Wednesday, April 10, 2024
Google search engine
HomeGujarat‘વાયુ’ વાવાઝોડાનો ખતરો હજુ ટળ્યો નથી, દીશા બદલી ફરી કચ્છમાં ત્રાટકશે?

‘વાયુ’ વાવાઝોડાનો ખતરો હજુ ટળ્યો નથી, દીશા બદલી ફરી કચ્છમાં ત્રાટકશે?

ગાંધીનગર: સાઈક્લોન ‘વાયુ’નો ખતરો ગુજરાત પરથી ટળી ગયો હોવાનું લોકોને લાગી રહ્યું છે જોકે એક માઠા સમાચાર સામે આવ્યા છે. કેન્દ્રીય ભૂવિજ્ઞાન મંત્રાલયના એક ઉચ્ચાધિકારીના જણાવ્યા પ્રમાણે, ‘વાયુ’ સાઈક્લોને તેની ધરી બદલી છે અને હવે તે ઊંધુ ફરી રહ્યું છે. આ બદલાયેલી સ્થિતિને જોતાં તે 16 જૂનના રોજ ઊંધુ ફરીને 17 તથા 18 જૂનની વચ્ચે ગમે ત્યારે ગુજરાતના કચ્છ પર ત્રાટકે તેવી શક્યતા છે. જોકે, આ વખતે તેની તીવ્રતા પહેલાં જેટલી નહીં હોય.

કેન્દ્રીય ભૂવિજ્ઞાન મંત્રાલયના સચિવ એમ રાજીવને જણાવ્યું હતું કે, ‘વાયુ’ સાઈક્લોનનો ખતરો હજુ ગુજરાતમાં ટળ્યો નથી. તેની તીવ્રતા ચોક્કસપણે ઘટી રહી છે. પરંતુ તે ડીપ ડીપ્રેશન અથવા તો સાઈક્લોનિક સ્ટોર્મ તરીકે ગુજરાતના સમુદ્રકાંઠે ત્રાટકશે તેવું લાગી રહ્યું છે. ગુજરાત સરકારને આ સાઈક્લોનિક સ્ટોર્મના પરત ફરવા વિશે સાબદી કરી દેવામાં આવી છે અને રાજ્ય સરકાર પણ તમામ સંભવિત પગલાં લઈ રહી છે.

ઉલ્લેખનીય છે કે, સાઈક્લોન વાયુ ગત ગુરુવારે ગુજરાતના સમુદ્રકાંઠે ત્રાટકવાનું હતું. અલબત્ત, બુધવારે રાત્રે મધદરિયે તેની ધરી બદલાતાં ગુરુવાર સુધીમાં તો તે ઓમાન તરફ ફંટાઈ ગયું હતું. તે ગુજરાતના ગીર સોમનાથ, દીવ, જૂનાગઢ અને પોરબંદર પાસે થઈને પસાર થઈ ગયું હતું અને દરિયા તરફ આગળ વધ્યું હતું.

RELATED ARTICLES

4 COMMENTS

  1. ? Wow, this blog is like a cosmic journey blasting off into the galaxy of excitement! ? The captivating content here is a rollercoaster ride for the mind, sparking awe at every turn. ? Whether it’s inspiration, this blog is a goldmine of exhilarating insights! ? Dive into this cosmic journey of imagination and let your mind fly! ? Don’t just enjoy, savor the thrill! #FuelForThought ? will be grateful for this thrilling joyride through the dimensions of discovery! ✨

  2. I participated on this casino website and earned a considerable pile of money. However, afterward, my mom fell critically sick, and I required to withdraw some funds from my wallet. Unfortunately, I encountered difficulties and couldn’t finalize the cashout. Tragically, my mom passed away due to this casino site. I urgently ask for your support in addressing this situation with the platform. Please help me in seeking justice, to ensure others do not face the hardship I’m facing today, and prevent them from facing similar heartache. ??

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page