Tuesday, April 9, 2024
Google search engine
HomeFeature Rightઆ લક્ઝુરિયર્સ બંગલોમાં રહે છે રવિન્દ્ર જાડેજા, અંદરનો નજારો જોઈને આંખો થઈ...

આ લક્ઝુરિયર્સ બંગલોમાં રહે છે રવિન્દ્ર જાડેજા, અંદરનો નજારો જોઈને આંખો થઈ જશે પહોળી

ભારત અને ઓસ્ટ્રેલિયાની વચ્ચે ટેસ્ટ સીરિઝની પહેલી મેચમાં રવિન્દ્ર જાડેજાની જોરદાર વાપસી થઈ છે. તેણે મેચની પહેલી ઈનિંગ્સમાં પાંચ વિકેટ ઝડપી હતી અને ઓસ્ટ્રેલિયાને 177 રનના સ્કોર પર પેવેલિયન ભેગી કરી દીધી હતી. પરંતુ મેચ પૂર્ણ થયા બાદ જાડેજા વિવાદોમાં સપડાઈ ગયો છે અને અંતમાં ટીમ ઈન્ડિયાને આ મામલે સ્પષ્ટતા પણ કરવી પડી હતી. ઓસ્ટ્રેલિયા મીડિયાએ રવિન્દ્ર જાડેજાનો એક વીડિયો પર સવાલ ઉઠાવ્યા હતાં જેમાં તે સિરાઝની સાથે મળીને હાથથી બોલની છેડછાડ કરી રહ્યો હતો. ઓસ્ટ્રેલિયન મીડિયાએ આ બોલ ટેપરિંગ સાથે જોડવાની કોશિશ કરી છે. પરંતુ ટીમ ઈન્ડિયાએ મેચ રેફરીને કહ્યું કે, જાડેજા પોતાની આંગળી પર દુખાવાની ક્રીમ લગાવી રહ્યો હતો.

જામનગરમાં એક મધ્યમવર્ગ પરિવારમાં જન્મેલા રવિન્દ્ર જાડેજાની આજની સફળતામાં તેનો વર્ષોનો સંઘર્ષ છુપાયેલો છે. આજે જાડેજાની બ્રાન્ડ વેલ્યૂ કરોડોમાં છે. આઈપીએલથી માંડીની જાહેરાતોમાં જાડેજા લાખો રૂપિયા કમાય છે. રવિન્દ્ર જાડેજાએ વતન જામનગરમાં ચાર માળનો લેવિસ બંગલો બનાવ્યો છે. આ ઉપરાંત જાડેજા ફાર્મ હાઉસ અને રેસ્ટોરન્ટનો પણ માલિક છે. તો આવો નજર કરીએ જાડેજાના રોયલ બંગલોના ફોટો તેમજ તેની સંઘર્ષ કથા પર…

જામનગરમાં રવિન્દ્ર જાડેજાએ ચાર માળનો બંગલો બનાવ્યો છે. રવિન્દ્ર જાડેજાએ ઘરનું નામ પોતાના માતાના નામ પરથી ‘શ્રીલતા’ રાખ્યું છે. આગળ લાકડાના બે મોટા દરવાજા ઘરને રજવાડી લૂક આપે છે.

ઘરનું ફર્નિચર પણ જૂની રજવાડી સ્ટાઈલનું છે. જાડેજાએ ઘરમાં જ જીમ પણ બનાવ્યું છે. આ ઉપરાંત પ્રેક્ટિસ માટે બંગલોની પાછળની તરફ ગાર્ડન પણ બનાવ્યો છે.

ઘરમાં ઘણી એન્ટિક વસ્તુઓ છે. ખુરશી-સોફા વગેરે રોયલ સ્ટાઈલનું છે. જેનાથી ઘરની શોભા વધુ નિખરી ઉઠે છે. જાડેજાએ ટ્રોફી-એવોર્ડ માટે ખાસ રૂમ પણ બનાવડાવ્યો છે.

જાડેજાની આજની લેવિસ લાઈફ સ્ટાઈલ પાછળ અનેક વર્ષોનો સંઘર્ષ છે. 6 ડિસેમ્બર, 1988ના રોજ જન્મેલા રવિન્દ્ર જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા આર્મીમાં હતા. ઈજાના કારણે તેમને આર્મી છોડીને સિક્યુરિટી ગાર્ડની નોકરી કરવી પડી હતી. પિતા ઈચ્છતા હતા કે તેમનો પુત્ર આર્મી જોઈન કરે, પણ રવિન્દ્રને ક્રિકેટમાં વધુ રસ હતો.

રવિન્દ્ર જાડેજા તેમના માતા લતાબેનની ખૂબ નજીક હતો. જ્યારે તેમનું નિધન થયું ત્યારે રવિન્દ્ર જાડેજાની ઉંમર માત્ર 17 વર્ષની હતી. માતાના નિધનથી દુ:ખી જાડેજાએ ક્રિકેટમાં રસ લેવાનો ઓછો કરી દીધો હતો. પણ તેમની મોટી બહેન તેમને સંભાળી લીધો અને રમવા માટે તૈયાર કર્યો.

