કોરોનાવાઈરસનો ડર, હવે તો ભગવાન ભોળેનાથને પણ પહેરાવી દીધો માસ્ક

Featured National

વારાણસીઃ દેશમાં કોરોનાવાઈરસના એક બાદ એક કેસ વધતાં જતાં સાવધાનીના વિવિધ ઉપાયો આપવામાં આવી રહ્યા છે. તો વારાણસીના એક મંદિરમાં પૂજારીએ ભગવાન શિવને પણ માસ્ક પહેરાવી દીધો છે. સાથે-સાથે લોકોને ભગવાનને સ્પર્શ ના કરવાની પણ સલાહ આપવામાં આવી છે.

અહીંના પહલાદેશ્વર મહાદેવ મંદિરના પૂજારી કૃષ્ણા આનંદ પાંડેએ જણાવ્યું હતું કે આખા દેશમાંથી કોરોનાવાઈરસના કેસ આવી રહ્યા છે. લોકોને જાગૃત કરવા માટે ભગવાન શિવને માસ્ક પહેરાવવામાં આવ્યો છે. જે રીતે ગરમીમાં મંદિરમાં એસી લગાવવામાં આવે છે અને શિયાળામાં ભગવાનને ગરમ કપડાં પહેરાવવામાં આવે છે, બરાબર એ જ રીતે અમે અત્યારે ભગવાનને સ્પર્શ ના કરવાની સલાહ આપીએ છીએ. જો કોઇ ભગવાનને સ્પર્શે તો, વાઈરસ ફેલાવાની શક્યતા વધી જશે. મંદિરમાં ઘણાં લોકો માસ્ક પહેરીને પણ પૂજા કરતા જોવા મળ્યા.


દેશમાં સોમવાર (9-માર્ચ) સુધીમાં કોરોના વાઈરસના કુલ 59 કેસ જોવા મળ્યા છે. મોડી રાત્રે દુબઈથી પાછા ફરેલ પુણેના બે વ્યક્તિના કેસ પોઝિટિવ આવ્યા છે, બંનેને પુણેની નાયડુ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. આ પહેલાં અમેરિકાથી પાછો ફરેલ યુવાન કર્ણાટકમાં અને ઈટલીથી ફરેલ યુવાનન પંજાબમાં સંક્રમિત જોવા મળ્યો છે.


સંક્રમણની તપાસ માટે દેશભરમાં 52 લેબ બનાવવામાં આવી છે. ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (આઈસીએમઆર) એ સ્વાસ્થ્ય અને સંશોધન વિભાગ સાથે મળીને આ લેબ બનાવી છે. આઈસીએમઆરના જણાવ્યા અનુસાર, દિલ્હીના લેડી હોર્ડિંગ મેડીકલ કોલેજ સહિત દેશની અલગ-અલગ જગ્યાઓ પર વાયરસ રિસર્ચ એન્ડ ડાયગ્નોસ્ટિક લેબ (વીઆરડી) નમૂના એકત્રિત કરી રહી છે.


6 માર્ચ સુધીમાં 3,404 લોકોના 4,058 નાં સેમ્પલની તપાસ થઈ ચૂકી છે. જેમાં ચીનના વુહાનમાંથી આવેલ 654 લોકોનાં 1,308 સેમ્પલનો પણ સમાવેશ થાય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *