Friday, April 12, 2024
Google search engine
HomeNationalપતિ રોજ અપ્રાકૃતિક સેક્સ માણતો, પત્નીએ કુહાડીના ઘા ઝીંકીને પ્રાઇવેટ પાર્ટ કાપી...

પતિ રોજ અપ્રાકૃતિક સેક્સ માણતો, પત્નીએ કુહાડીના ઘા ઝીંકીને પ્રાઇવેટ પાર્ટ કાપી નાખ્યો

એક ખૂબ જ શોકિંગ બનાવ સામે આવ્યો છે. જેમાં પત્નીએ પતિની કુહાડીથી ઘાતકી હત્યા કરી નાખી હતી. પતિએ વારંવાર અપ્રાકૃતિક સેક્સ માણવાનું કહેતો હતો. જેથી પત્નીએ ગુસ્સામાં આવીને કુહાડીથી પતિનો પ્રાઇવેટ પાર્ટ કાપીને ઉપરાછાપરી કુહાડીના ઘા ઝીંકી દીધા હતા. પોલીસે આરોપી મહિલાની ધરપકડ કરી લીધી હતી. મહિલાએ એવું પણ કહ્યું હતું કે પતિ તેને કાળી કાળી કહીને ચીડવતો હતો. પત્નીએ આખી રાત પતિની લાશ પાસે રાત વિતાવી હતી.

બેડરૂમમાં લોહીથી લથપથ લાશ પડી હતીઃ સૂત્રોના જણાવ્યા પ્રમાણે, સવારે સાડા છ વાગે પોલીસને માહિતી મળી હતી કે છત્તીસગઢના કાપસી જિલ્લાના સતનામી પારામાં અનંત સોનવાની નામના યુવાનની હત્યા કરવામાં આવી છે. પોલીસ ઘટનાસ્થળે પહોંચી ત્યારે અનંતની લાશ તેના બેડરૂમમાં લોહીથી લથપથ હાલતમાં હતી. ધારદાર હથિયારથી ગળા, ગાલ, પેટ તથા પ્રાઇવેટ પાર્ટમાં ઘાના નિશાનો હતા.

પત્ની પર શંકા જતા ભાંડો ફૂટ્યોઃ પોલીસે લાશને પોસ્ટમોર્ટમમાં આપીને પરિવારની પૂછપરછ કરી હતી. આ દરમિયાન અનંતની પત્ની સંગીતાની પૂછપરછ કરવામાં આવી તો તેણે ગોળગોળ જવાબ આપ્યા હતા. પોલીસને શંકા જતા કડકાઈથી પૂછપરછ કરી હતી ત્યારબાદ સંગીતાએ પતિની હત્યા કરી હોવાનું કબૂલ્યું હતું. આ સાથે જ કયું હથિયાર વાપર્યું તેની માહિતી પણ આપી હતી.

પત્નીને માર મારતો હતોઃ સંગીતાએ કહ્યું હતું કે અનંત અવારનવાર અપ્રાકૃતિક સેક્સ કરતો હતો અને કાળી હોવાનું મેણું મારતો હતો. આ ઉપરાંત તે પુરુષ જેવી દેખાતી હોવાની વાતો કરતો હતો. માર પણ મારતો હતો. ઘટનાની રાત્રે આ અંગે જ વિવાદ થયો હતો અને અનંતે ફરીવાર અપ્રાકૃતિક સેક્સ માણ્યું તો ગુસ્સામાં આવેલી સંગીતાએ ઘરમાં રાખેલી કુહાડીથી પતિની હત્યા કરી નાખી હતી

પોલીસે હથિયાર જપ્ત કર્યુંઃ સંગીતાએ કુહાડથી પ્રાઇવેટ પાર્ટ કાપી નાખ્યો હતો અને એક પછી એક અનેક પ્રહારો કર્યા હતા. અનંતનું ઘટનાસ્થળે જ મોત થઈ ગયું હતું. સંગીતાએ પછી કુહાડી કૂવામાં ફેંકી દીધી હતી. જ્યારે લોહીવાળી સાડી પલંગની નીચે છુપાવી દીધી હતી. પોલીસે આ બંને વસ્તુ જપ્ત કરી લીધી છે. સંગીતા હાલમાં જેલના સળિયા પાછળ છે.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page