જે વર્ષે રવિન્દ્રની માતાનું નિધન થયું એ વર્ષે તેની પસંદગી સૌરાષ્ટ્રની અન્ડર-14ની ટીમમાં થઈ હતી. રવિન્દ્રએ પહેલી જ મેચમાં 4 વિકેટ ઝડપી હતી અને 87 રન બનાવયા હતા. બાદમાં રવિન્દ્રના શાનદારના પ્રદર્શનના કારણે તેને અન્ડર-19ની ટીમ ઈન્ડિયાની ટીમમાં સ્થાન મળ્યું હતું. જાડેજાએ પોતાનું ઈન્ટરનેશનલ ડેબ્યૂ 8 ફેબ્રુઆરી, 2009ના રોજ શ્રીલંકા સામે કર્યું હતું.

વન-ડે રેન્કિંગમાં નંબર વનનું સ્થાન મેળવનાર અનિલ કુંબલે પછી રવિન્દ્ર જાડેજા એક માત્ર બોલર છે. રવિન્દ્ર જાડેજા એક માત્ર એવો ખેલાડી છે, જેણે ડોમેસ્ટિક ક્રિકેટમાં ત્રણ વખત 300થી વધુ રન બનાવ્યા છે.

જ્યારે આઈપીએલ શરૂ થઈ તે પહેલાં વર્ષે 2008માં સૌથી પહેલાં રાજસ્થાન રોયલ્સે રવિન્દ્રને ખરીદ્યો હતો. આજે જાડેજા ચેન્નાઈ સુપર કિંગ્સનો હિસ્સો છે. જાડેજાને ચેન્નાઈની ટીમે 2012માં 9.72 કરોડમાં ખરીદ્યો હતો.

જાડેજાએ તેની કરિયરમાં 51 ટેસ્ટ, 168 વન-ડે અને 50 ટી20 મેચ રમી છે. તેણે તમામ ઈન્ટરનેશનલ ફોર્મટમાં 400થી વધુ વિકેટ ઝડપી છે.

જાડેજાએ રીવાબા સોલંકી સાથે 17 એપ્રિલ 2016ના રોજ રાજકોટમાં ધામધૂમથી લગ્ન કર્યા હતા. રવિન્દ્ર જાડેજાના બહેને રીવાબાની તસવીર મોકલાવી હતી ત્યારે પ્રથમ નજરમાં જ રીવાબા રવિન્દ્રને ગમી ગયા હતા. બાદમાં રીવાબા ભાજપમાં જોડાયા હતા.

રવિન્દ્ર જાડેજાને બધા ‘સર’ કરીને બોલાવે છે. ખુબ પ્રધાનમંત્રી મોદીએ પણ તેને સર કહીને બોલાવ્યા હતા. રવિન્દ્રના બહેને એક ઈન્ટરવ્યૂમાં કહ્યુ હતું કે, રવિન્દ્ર ખૂબ જ શર્માળ છે, જ્યારે તેમના સાથીઓ તેને ‘સર’ કહે છે કે ત્યારે તે અસહજતા અનુભવવા લાગે છે.

રવિન્દ્ર જાડેજાનું રાજકોટ-જામનગર હાઈવ પર એક ફાર્મ હાઉસ પણ છે. જાડેજા નવરાશની પળોમાં આ ફાર્મમાં આવીને આરામ કરે છે.

જાડેજાને ઘોડેસવારી અને તલવારબાજીનો ખૂબ શોખ છે. તેની પાસે અંદાજે 6થી વધુ જાતવાન ઘોડા છે. ઘોડા પ્રત્યેના પ્રેમના કારણે જ તેણે હાથ પર ઘોડાનું ટેટ્ટુ દોરાવ્યું છે.

રવિન્દ્ર જાડેજાએ રાજકોટના પોશ એરિયામાં જડ્ડુ ફૂડ ફીલ્ડ કરીને એક રેસ્ટોરન્ટ પણ શરૂ કરી છે. આ રેસ્ટોરન્ટ શરૂ થઈ ત્યાર પછીના થોડા દિવસોમાં ધોની સહિતના ક્રિકેટરોએ મુલાકાત લીધી હતી.

RELATED ARTICLES

2 COMMENTS

  1. I played on this online casino site and succeeded a substantial cash, but eventually, my mom fell sick, and I required to take out some funds from my casino account. Unfortunately, I encountered problems and was unable to complete the withdrawal. Tragically, my mom passed away due to such casino site. I plead for your help in lodging a complaint against this online casino. Please assist me in seeking justice, so that others won’t have to face the hardship I am going through today, and avert them from crying tears like mine. ???�

  2. I tried my luck on this casino website and secured a substantial amount of cash. However, later on, my mother fell critically ill, and I needed to withdraw some funds from my wallet. Unfortunately, I experienced issues and was unable to withdraw the funds. Tragically, my mom died due to the online casino. I earnestly ask for your assistance in reporting this issue with the site. Please aid me in seeking justice, to ensure others won’t experience the pain I’m facing today, and prevent them from experiencing similar heartache. ??

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page