|

અમદાવાદ: બસ ડ્રાઈવરને નશો કરેલા એક્ટિવા ચાલકે બસમાં ચઢીને 7 ફડાકા ઝિંકી દીધા

નસવાડીઃ છોટાઉદેપુરથી અમદાવાદ અને અમદાવાદથી છોટાઉદેપુર ST બસ ચાલી રહી છે. જે એસટી બસ મંગળવારેબપોરના અંદાજે 1.15 કલાકે અમદાવાદથી છોટાઉદેપુર આવવા નીકળી હતી જે અમદાવાદના ભુલાભાઈ ચાર રસ્તા પાસે પહોંચતા એક એક્ટિવા ચાલક તેની સાથે અન્ય એક વ્યક્તિ બસ આગળ એક્ટિવા ઉભી રાખી ડ્રાઇવરનો દરવાજો ખોલી નીચેથી બે વખત ડ્રાઇવરને ઝાપટ મારી અને ડ્રાઇવરના કેબિનમાં ઉપર ચડીને 7 ઝાપટ ઉપરા છાપરી મારી હતી. ભરચક વિસ્તાર હોય એક્ટિવા ચાલકને અન્ય લોકોએ સમજાવતા તે જતો રહ્યો હતો.

બસમાં મુસાફરો હોવાથી ડ્રાઇવર છોટાઉદેપુર બસ લઈને પહોંચ્યો હતો. જે બસમાં ઘટના બની હતી તેનો વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થતયો હતો ત્યાર બાદ ડ્રાઇવર અમદાવાદના કાગડાપીઠ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. ડ્રાઈવરને કાનમાં ઈજા થતાં તે એલ.જી.હોસ્પિટલમાં તે સારવાર લેવા પહોંચ્યો હતો. પોલીસે બ્લેક એક્ટિવા પર આવેલ બે વ્યક્તિ સામે ગુનો દાખલ કર્યો છે. સીસીટીવીમાં તપાસ કરી આરોપીને ઝડપી પાડવામાં આવશે.

બસનો ડ્રાઈવર રાજુ પંડ્યાએ જણાવ્યું હતું કે, આ ઘટના અમદાવાદમાં બની હતી જે વ્યક્તિ નશો કરેલ હોય મને ઉપર આવી માર માર્યો હતો. મેં પોલીસ ફરિયાદ કરી છે. હાલ કાનમાં વાગેલ હોય સારવાર લઈ રહ્યો છું. મારો કોઈ વાંક કારણ જ નથી અને મને માર માર્યો છે.

Similar Posts

Leave a Reply

Your email address will not be published.