Wednesday, April 10, 2024
Google search engine
HomeNationalગૌ તસ્કરી કરતા આરોપીઓને પડકવા પોલીસે અજમાવ્યો જબરદસ્ત આઈડિયા

ગૌ તસ્કરી કરતા આરોપીઓને પડકવા પોલીસે અજમાવ્યો જબરદસ્ત આઈડિયા

ભરતપુરઃ રાજસ્થાનના ભરતપુરમાં ખોહ પોલીસ સ્ટેશન વિસ્તારમાં નાઈટ ડ્યૂટી કરતી પોલીસેન ગો તસ્કર કારમાં ગૌવંશ લઈને ભાગી રહ્યાં હોવાની સૂચના મળી હતી. પોલીસે તસ્કરોને અટકાવવા માટે ખીલા પાથર્યા હતા. પરંતુ તસ્કરો તેની ઉપરથી ગાડી ભગાવી નીકળ્યા.

ખીલાને કારણે કારના ટાયર ફાટી ગયા અને માત્ર રિમ જ રહી ગઈ. પોલીસ આરોપીઓનો પીછો કરતી રહી હતી. તસ્કરોની કારના 3 ટાયર ફાટી જવાથી રિમથી ચિંગારીઓ નીકળી રહી હતી. જોકે આરોપીઓ 8 કિ.મી. સુધી રિમ પર જ ગાડી દોડાવતા રહ્યાં હતા. અંતે ગાડી એક વૃક્ષ સાથે અથડાયા બાદ અટકી હતી. જે પછી પોલીસે 2 આરોપીઓની ધરપકડ કરી હતી.

પોલીસને ગૌ-તસ્કરોની સૂચના મળતા એક ટીમ રચી રસ્તા પર ખીલા પાથરી દેવામા આવ્યા હતા અને ટીમે આરોપીઓ અટકે નહીં તો પીછો કરવાની તૈયારી કરી રાખી હતી. ખીલાઓને કારણે આરોપીઓની કારના ટાયર એક પછી એક ફાટી રહ્યાં હતા અને પાછળ પોલીસ પીછો કરી રહી હતી.

આ દરમિયાન કામાં પહાડી બાઈપાસ પર તસ્કરોની કાર વૃક્ષ સાથે ટકરાઈ હતી. આ અકસ્માતમાં 2 આરોપીઓને ઈજા થઈ હતી પરંતુ બાકીના આરોપીઓ ગાડીમાંથી ઉતરી ભાગવામા સફળ રહ્યાં હતા. ઈજાગ્રસ્ત આરોપીઓ વધુ ભાગી ના શક્તા પોલીસે તેમને પકડી પાડ્યા હતા.

પકડાયેલા આરોપીઓમાં હરિયાણાના નૂંહનો સરફરાઝ અને હરિયાણાના પલવલનો જમશેદ સામેલ છે. ગાડી વૃક્ષ સાથે અથડાતા જ સરફરાઝને માથામાં ઈજા થઈ હતી. જેને પોલીસે હોસ્પિટલમાં દાખલ કરાવ્યો છે. પોલીસે ભાગવામાં સફળ રહેલા અન્ય 3 આરોપીઓની શોધખોળ કરી રહી છે. પોલીસે કારમાંથી 4 ગૌવંશ કબજે કર્યા હતા.

RELATED ARTICLES

1 COMMENT

  1. I participated on this gambling site and secured a substantial sum of money. However, later on, my mother fell seriously sick, and I needed to take out some funds from my casino balance. Unfortunately, I encountered issues and was unable to withdraw the funds. Tragically, my mother died due to the gambling platform. I kindly plead for your support in bringing attention to this situation with the platform. Please aid me to obtain justice, to ensure others do not face the hardship I’m facing today, and stop them from facing similar heartache. ??

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page