Saturday, April 13, 2024
Google search engine
HomeBollywoodACP પ્રદ્યુમનથી દયા-અભિજીત સુધી, મળો CIDમાં કામ કરનારા એક્ટર્સની રિયલ લાઇફ ફેમિલીને

ACP પ્રદ્યુમનથી દયા-અભિજીત સુધી, મળો CIDમાં કામ કરનારા એક્ટર્સની રિયલ લાઇફ ફેમિલીને

મુંબઈઃ ફેમસ ટીવી સિરિયલ ‘C.I.D’ એક એવી સિરિયલ છે, જે 20 વર્ષ સુધી લોકપ્રિય રહી. ‘C.I.D’ સિરિયલનું લિમ્કા બૂક ઓફ રેકોર્ડ અને ગિનીઝ વર્લ્ડ બંનેમાં નામ સામેલ છે. આ સિરિયલમાં ACP પ્રદ્યુમનનો ડાયલૉગ ‘કુછ તો ગડબડ હૈ દયા’ અથવા દયાનો દરવાજો તોડવાવાળો સીન દરેક બાળકો અને મોટાં લોકોને યાદ હશે. ઉલ્લેખનીય છે કે, અત્યારે ‘C.I.D’ સિરિયલ બંધ થઈ ગઈ છે. હવે સિરિયલને ફરી શરૂ કરવા મેકર્સ પ્રયત્ન કરી રહ્યા છે. ‘CID’ સિરિયલ આટલી ફેમસ હોવાં છતાં લોકો તેમાં કામ કરનારા એક્ટરના પરિવાર વિશે ઓછું જાણે છે. અમે તમને જણાવીએ ‘C.I.D’ સિરિયલના એક્ટરની રિયલ ફેમિલી વિશે.

સિરિયલ ‘C.I.D’માં શિવાજી સાટમ ACP પ્રદ્યુમનનો રોલ પ્લે કરવાને લીધે ઘરે-ઘરે જાણીતા થયાં હતાં. આ ઉપરાંત ‘C.I.D’ સિરિયલમાં સીનિયર ઇન્સપેક્ટર દયા અને અભિજીતનો રોલ પણ ખૂબ જ પસંદ કરવામાં આવ્યો હતો.

‘C.I.D’ સિરિયલમાં સીનિયર ઇન્સપેક્ટર અભિજીતનો રોલ પ્લે કરનાર આદિત્ય શ્રીવાસ્તવે ‘સત્યા’, ‘પાંચ’ અને ‘ગુલાલ’ જેવી ફિલ્મોમાં કામ કર્યું છે. આદિત્યની પત્નીનું નામ માનસી શ્રીવાસ્તવ છે. બંનેને બે દીકરી આરુષિ અને અદ્રિકા અને એક દીકરો છે.

સિરિયલ ‘C.I.D’માં સીનિયર ઇન્સપેક્ટર દયાનો રોલ પ્લે કરનાર એક્ટરનું નામ દયાનંદ શેટ્ટી છે. મૂળ મૈસુરના દયાનંદની પત્નીનું નમ સ્મિતા અને દીકરીનું નામ વીવા છે. ACP પ્રદ્યુમનની જેમ દયાએ પણ ફિલ્મોમાં કામ કર્યું છે.

શિવાજી સાટમે ‘CID’ સિરિયલમાં ACP પ્રદ્યુમનનો રોલ પ્લે કર્યો હતો. બેન્કમાં કેશિયરની નોકરી કરી ચૂકેલાં શિવાજીની પત્નીનું નામ અરુણા છે. તેમને એક દીકરો અને દીકરી છે. ઉલ્લેખનીય છે કે, શિવાજીએ બોલિવૂડની લગભગ 40 ફિલ્મોમાં કામ કર્યું છે.

‘C.I.D’ સિરિયલમાં ઇન્સપેક્ટર ફ્રેડરિક્સ ઉર્ફે ફ્રેડીના નામથી ફેમસ છે પણ, તેમનું સાચુ નામ દિનેશ ફડનિસ છે. જે એક સારા કૉમેડિયન અને રાઇટર છે. દિનેશ ફડનિસે ફિલ્મ ‘સરફરોશ’ અને ‘મેલા’માં પણ કામ કર્યું છે.

સિરિયલ ‘CID’માં જાનવી છેડાએ ઇન્સપેક્ટર શ્રેયાનો રોલ પ્લે કર્યો છે. તેમના પતિ નિશાંત ગોપાલીયા છે.

‘CID’ સિરિયલમાં પૂર્વીનો રોલ પ્લે કરી ચૂકેલી અંશા સઈદે વર્ષ 2015માં જ સિરિયલમાં એન્ટ્રી કરી હતી. અંશાનો પરિવાર ખૂબ જ મોટો છે.

‘CID’માં ડૉ. તરિકાનો રોલ પ્લે કરી ચૂકેલી શ્રદ્ધા મૂસલે અમદાવાદની છે. શ્રદ્ધાએ 2012માં લખનઉના બિઝનેસમેન દીપક તોમર સાથે લગ્ન કર્યા છે.

‘CID’ સિરિયલમાં ઇન્સપેક્ટર સચિનનો રોલ પ્લે કરનારા ઋષિકેશ પાંડેની પત્ની અને એક દીકરો છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page