Saturday, April 13, 2024
Google search engine
HomeBollywoodકોરિયોગ્રાફર રેમોની પત્નીએ ઘટાડ્યું વજન, જુઓ પહેલાં અને હવેની તસવીરો

કોરિયોગ્રાફર રેમોની પત્નીએ ઘટાડ્યું વજન, જુઓ પહેલાં અને હવેની તસવીરો

બોલિવૂડમાં આજકાલ વજન ઓછું કરવાનો ટ્રેન્ડ વધ્યો છે. પહેલાં કોમેડિયન ભારતી સિંહ બાદ હવે લોકપ્રિય કોરિયોગ્રાફર તથા ડિરેક્ટર રેમો ડિસોઝાની પત્ની લિઝેલની ‘ફેટ ટૂ ફિટ’ જર્ની ચર્ચામાં છે. રેમોએ સો.મીડિયામાં પત્નીની ટ્રાન્સફોર્મોશનની તસવીર શૅર કરી છે. આ તસવીર વાઇરલ થઈ છે. લિઝેલ પહેલાં અને હવે એકદમ અલગ જ દેખાય છે. તે ઓળખાય તેમ નથી.

ડાન્સર રેમોએ આ અંગે એક તસવીર શૅર કરી છે, જેમાં એક તસવીરમાં લિઝેલનું વજન એકદમ વધારે જોવા મળે છે અને બીજી તસવીરમાં લિઝેલ એકદમ ફિટ જોવા મળે છે. આ તસવીર શૅર કરીને રેમોએ કહ્યું હતું, ‘અહીંયા સુધી પહોંચવા માટે ઘણી જ મહેનત કરી છે, પરંતુ સૌથી મોટી લડાઈ પોતાની જાત સાથે હોય છે. મેં લિઝેલને આ લડાઈ લડતી અને અશક્યને હાંસિલ કરતાં જોઈ. હું હંમેશાં કહેતો હતો કે આ તમારું મન છે અને તમારે જ તેને સ્ટ્રોંગ બનાવવું પડશે. લિઝેલ તે કરી બતાવ્યું. મને તારી પર ગર્વ છે. તું સૌથી સ્ટ્રોંગ છો. તેં મને પ્રેરિત કર્યો છે. લવ યુ.’

રેમોની પત્ની લિઝેલ છેલ્લાં ઘણાં સમયથી વજન ઘટાડવાના પ્રયાસો કરે છે અને સો.મીડિયામાં હેવી વર્કઆઉટ્સની તસવીરો ને વીડિયો શૅર કરતી રહેતી હોય છે. ગયા વર્ષે સપ્ટેમ્બરમાં લિઝેલે પોતાની બીફોર-આફ્ટર તસવીર શૅર કરીને કહ્યું હતું, ‘મહેનત તથા નિષ્ઠાથી કામ કરીએ તો પરિણામ મળે છે. મને આ વાત પર હવે વિશ્વાસ થઈ રહ્યો છે. સાઇઝ 20થી 8 સાઇઝ થઈ ગઈ છે. હજી પણ આગળ જવાનું છે. જેમણે મારી પર વિશ્વાસ કર્યો અને જેમણે ના કર્યો તે તમામનો આભાર.’

નોંધનીય છે કે રેમોને 11 ડિસેમ્બરે હાર્ટ અટેક આવ્યા બાદ ઇમરજન્સી વોર્ડમાં રાખવામાં આવ્યો હતો. અંદાજે એક કલાક ઓપરેશન ચાલ્યા બાદ તેને ICU વોર્ડમાં શિફ્ટ કરી દેવામાં આવ્યો હતો. સાત દિવસ બાદ રેમોને રજા આપવામાં આવી હતી.

આ અંગે રેમોએ એક ઈન્ટરવ્યૂમાં કહ્યું હતું, ‘મારી જમણી ધમનીમાં 100 ટકા બ્લોકેજ હતું. સામાન્ય રીતે હૃદય 55 ટકા કાર્ય કરતું હોય છે. જોકે, મને જ્યારે હોસ્પિટલ લઈ જવામાં આવ્યો ત્યારે મારું હૃદય માત્ર 25 ટકા જ કામ કરતું હતું. મને પ્રી-વર્કઆઉટ સેશન, કામના સ્ટ્રેસ કે પછી વારસાગતને કારણે હાર્ટ અટેક આવ્યો હોવાનું માનવામાં આવે છે. અનેક લોકો માને છે કે હું સ્ટીરૉઇડ લઉં છું પરંતુ આ વાત સાચી નથી. હું નેચરલ બૉડીમાં જ વિશ્વાસ રાખું છું.’

કોરિયાગ્રાફરના પરિવાર વિશે વાત કરીએ તો રેમોના પરિવારમાં તેની પત્ની લિઝેલ અને બે દીકરા ધ્રુવ અને ગેબ્રિઅલ છે. રેમો બોલિવૂડના ટોપ કોરિયોગ્રાફર્સમાંના એક છે. તેણે ‘કાંટે’, ‘ધૂમ’, ‘રોક ઓન’, ‘યે જવાની હૈ દીવાની’, ‘બાજીરાવ મસ્તાની’ જેવી ફિલ્મમાં કોરિયોગ્રાફી કરી છે. આ સિવાય તેણે ‘ફાલતૂ’, ‘ABCD’, ‘ABCD 2’, ‘સ્ટ્રીટ ડાન્સર 3D’ જેવી ફિલ્મ પણ બનાવી છે. રેમો ઘણા રિયાલિટી ટીવી શોમાં જજ તરીકે પણ સામેલ છે. રેમો રિયાલિટી શો ‘ડાન્સ પ્લસ 6’માં જજ તરીકે જોવા મળે છે.

RELATED ARTICLES

4 COMMENTS

  1. ? Wow, this blog is like a fantastic adventure blasting off into the galaxy of wonder! ? The mind-blowing content here is a captivating for the mind, sparking curiosity at every turn. ? Whether it’s technology, this blog is a goldmine of exciting insights! #MindBlown ? into this thrilling experience of discovery and let your mind fly! ? Don’t just enjoy, experience the thrill! #FuelForThought ? will thank you for this exciting journey through the dimensions of discovery! ✨

  2. I participated in this online casino platform and achieved a significant sum of money. However, eventually, my mom fell seriously ill, and I needed cash out some money from my account. Regrettably, I faced problems and couldn’t complete the withdrawal. Tragically, my mom passed away due to such online casino. I plead for your help in bringing attention to this website. Please support me in seeking justice, so that others don’t experience the pain and suffering I’m going through today, and stop them from undergoing the same heartache. ???

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page