Tuesday, April 23, 2024
Google search engine
HomeNationalબદનામ ગલીમાં રહેતી સેક્સવર્કરે કહ્યું કે ગ્રાહકના બાળકને પણ હું કેમ જન્મ...

બદનામ ગલીમાં રહેતી સેક્સવર્કરે કહ્યું કે ગ્રાહકના બાળકને પણ હું કેમ જન્મ આપું?

દિલ્હીનો જીબી રોડ એક એવો બદનામ વિસ્તાર છે, જેનું નામ ભાગ્યે જ કોઈને ખ્યાલ નહીં હોય. અહીંની વાત કરવામાં પણ લોકોને શરમ આવે છે. અંગ્રેજોના સમયમાં અહીંયા નાચ-ગાન થતાં અને ત્યારથી જ આ ઐય્યાશીનો અડ્ડો માનવામાં આવે છે. દિલ્હીનો આ સૌથી ચર્ચિત રેડ લાઇટ એરિયા છે. ગારસ્ટિન બાસ્ટિન રોડ એટલે કે જીબી રોડનું નામ 1965માં બદલીને સ્વામી શ્રદ્ધાનંદ માર્ગ કરવામાં આવ્યું હતું, પરંતુ આ વિસ્તારની ના ઓળખ સુધરી અને ના પરિસ્થિતિ.

વરસાદ હોય કે ઠંડી કે પછી ગરમી..બપોરના 12 વાગ્યા હોય કે પછી રાતના. આ રોડ પરથી પસાર થતાં સમયે તમે બહુમાળી બિલ્ડિંગની બારીની બહાર જોતાં ચહેરા અચૂક જોવા મળશે. એક જ બારીમાં ઘણી યુવતીઓના ચહેરા જોવા મળશે, નકલી મેકઅપ ને હાસ્ય સાથે. અસલી માત્ર તેમની મજબૂરી છે. આ મજબૂરીને નકલી હાસ્યમાં છુપાવવાનો ભરપૂર પ્રયાસ કરે છે.

આ તમામ યુવતીઓ સેક્સ વર્કર છે. સમાજ તથા સિસ્ટમે તેમને અહીંયા લાવીને બેસાડી દીધા છે. અહીંયા રોત અપમાન, હેરાનગતિ, શોષણ, બદનામી જ છે. આ મહિલાઓને પણ હવે સમાજ ને સિસ્ટમ સામે કોઈ વિશ્વાસ નથી. તે પોતાના દમ પર પોતાનું નસીબ બદલવાનો પ્રયાસ કરે છે. મોટાભાગની યુવતીઓ પૈસા ભેગા થાય એટલે સન્માનજનક કામ શોધે છે. જોકે, અનેક યુવતીઓ આ જ રીતે જીવવા મજબૂર છે.

અહીંયા દરેક ઉંમરની મહિલાઓ છે. નાની ઉંમરની યુવતીઓ રોજના 15-20 હજાર રૂપિયા કમાઈ લે છે, પરંતુ ઉંમર વધતા જ લોકો ઉપેક્ષા કરવા લાગે છે. મોટી ઉંમરની મહિલાની અહીંયા કમાણી ઘણી જ ઓછી હોય છે. 40 ટકા મહિલાઓ 45 વર્ષથી ઉપરની છે. આ વિસ્તારમાં બે રૂમમાં 50-55થી વધુ ઉંમરની મહિલા રહે છે. આ વિસ્તારમાં કેટલીક યુવતીઓ જાતે જમવાનું બનાવે છે. તો કેટલાંકને ભોજન આપવામાં આવે છે. આ ઉપરાંત કેટલાંક રૂમમાં સવારના 10થી રાતના 10 સુધી તો કેટલાંક રૂમમાં માત્ર રાતના જ યુવતીઓ આવે છે.

જીબી રોડ એક સમયે અહીંયા ચાલતા મુજરાને કારણે ઓળખાતો હતો. અહીંયા બે રૂમ ડાન્સ માટે છે. અહીંયા મુજરો થાય છે. હવે જૂના જમાનાના મુજરાની બદલે ફિલ્મ ડીજે પર ગીતો ને ડાન્સ થાય છએ.

લાહોરી ગેટની પાસે સર શોભા બિલ્ડિંગ પોલી ક્લિનિક પર આઇએમડીટી તથા શક્તિવાહિની કરીને બે સ્વૈચ્છિક સંસ્થા છે. તેઓ મહિલાઓને કોન્ડોમ આપે છે. આઇએમડીટી સંસ્થાના ડોક્ટર નગ્મા કમલ છેલ્લાં 12 વર્ષથી આ વિસ્તારમાં કામ કરે છે. તેમણે કહ્યું હતું કે બેથી ત્રણ હજાર યુવતીઓને સ્વાસ્થ્ય સુવિધા આપવામાં આવી હતી. અહીંયા ટોટલ કેટલી યુવતીઓ છે તે ખ્યાલ નથી, કારણ કે કેટલીક સવારે આવે છે તો કેટલીક રાતના.

તો દિલ્હીની સચ્ચી સહેલી સંસ્થા આ વિસ્તારમાં મહિલાઓને સર્વાઇકલ કેન્સરની વેક્સિન આપે છે. આ રોગ મલ્ટી સેક્સ્યુઅલ મહિલાઓમાં વધુ જોવા મળે છે. જોકે, વેક્સિન મોંઘી હોવાથી મહિલાઓ પૈસા ખર્ચી શકે તેમ નથી. આથી જ સંસ્થાના હેડ સુરભિ અનેક મહિલાઓને મફતમાં લગાવી આપે છે.

