Friday, April 19, 2024
Google search engine
HomeGujaratગુજરાતમાં ઠંડીનો ચમકારો: નલિયામાં સૌથી વધુ ઠંડી, હવામાન વિભાગે કરી ભારે ઠંડીની...

ગુજરાતમાં ઠંડીનો ચમકારો: નલિયામાં સૌથી વધુ ઠંડી, હવામાન વિભાગે કરી ભારે ઠંડીની આગાહી

અમદાવાદ: હિમાચલ પ્રદેશ અને જમ્મુ-કાશ્મીરમાં ભારે હિમવર્ષાને કારણે અનેક રાજ્યોમાં ઠંડીનો પારો ગગડવા માંડ્યો છે ત્યારે ગુજરાતમાં પણ અનેક શહેરોમાં સતત પારો ગગડવા લાગ્યો છે. ભારે હિમવર્ષાને કારણે ગુજરાતમાં કોલ્ડવેવની સ્થિતિ જોવા મળી રહી છે. ગુજરાતના મોટા ભાગના શહેરોમાં ઠંડીનો પારો 12 ડિગ્રી નીચે પહોંચ્યો છે. ત્યારે નલિયામાં 3.5 ડિગ્રી સાથે ગુજરાતનું સૌથી ઠંડુ શહેર બન્યું. આ ઉપરાંત અમદાવાદ અને કેપિટલ સીટી ગાંધીનગરના તાપમાનમાં પણ રોજ ઘટાડો જોવા મળી રહ્યો છે. આ બન્ને શહેરોમાં 10 ડિગ્રી તાપમાન પહોંચી ગયું છે જેના કારણે રાત્રે લોકો ઘરની બહાર નીકળવાનું ટાળી રહ્યાં છે.

હવામાન વિભાગની આગાહી પ્રમાણે, આગામી 24 કલાકમાં ગુજરાતમાં 3 ડિગ્રી જેટલું તાપમાનનો પારો ગગડશે. ત્યારે ગુજરાતને અડીને આવેલા પ્રવાસન સ્થળ માઉન્ટ આબુમાં માઈનસ 3 ડિગ્રી તાપમાન પહોંચી ગયું છે. આગામી બે દિવસમાં તાપમાનમાં ઘટાડો જોવા મળશે જેને લઈને ઠંડીનો મોજું ફરી વળશે.

ઉત્તર ભારતમાં અનેક જગ્યાએ ભારે હિમવર્ષા થતાં અચાનક રાજસ્થાન, પંજાબ, દિલ્હી, ગુજરાત, મધ્યપ્રદેશ સહિતના રાજ્યોમાં ઠંડીનો ચમકારો જોવ મળી રહ્યો છે. ત્યારે હવામાન વિભાગેના મતે આગામી બે કે ત્રણ દિવસમાં સૌરાષ્ટ્ર-કચ્છ અને ઉત્તર ગુજરાતમાં વધારે ઠંડી પડશે. આ ઉપરાંત અનેક જગ્યાએ ઠંડા પવન ફૂંકાશે અને આગામી દિવસોમાં 3 ડિગ્રી જેટલું તાપમાન નીચે જશે.

કચ્છના નલિયા અને ભુજમાં રેકોર્ડ બ્રેક ઠંડી પડી રહી છે. ભુજના તાપમાને 5 વર્ષનો રેકોર્ડ તોડ્યો છે તો નલિયાના તાપમાને 3 વર્ષનો રેકોર્ડ તોડ્યો છે. કચ્છમાં ભારે ઠંડીના કારણે લોકોના જનજીવનમાં ભારે અસર જોવા મળે છે. લોકો ઘરની બહાર નીકળવાનું ટાળી રહ્યાં છે. નલિયાનું તાપમામ 3.6 ડિગ્રી નોંધાયું હતું જ્યારે ભુજનું તાપમાન 9 ડિગ્રી પહોંચી ગયું છે.

મહત્વની વાત છે કે, 1965માં નલિયામાં લઘુત્તમ તાપમાનનો પારો – 0.6 ડીગ્રીએ પહોંચ્યો ગયો હતો ત્યારે સ્થાનિક એક્ષર્પ્ટના મતે આ વખતે પણ નલિયામાં તાપમાનનો પારો માઈનસમાં પહોંચી જાય તો નવાઈ નહીં. અમદાવાદમાં 10 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. જ્યારે આગામી ચાર દિવસ ગુજરાતમાં ઠંડીનું જોર યથાવત રહેશે.

RELATED ARTICLES

1 COMMENT

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page