હાઈપ્રોફાઈલ સેક્સ રેકેટ ઝડપાયું, અલગ અલગ રૂમમાંથી મળી આવી 11 કોલગર્લ

ફાઈવ સ્ટાર હોટેલમાં હાઈ પ્રોફાઈલ સેક્સ રેકેટનો પર્દાફાશ થયો છે. દેશના અલગ અલગ રાજ્યોમાંથી સુંદરીઓ આ ફાઈવ સ્ટાર હોટલમાં બોલાવવામાં આવી હતી. જે પૈસાદાર ગ્રાહકોનો શારીરિક ભૂખ મિટાવવાનું કામ કરતી હતી. પોલીસે રેડ પાડીને આ હાઈફાઈ અને મોટાઘરની ફેશનેબલ કોલગર્લને ઝડપી પાડી છે.

પ્રાપ્ત વિગત મુજબ છતીસગઢની રાજધાની રાયપુરમાં ફાઈવ સ્ટાર હોટેલ હયાતમાં પોલીસે રેડ પાડી હતી. પોલીસે રેડ પાડતાં હોટેલમાં અફરાતફરી મચી ગઈ હતી. પોલીસે હોટેલમાંથી 11 યુવતીઓની ધરપકડ કરી હતી. જે તમામને પોલીસ સ્ટેશનમાં લાવીને પૂછપરછ સહિતની આગળની કાર્યવાહી કરવામાં આવી હતી.

રેડમાં અલગ અલગ રૂમમાંથી કુલ 11 યુવતીઓ ઝડપાઈ હતી. પોલીસના કહેવા મુજબ આ યુવતીઓ ગુજરાત, હરિયાણા, દિલ્હી, બેંગલુરુ, કોલકાતા અને નેપાળથી રાયપુર પહોંચી હતી. પોલીસે હોટેલના કર્મચારીઓની પણ અટકાયત કરી પૂછપછર હાથ ધરી હતી.

પોલીસ અધિકારી ભાવેશ ગૌતમે જણાવ્યું હતું કે તેલીબાંધા વિસ્તાર સ્થિત ફાઈવ સ્ટાર હોટેલ હયાતમાં પોલીસે રેડ પાડી હતી. જેમાં દલાલ સહિત પોલીસે 11 યુવતીઓની ધરપકડ કરી છે. આ અંગે પોલીસ ટૂંક સમયમાં વધુ જાણકારી આપશે.

Similar Posts