Saturday, April 13, 2024
Google search engine
HomeFeature Rightભારત-ઈંગ્લેન્ડની મેચમાં કોંગ્રેસના નેતા શશી થરૂર એક યુવતીનો હાથ પકડીને જોવા મળ્યાં

ભારત-ઈંગ્લેન્ડની મેચમાં કોંગ્રેસના નેતા શશી થરૂર એક યુવતીનો હાથ પકડીને જોવા મળ્યાં

રવિવારે ઈંગ્લેન્ડના બર્મિંઘમમાં ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે રમાયેલી મેચમાં ટીમ ઈન્ડિયાનો 31 રને પરાજય થતાં જ વિજયરથ થંભી ગયો હતો. ઈંગ્લેન્ડની ટીમે પ્રથમ બેટિંગ કરતા ટોસ જીતીને 337નો પહાડ જેવો સ્કોર બનાવ્યો હતો. જેના જવાબમાં ભારતીય ટીમ 50 ઓવરમાં 5 વિકેટે 306 રન જ કરી શકી. જોકે આ મેચમાં કેસરી કોટી પહેરીને ભારતીય ટીમને સપોર્ટ કરવા ગયેલા શશી થરૂરનો એક ફોટો સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થયો હતો.

હકીકતમાં ભારતીય ટીમ જ્યારે બોલિંગ કરી રહી હતી ત્યારે શશી થરૂર એક યુવતીનો હાથ પકડીને ઊભેલા જોવા મળ્યાં હતાં. તેમનો આ ફોટો હવે સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થયો છે. તેમને યુવતી સાથે આ રીતે જોઈને ટ્રોલર્સ ખૂબ મજા લઈ રહ્યા હતાં.

ઉલ્લેખનીય છે કે કોંગ્રેસ નેતા શશિ થરૂર ક્રિકેટની રમતના મોટા ફેન છે. હાલમાં તેઓ ઈંગ્લેન્ડમાં છે તેઓ આ પહેલા પણ ભારતીય ટીમની મેચ જોતા સ્ટેડિયમમાં જોવા મળ્યાં હતાં. પરંતુ આ વખતે કોઈ યુવતી સાથે દેખાવાના કારણે તેઓ સોશિયલ મીડિયા યુઝર્સની નજરમાં આવી ગયા હતા.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page