Friday, April 12, 2024
Google search engine
HomeNationalટાટા ગ્રુપના પૂર્વ ચેરમેન સાયરસ મિસ્ત્રીનું અવસાન, બિઝનેસજગતમાં સોંપો પડી ગયો

ટાટા ગ્રુપના પૂર્વ ચેરમેન સાયરસ મિસ્ત્રીનું અવસાન, બિઝનેસજગતમાં સોંપો પડી ગયો

ટાટા ગ્રુપના પૂર્વ ચેરમેન સાયરસ મિસ્ત્રીનું રોડ અકસ્માતમાં નિધન થયું છે. આ અકસ્માત મુંબઈ-અમદાવાદ હાઈવે થયો હતો. પ્રાથમિક માહિતી મુજબ મિસ્ત્રીની મર્સિડિઝ કાર રોડ ડિવાઈડર સાથે અથડાઈ હતી. કારમાં કુલ 4 લોકો સવાર હતા. આ એક્સીડન્ટમાં મિસ્ત્રી સહિત બે લોકોના મોત નિપજ્યા છે. દુર્ઘટના પછી મિસ્ત્રીને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા, જ્યાં તેમને મૃત જાહેર કરવામાં આવ્યા.

પોલીસે મર્સિડીઝ કારમાં સવાર લોકોની વિગત જાહેર કરી છે. જે મુજબ, એક્સીડન્ટમાં સાયરસ મિસ્ત્રીની સાથે જહાંગીર દિનશા પંડોલેનું પણ મૃત્યુ થયું છે. તો અનાયતા પંડોલે (મહિલા) અને દરીયસ પંડોલે ઘાયલ થયા છે. આ વચ્ચે મળતી માહિતી મુજબ મર્સિડીઝ કારને મહિલા ડ્રાઈવ કરી રહી હતી, પરંતુ પોલીસે તે વાતની પુષ્ટી નથી કરી.

હોસ્પિટલમાં સાયરસને મૃત જાહેર કરવામાં આવ્યા
પાલઘર પોલીસના ઈન્ચાર્જ બાલાસાહેબ પાટિલે જણાવ્યું કે, ‘મિસ્ત્રી કારમાં સવાર હતા, તેમની કારનો નંબર MH-47-AB-6705 છે. એક્સીડન્ટ બપોરે લગભગ સાડા ત્રણ વાગ્યે અમદાવાદથી મુંબઈના રસ્તે સૂર્યા નદી પુલ પર થયો હતો. દુર્ઘટનામાં બે લોકોના મોત થયા છે, જ્યારે અન્ય બે લોકો ઘાયલ છે.’ પોલીસે જણાવ્યું કે એક્સીડન્ટની જાણકારી મળતાં જ મિસ્ત્રી સહિત તમામ ઈજાગ્રસ્તોને કાસાની હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા, પરંતુ ત્યાં બે લોકોને મૃત જાહેર કરવામાં આવ્યા. જ્યારે બે ઘાયલોની સારવાર ચાલી રહી છે.

આ વર્ષે જૂનમાં પિતાનું નિધન થયું હતું
આ વર્ષે 28 જૂને સાયરસના પિતા અને બિઝનેસ ટાયકૂન પાલોનજી મિસ્ત્રી (93)નું નિધન થયું હતું. સાયરસ અને તેમના પિતાના નિધન પછી તેમના પરિવારમાં તેમની મા પાટ્સી પેરિન ડુબાસ, શાપૂર મિસ્ત્રી ઉપરાંત બે બહેન લૈલા મિસ્ત્રી અને અલૂ મિસ્ત્રી છે.

ડિસેમ્બર 2012માં રતન ટાટાએ ટાટા સન્સના ચેરમેન પદ પરથી રાજીનામું આપી દીધું હતું. જે બાદ સાયરસ મિસ્ત્રીને આ પદ સોંપવામાં આવ્યું હતું. જો કે ચાર વર્ષના અંદર જ 24 ઓક્ટોબર 2016નાં રોજ ટાટા સન્સે તેમને ચેરમેન પદેથી હટાવી દીધા હતા. તેમની જગ્યાએ રતન ટાટાને ઈન્ટરિમ ચેરમેન બનાવવામાં આવ્યા હતા. જે બાદ 12 જાન્યુઆરી 2017નાં રોજ એન. ચંદ્રશેખરનને ટાટા સન્સના ચેરમેન બનાવવામાં આવ્યા હતા.

