Monday, April 15, 2024
Google search engine
HomeFeature Right51 વર્ષીય મહિલાએ 13 વર્ષ નાના ભાઈ સાથે કર્યાં લગ્ન, 10 વર્ષ...

51 વર્ષીય મહિલાએ 13 વર્ષ નાના ભાઈ સાથે કર્યાં લગ્ન, 10 વર્ષ સુધી પરિવારથી છુપાવ્યા સંબંધો

ફ્લોરિડાઃ એક મહિલાએ પોતાના ભાઈ સાથે જ લગ્ન કર્યાં હતાં અને હવે તેણે પોતાના આ સંબંધોને લઈ ખુલ્લીને વાત કરવાનો નિર્ણય લીધો છે. 51 વર્ષીય અમેરિકન મહિલા ડેબ્બીએ 38 વર્ષના સાવકા ભાઈ જોઈ સાથે 15 વર્ષ સાથે રહ્યાં બાદ લગ્ન કર્યાં હતાં. જોકે, અમેરિકામાં આવા લગ્ન ગેરકાયદેસર છે.

ચાર વર્ષ પહેલાં લગ્ન કર્યાં: ડેબ્બીએ ચાર વર્ષ પહેલાં રજિસ્ટ્રી ઓફિસમાં લગ્ન કર્યાં હતાં. જોકે, તે અનેક કારણોસર પોતાના લગ્ન પરિવારથી છુપાવતી હતી. બંનેના પિતા એક જ છે. પરિણીત ભાઈ-બહેનનો દાવો છે કે તેઓ જેનેટિક સેક્સ્યૂલ એટ્રેક્શન (જીએસએ)ની સ્થિતિનો સામનો કરતા રહ્યાં છે. આ સ્થિતિમાં લોકો પોતાના તરછોડાયેલા સંબંધીઓના પ્રેમમાં પડી જાય છે.

2003માં પહેલીવાર મુલાકાતઃ
ડેબ્બી તથા જોઈની પહેલી મુલાકાત 2003માં થઈ હતી. બંનેએ કહ્યું હતું કે તેમને પહેલી નજરમાં પ્રેમ થયો હતો અને બીજી મુલાકાતમાં બંને વચ્ચે રિલેશન બંધાયા હતાં. બે અઠવાડિયા બાદ બંને સાથે રહેવા લાગ્યા હતાં. આ બંનેએ 10 વર્ષ સુધી પોતાના સંબંધો છુપાવીને રાખ્યા હતાં.

અધિકારીઓને ના પડી ખબરઃ
ડેબ્બીએ કહ્યું હતું કે અધિકારીઓના પણ આ બાબત ધ્યાનમાં આવી નહોતી. કારણ કે બંનેની સરનેમ અલગ છે. ડેબ્બી આર્ટિસ્ટ છે. તેણે હવે જીએસએ અંગે જાગૃત્તા માટે પોતાના સંબંધો અંગે જાહેરમાં બોલવાની શરૂઆત કરી હતી. તેણે કહ્યું હતું કે તે પોતાના સંબંધો પર સહેજ પણ શરમ અનુભવતી નથી. તેને ખ્યાલ છે કે તેની અંદર તથા તેના પતિમાં એક જ લોહી છે. જોકે, તેઓ બંને અલગ-અલગ મોટા થયા અને તેથી જ અન્ય ભાઈ-બહેન કરતાં બિલકુલ અલગ છે.

ત્રણ વર્ષની ઉંમરમાં દત્તક લીધી:
ડેબ્બીએ કહ્યું હતું કે જ્યારે તે ત્રણ વર્ષની હતી ત્યારે તેને દત્તક લેવામાં આવી હતી. 35ની ઉંમરમાં ડેબ્બીએ પ્રાઈવેટ ઈન્ટેલિજન્સ કંપનીને બાયોલોજિકલ પેરેન્ટ્સ શોધવા માટે પોણા બે લાખ રૂપિયા આપ્યા હતાં. પરિવાર સાથે મળતા જ તેના પિતાએ સાવકા ભાઈ અંગે વાત કરી હતી. જોઈ પણ આર્ટિસ્ટ છે. બંનેની મુલાકાત ડિનર પર થઈ હતી અને બંનેને એકબીજા માટે સ્પેશ્યિલ ફિલિંગ થઈ હતી.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page