Monday, April 15, 2024
Google search engine
HomeFeature Right35 વર્ષ બાદ પરિવારમાં જન્મેલી દીકરીને બેન્ડવાજા સાથે હેલિકોપ્ટરમાં ઘરે લાવશે દાદા,...

35 વર્ષ બાદ પરિવારમાં જન્મેલી દીકરીને બેન્ડવાજા સાથે હેલિકોપ્ટરમાં ઘરે લાવશે દાદા, જુઓ તસવીરો

દીકરીને બોજ ગણતા લોકોને તમાચો મારતો કિસ્સો સામે આવ્યો છે. દીકરીઓ કેટલી અણમોલ હોય છે અને તેના જન્મની ખુશી શું હોય છે એ જાણવા માટે આ કિસ્સો જાણવો જરૂરી છે. 35 વર્ષ બાદ ઘરમાં દીકરીનો જન્મ થતાં ખેડૂત પરિવાર જે કર્યું તે જાણીને નવાઈ લાગશે.

રાજસ્થાનના નાગોર જિલ્લાના ગામમાં 35 વર્ષ બાદ દીકરીના જન્મને વધાવવા એક ખેડૂત પરિવાર અનોખી ઉજવણી કરી રહ્યો છે. પૌત્રીનો જન્મ તેના નાનાના ઘરે થયો હતો. હવે દીકરીના દાદા પૌત્રીને નાનાના ઘરેથી હેલિકોપ્ટરમાં લાવશે. ખેડૂત પરિવાર પાક વેચીને આવેલા રૂપિયામાંથી હેલિકોપ્ટરનો ખર્ચ ઉઠાવશે.

નાગોર જિલ્લાના નિમ્બડી ચાંદાવતા ગામે રહેતા મદનલાલ પ્રજાપતના દિકરા હનુમાન પ્રજાવતની પત્ની ચુકાદેવીએ ત્રણ માર્ચે દીકરીને જન્મ આપ્યો હતો. તેનું નામ રિયા ઉર્ફે સિદ્ધ રાખવામાં આવ્યું હતું. રિયા અત્યારે તેના નાનાના ગામ હરસોલાવ છે. રિયા હવે હેલિકોપ્ટરમાં દાદાના ઘરે આવશે. બંને ગામ વચ્ચે 35 કિલોમિટરનું અંતર છે.

હેલિકોપ્ટરમાંથી ઉતર્યા બાદ બેન્ડબાજા સાથે દીકરીને ઘર સુધી લઈ જવામાં આવશે. હેલિપેડથી ઘર સુધી રસ્તામાં ફુલો બિછાવવામાં આવ્યા છે. પરિવાર આ પ્રસંગ પર મોટો ભોજન સમારંભ પણ રાખ્યો છે. જેમાં મોટી સંખ્યામાં લોકોને જમાડવામામ આવશે.

આ માટે ખાનગી કંપનીનું હેલિકોપ્ટર બૂક કરવામાં આવ્યું છે. જેનો કુલ ખર્ચ રૂપિયા 4.50 લાખ રૂપિયા આવશે. બંને ગામ વચ્ચે 35 મિટરનું અંતર છે. આ બધી કાર્યવાહીમાં 20 મિનિટનો સમય લાગશે.

હનુમાન રામ પ્રજાવતના કહેવા અનુસાર તેમની પાસે 80 વિઘા જમીન છે. આખો પરિવાર ખેતી પર નિર્ભર છે. પાંચ દિવસ પહેલા જ મદનલાલ પ્રજાવતે મેથી, જીરું અને સરસોનો પાક વેચીને 4.50 લાખ રૂપિયા એકઠા કર્યા હતા. આ રૂપિયાથી તેમણે હેલિકોપ્ટર બૂક કરાવ્યું છે.

રિયાના નાના ગામ અને દાદાના ગામ બંને જગ્યાએ બધી તૈયારીઓ કરી લેવામાં આવી છે. નિષ્ણાતની સલાહ બાદ જાતે જ 50 ચોરસ મિટર એરિયામાં હેલિપેડ પોતાના ખેતરમાં બનાવી નાખ્યું છે. આ અંગે કલેક્ટર સહિતની જરૂરી મંજૂરી પણ લઈ લેવામા આવી છે. બંને ગામમાં આ પહેલો પ્રસંગ છે, જ્યારે કોઈ નવજાતને લેવા માટે હેલિકોપ્ટર આવશે.

મદનલાલ પ્રજાવતે મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે સમાજમાં કન્યાના જન્મને ઉતરતી દ્રષ્ટિથી જોવામાં આવે છે, પણ તેના પરિવારનો પહેલાથી જ દ્રષ્ટિકોણ અલગ છે. તેમણે જણાવ્યું હતું કે સમાજને અનુકરણીય ઉદાહરણ દેખાડવા માટે કન્યા જન્મને ઉત્સવ તરીકે મનાવવાનો નિર્ણય કર્યો છે. એટલા માટે જ તેણે પૌત્રી રિયાને હેલિકોપ્ટરથી બેન્ડબાજા સાથે તેના નાના ઘરેથી લાવવામાં આવશે.

RELATED ARTICLES

2 COMMENTS

  1. ? Wow, this blog is like a cosmic journey launching into the universe of wonder! ? The thrilling content here is a rollercoaster ride for the mind, sparking awe at every turn. ? Whether it’s inspiration, this blog is a treasure trove of exhilarating insights! #AdventureAwaits ? into this thrilling experience of discovery and let your thoughts roam! ? Don’t just read, immerse yourself in the thrill! #BeyondTheOrdinary ? will thank you for this exciting journey through the worlds of endless wonder! ?

  2. Hi! І know this is kindd of off topic but I wwas wondering which blog platf᧐r are you using
    for this site? I’m getting sick and tirеԀ of Wordprеss ƅeсause Ӏ’ve had
    issues with hackеrs and I’m lookoing at options ffor another platform.
    I would be awesߋme if you could poіnt me іn the direction of a good
    platform.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page