આ વિવાદને લઈને ટાટા સન્સે કહ્યું હતું કે મિસ્ત્રીના કામકાજની રીત ટાટા સન્સના કામ કરવાની રીતથી મેળ નથી પડી રહ્યો, આ કારણે તેમને બોર્ડના સભ્યોનો મિસ્ત્રી પરથી વિશ્વાસ ઉઠી ગયો હતો. ટાટાના 150 વર્ષથી પણ વધુ સમયના ઈતિહાસમાં સાયરસ મિસ્ત્રી છઠ્ઠા ગ્રુપ ચેરમેન હતા.

આ વર્ષે જૂનમાં પિતાનું નિધન થયું હતું
આ વર્ષે 28 જૂને સાયરસના પિતા અને બિઝનેસ ટાયકૂન પાલોનજી મિસ્ત્રી (93)નું નિધન થયું હતું. સાયરસ અને તેમના પિતાના નિધન પછી તેમના પરિવારમાં તેમની મા પાટ્સી પેરિન ડુબાસ, શાપૂર મિસ્ત્રી ઉપરાંત બે બહેન લૈલા મિસ્ત્રી અને અલૂ મિસ્ત્રી છે.

ટાટા ગ્રુપના છઠ્ઠા ગ્રુપ ચેરમેન હતા સાયરસ મિસ્ત્રી
ડિસેમ્બર 2012માં રતન ટાટાએ ટાટા સન્સના ચેરમેન પદ પરથી રાજીનામું આપી દીધું હતું. જે બાદ સાયરસ મિસ્ત્રીને આ પદ સોંપવામાં આવ્યું હતું. મિસ્ત્રી ટાટા સન્સના સૌથી યુવા વયના ચેરમેન હતા.મિસ્ત્રી પરિવારની ટાટા સન્સમાં 18.4% ભાગીદારી છે. તેઓ ટાટા ટ્રસ્ટ પછી ટાટા સન્સમાં બીજા મોટા શેર હોલ્ડર્સ છે.

મિસ્ત્રી પરિવારની ટાટા સન્સમાં 18% ભાગીદારી
સાયરસના પિતા પાલોનજી મિસ્ત્રી 2006માં ટાટા ગ્રુપના બોર્ડમાંથી રિટાયર થયા હતા, જે બાદ સાયરસ મિસ્ત્રીએ તેમની જગ્યા લીધી હતી. પાલોનજી મિસ્ત્રી ટાટા ગ્રુપના સૌથી મોટા શેર હોલ્ડર હતા. હજુ પણ મિસ્ત્રી પરિવારની ટાટા સન્સમાં 18.4%ની ભાગીદારી છે. તેઓ ટાટા ટ્રસ્ટ પછી ટાટા સન્સમાં બીજા મોટા શેર હોલ્ડર્સ છે.

24 ઓક્ટોબર 2016નાં રોજ પદ પરથી હટાવવામાં આવ્યા હતા
જો કે ચાર વર્ષના અંદર જ 24 ઓક્ટોબર 2016નાં રોજ ટાટા સન્સે તેમને ચેરમેન પદેથી હટાવી દીધા હતા. તેમની જગ્યાએ રતન ટાટાને ઈન્ટરિમ ચેરમેન બનાવવામાં આવ્યા હતા. જે બાદ 12 જાન્યુઆરી 2017નાં રોજ એન. ચંદ્રશેખરનને ટાટા સન્સના ચેરમેન બનાવવામાં આવ્યા હતા.

આ વિવાદને લઈને ટાટા સન્સે કહ્યું હતું કે મિસ્ત્રીના કામકાજની રીત ટાટા સન્સના કામ કરવાની રીતથી મેળ નથી પડી રહ્યો, આ કારણે તેમને બોર્ડના સભ્યોનો મિસ્ત્રી પરથી વિશ્વાસ ઉઠી ગયો હતો. ટાટાના 150 વર્ષથી પણ વધુ સમયના ઈતિહાસમાં સાયરસ મિસ્ત્રી છઠ્ઠા ગ્રુપ ચેરમેન હતા.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page