હતો. જ્યારે તેમનું નિધન થયું ત્યારે રવિન્દ્ર જાડેજાની ઉંમર માત્ર 17 વર્ષની હતી. માતાના નિધનથી દુ:ખી જાડેજાએ ક્રિકેટમાં રસ લેવાનો ઓછો કરી દીધો હતો. પણ તેમની મોટી બહેન તેમને સંભાળી લીધો અને રમવા માટે તૈયાર કર્યો.

જે વર્ષે રવિન્દ્રની માતાનું નિધન થયું એ વર્ષે તેની પસંદગી સૌરાષ્ટ્રની અન્ડર-14ની ટીમમાં થઈ હતી. રવિન્દ્રએ પહેલી જ મેચમાં 4 વિકેટ ઝડપી હતી અને 87 રન બનાવયા હતા. બાદમાં રવિન્દ્રના શાનદારના પ્રદર્શનના કારણે તેને અન્ડર-19ની ટીમ ઈન્ડિયાની ટીમમાં સ્થાન મળ્યું હતું. જાડેજાએ પોતાનું ઈન્ટરનેશનલ ડેબ્યૂ 8 ફેબ્રુઆરી, 2009ના રોજ શ્રીલંકા સામે કર્યું હતું. વન-ડે રેન્કિંગમાં નંબર વનનું સ્થાન મેળવનાર અનિલ કુંબલે પછી રવિન્દ્ર જાડેજા એક માત્ર બોલર છે. રવિન્દ્ર જાડેજા એક માત્ર એવો ખેલાડી છે, જેણે ડોમેસ્ટિક ક્રિકેટમાં ત્રણ વખત 300થી વધુ રન બનાવ્યા છે.

રવિન્દ્ર જાડેજાનું રાજકોટ-જામનગર હાઈવ પર એક ફાર્મ હાઉસ પણ છે. જાડેજા નવરાશની પળોમાં આ ફાર્મમાં આવીને આરામ કરે છે. જાડેજાને ઘોડેસવારી અને તલવારબાજીનો ખૂબ શોખ છે. તેની પાસે અંદાજે 6થી વધુ જાતવાન ઘોડા છે. ઘોડા પ્રત્યેના પ્રેમના કારણે જ તેણે હાથ પર ઘોડાનું ટેટ્ટુ દોરાવ્યું છે.

રવિન્દ્ર જાડેજાએ રાજકોટના પોશ એરિયામાં જડ્ડુ ફૂડ ફીલ્ડ કરીને એક રેસ્ટોરન્ટ પણ શરૂ કરી છે. આ રેસ્ટોરન્ટ શરૂ થઈ ત્યાર પછીના થોડા દિવસોમાં ધોની સહિતના ક્રિકેટરોએ મુલાકાત લીધી હતી.

RELATED ARTICLES

4 COMMENTS

 1. ? Wow, this blog is like a cosmic journey launching into the galaxy of wonder! ? The mind-blowing content here is a rollercoaster ride for the imagination, sparking awe at every turn. ? Whether it’s technology, this blog is a goldmine of exciting insights! #AdventureAwaits ? into this cosmic journey of imagination and let your imagination soar! ✨ Don’t just explore, experience the thrill! #FuelForThought Your brain will be grateful for this thrilling joyride through the worlds of awe! ?

 2. I do not know if it’s just me or if everyone else encountering problems with your blog.
  It appears as if some of the text on your content are running off the screen. Can someone else
  please comment and let me know if this is happening to them as
  well? This may be a issue with my browser because I’ve had this happen previously.
  Thanks

 3. Having read this I believed it was extremely enlightening.
  I appreciate you taking the time and effort to put this information together.

  I once again find myself spending a lot of time both reading and commenting.
  But so what, it was still worthwhile!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments