Wednesday, April 10, 2024
Google search engine
HomeGujaratમાત્ર 10 ધોરણ પાસ માયાભાઈ એક સમયે ચલાવતા હતા ટ્રેક્ટર, આજે લે...

માત્ર 10 ધોરણ પાસ માયાભાઈ એક સમયે ચલાવતા હતા ટ્રેક્ટર, આજે લે છે લાખોની રૂપિયા ફી

અમદાવાદ: ગુજરાતી લોકસાહિત્યમાં બહુ એવા ઓછા હાસ્ય કલાકાર છે જેને લોકહૃદયમાં સ્થાન મળ્યું છે. આમાં સૌથી ટોચમાંના એક કલાકાર એટલે માયાભાઈ આહીર. કાઠિયાવાડી લહેંકા સાથે આગવી છટાથી શ્રોતાઓને પેટ ભરીને હસાવતા માયાભાઈ આજે લોકસાહિત્યમાં મોટું નામ છે. ડાયારામાં માયાભાઈ હોય એટલે સમજવું કે પોગ્રામ હીટ જ હોય. માયભાઈની આ સફળતા પાછળ તેમનો સંઘર્ષ, કોઠાસૂઝ અને ધગશ છૂપાયેલી છે. તો આવો એક નજર કરીએ લોકોને ખૂબ હસાવતા માયાભાઈ આહીરની સેક્સેસ સ્ટોરી પર…

તળાજાના કુંડવી ગામે જન્મ
જીભેથી અવિરત વહેતી સરસ્વતીના ઉપાસક માયાભાઇ આહીરનો જન્મ 1972માં તાળાજા તાલુકના બોરડા ગામ પાસે આહીરોના નેસ કુંડવી ખાતે થયો હતો. તેમના પિતા વીરાભાઈને લોકો ભગત તરીકે ઓળખતા હતા. વીરાભાઈને ધાર્મિક પુસ્તકો વાંચવાનો અને ધાર્મિક કાર્યક્રમો જોવાનો ખૂબ શોખ હતો. જેના કારણે માયાભાઈને પણ ધાર્મિક પુસ્તકોમાં રસ જાગ્યો હતો. ગામમાં રામકથા કે ભાગવતનો કોઈ કાર્યક્રમ હોઈ માયાભાઈ ખુબ જ રસ લેતા હતા.

કાંટાવાળા રસ્તા પર ચાલીને સ્કૂલે જતા
માયાભાઈએ 1થી 4 સુધીનું શિક્ષણ કુંડવીમાં જ લીધું હતું. માયભાઈ કુંડવી ગામમા વાડીમાં રહેતા હતા, જ્યાંથી સ્કૂલ દોઢ કિલોમિટર દૂર હતી અને ત્યાં જવાનો રસ્તો કાંટાવાળો અને ખૂબ ખરાબ હતો. આમ છતાં માયાભાઈ ચાલીને સ્કૂલે જતા હતા. બાદમાં ધોરણ 5-9 સુધીનું શિક્ષણ બાજુમાં આવેલા બોરડા ગામમાં લીધું હતું. બાદમાં ધોરણ10 સુધીનો અભ્યાસ ભાવનગરની આલ્ફ્રેડ હાઈસ્કૂલમાં પૂરો કર્યો હતો.

અભ્યાસ સાથે ગાયો ચરાવતા
માયાભાઈ જ્યારે સ્કૂલમાં ભણતા ત્યારે તેઓ ગાયો ચરાવતા અને ખેતીકામમાં પણ મદદ કરતાં હતા. આ દરમિયાન તેઓ ગાયો અને વગડા સાથે ગાતા-ગાતા પોતાની કાલાને ધારદાર બનાવતા હતા. માયાભાઈએ ચાર દિવાલો વચ્ચેના શિક્ષણને વધારે ખીલવવા માટે સાહિત્યની દુનિયામાં પોતાના સંસ્કારોના પાઠ ભણાવવાના શરૂ કર્યા હતા.

ધોરણ-4માં પહેલું ભજન ગાયું
માયાભાઈને આમ તો લોકસાહિત્ય વારસામાં મળ્યું છે. ઘરમાં લોકસાહિત્યનો માહોલ રહેતો હતો, જેની અસર માયાભાઈ પર થઈ હતી. માયાભાઈએ ધોરણ-4માં 9 વર્ષની ઉંમરમાં એક કાર્યક્રમમાં ‘જૂનું તો થયું રે દેવળ મારું’ ભજન જાહેરમાં ગાયું હતું. જે બધાને ખૂબ પસંદ આવ્યુ હતું.

ટ્રેક્ટર ચલાવ્યું
માયાભાઈએ 1990થી 1997 સુધી ટ્રક્ટર ચલાવતા હતા. તેમની પાસે પેસેન્જર વાહન અને લોડિંગ વાહન પણ હતા. ઘરની સ્થિતિ પ્રમાણમાં સારી હતી. વાહનના ધંધામાં માયાભાઈની એવી તો શાખ હતી કે લોકો બહારગામ જવા તેમનું વાહન જ પસંદ કરતાં હતા. એટલું જ નહીં લોકો પોતાની જાનની તારીખ પણ માયાભાઈના વાહનની હાજરી મુજબ લેતા હતા.

લોકસાહિત્યના કાર્યક્રમની જવાબદારી સંભાળતા
માયાભાઈની સૂઝબૂઝના કારણે અને બધા કલાકારો સાથે ધરોબો હોવાના કારણે આજુબાજુના ગામમાં લોકસાહિત્ય કાર્યક્રમના સ્ટેજની તમામ જવાબદારી માયાભાઈને સોંપી દેવામાં આવતી હતી. કાર્યક્રમો દરમિયાન લોકો અને કલાકારો પણ માયાભાઈને સ્ટેજ પર બોલાવી પર્ફોર્મ કરવાનું કહેતા હતા. જે લોકોને ખૂબ પસંદ આવવા લાગ્યું હતું.

ટર્નિંગ પોઈન્ટ
માયાભાઈ પોતાના જીવનમાં બે બાબતોને ટર્નિંગ પોઈન્ટ ગણાવે છે. એક બગદાણામાં બજરંગદાસબાપુના મંદિરે થતાં લોકસાહિત્યના કાર્યક્રમમાં સંભાળવા મળતી જવાબાદારીથી તેમને ઘણું શીખવા મળ્યું હતું. બીજો ટર્નિંગ પોઈન્ટ તલગાજરડામાં મોરારીબાપુની 600મી રામકથામાં થયો હતો. અહીં 19 કલાકારોની હાજરીમાં માયાભાઈનું પર્ફોર્મ જોઈને બધા ચકિત થઈ ગયા હતા. એટલું જ નહીં તેમને માત્ર પાંચ મિનિટ ફાળવવામાં આવી હતી છતાં તેમને 45 મિનિટ સુધી પર્ફોમ કરીને દીલ જીતી લીધા હતા. અહીંથી તેમના આત્મવિશ્વાસમાં વધારો થયો હતો.

અત્યાર સુધીમાં કર્યા છે 7000 હજારથી વધુ કાર્યક્રમો
બાદમાં માયાભાઈનો એવો તો જાદુ ચાલ્યો કે તેમણે સપાટો બોલાવી દીધો હતો. તેમણે ગીત ગાવા ઉપરાંત હાસ્ય પર હાથ અજમાવવાનું શરૂ કર્યું. માયાભાઈના જોક્સ લોકોને પેટ ભરાવીને હસાવા લાગ્યા. ધીમે-ધીમે માયાભાઈને એવી તો સફળતા મળી કે લોકો એવું માનવા લાગ્યા કે માયાભાઈ વગર ડાયારાનો કાર્યક્રમ અધૂરો ગણાય. તેમણે દેશ-વિદેશમાં મળી અત્યાર સુધીમાં 7 હજારથી વધુ કાર્યક્રમો કર્યા છે.

સંતાનમાં બે દીકરા અને એક દીકરી
માયાભાઈ આહીરને સંતાનમાં પત્ની અજાયબાઇ તથા બે દીકરા અને એક દીકરી છે. મોટાપુત્રે ગયા વર્ષે લગ્ન કર્યા હતા. જે મહુવામાં રામકૃષ્ણ સ્કૂલ ચલાવે છે. જ્યારે નાનો પુત્ર હજી ભણે છે. દીકરીએ બીએસસીનો અભ્યાસ કર્યો છે.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page