35-36 વર્ષની મહિલા કમલા (નામ બદલેલ છે) પોતાની રૂમની બીજી મહિલા સરિતા (નામ બદલેલ છે) સાથે આવી હતી. સારિકાએ કહ્યું હતું કે કમલાને પાંચ વર્ષનો દીકરો છે. આ દીકરો કમલાના એક ગ્રાહકનો છે. સારિકાએ કહ્યું હતું કે તેને કોઈ બાળક નથી. તે કેમ કસ્ટમરના બાળકને જન્મ આપે. આ ઉપરાંત બાળકને ગમે તેવું વાતાવરણ પણ હોવું જોઈએ.

બાળક નાનું હોય ત્યાં સુધી માતા સાથે રહે છે, પરંતુ તે બાળકને હોસ્ટેલમાં મૂકી દેવામાં આવે છે. અનેક મહિલાઓ દિલ્હીથી દૂર આવેલી હોસ્ટેલમાં ભણાવે છે. અનેક બાળકોએ ભણી-ગણીને માતાને આ દોજખમાંથી સન્માનભરી જિંદગી અપાવી છે. એક યુવક ડૉક્ટર બન્યો અને માતાને સાથે લઈ ગયો. તો બે દીકરીઓએ પણ આમ જ કર્યું હતું. નોકરી મળતા જ માતાને લઈ ગઈ હતી.

જીબી રોડીમાં બેડિયા સમાજની એક આધેડ મહિલા સ્વૈચ્છિક સંસ્થામાં જોડાઈ હતી. તેણે કહ્યું હતું કે મુજરો કરવો તે તેમને વારસામાં મળ્યું છે. જોકે, તે અહીંયાની વહુ હતી તેથી તેણે ક્યારેય આ રીતનું કામ કર્યું નથી. તેનો સમાજ ક્યારેત પોતાની વહુને આ ધંધો કરાવતો નથી.

તેણે આગળ જણાવ્યું હતું કે એક સમયે અહીંયાના મુજરા આખી દુનિયામાં લોકપ્રિય હતા. આ વિસ્તારમાં રાત્રે કારની લાંબી લાઇન લાગતી હતી. નૃત્યમાં પારંગત મહિલાઓને લોકપ્રિયતા દૂર દૂર સુધી હતી. હવે એવું નથી કે આ કળા લુપ્ત થઈ ગઈ હોય. અત્યારે પણ અહીંયાની ઘણી મહિલાઓ દુબઈ સુધી પર્ફોર્મન્સ આપી આવી છે. અહીંયા કાચ કે તલવારની ધાર પર કરવામાં આવતો મુજરો લોકપ્રિય છે.

અન્ય એક મહિલાએ કહ્યું હતું કે તેણે 20 વર્ષ સુધઈ કામ કર્યું હતું, પરંતુ હવે તે આ ધંધામાંથી બહાર નીકળી ગઈ છે. હવે તે દિલ્હી એનસીઆરમાં પોતાની નાની રેસ્ટોરાં ચલાવે છે. તેણે લગ્ન નહોતા કર્યા, પરંતુ દીકરો થયો તો તેને આ કામ પસંદ નહોતું. દીકરાને સારું જીવન મળે તે માટે તે અહીંથી નીકળી ગઈ હતી. તેણે નાનપણમાં ડાન્સ ને મુજરો શીખ્યો હતો. જોકે, હવે તેને આ બધું ગમતું નથી.

ડૉ.સુરભિએ કહ્યું હતું કે એક મહિલાને પરિસ્થિતિ અહીં સુધી ખેંચી લાવી હતી. જોકે, એક ગ્રાહક તેને પ્રેમ કરવા લાગ્યો હતો. તેણે તે મહિલાનું રેસ્ક્યૂ કરાવ્યું હતું. પછી લગ્ન કર્યા હતા. તેમને બે દીકરા ને એક દીકરી છે. મહિલાએ કહ્યું હતું કે તેનો પતિ દારૂ ઢીંચતો હતો અને પછી તેનું મોત થયું હતું. ગુજરાન ચલાવવા માટે અહીંયા આવવું મજબૂરી હતું. જોકે, તેણે બાળકોને આ ગંદકીથી દૂર રાખ્યા છે અને ભણાવ્યા છે. તેમને ખ્યાલ પણ નથી કે તેમની માતા અહીંયા આવતી હતી. દીકરો સરકારી નોકરીની તૈયારી કરે છે તો બીજો દીકરો આર્મીમાં સિલેક્ટ થઈ ગયો છે. દીકરી ગ્રેજ્યુએશનનો અભ્યાસ કરે છે. હવે તેને બહુ ખરાબ લાગતું નથી, કારણ કે તેણે બાળકો માટે કંઈક તો સારું કર્યું હતું.

ડૉક્ટર સુરભિએ કહ્યું હતું કે તે જ્યારે ઇન્જેક્શન લગાવે ત્યારે વાતચીત કરતી હોય છે. એક મહિલાએ તેને કહ્યું હતું કે એક કસ્ટમર સાથે તેના લગ્ન થયા હતા અને તે મેરઠ આવી ગઈ હતી. અહીંયા નવ વર્ષ સુધી આરામથી રહી, પરંતુ પતિનું દારૂ પીવાને કારણે મોત થયું હતું. પતિના અવસાન બાદ તે પછી અહીંયા આવી ગઈ હતી. દીકરો હોસ્ટેલમાં રહીને ભણે છે.

શક્તિવાહિની સ્વૈચ્છિક સંસ્થામાં કામ કરતી સીમા બિંદલે કહ્યું હતું કે તેઓ ઇન્ડિયન મેડિસિન ડેવલપ્મેન્ટ ટ્રસ્ટની સાથે મળીને મેડિકલ સુવિધા પૂરી પડા છે. સેક્સ્યુઅલી ટ્રાન્સમિટેડ રોગ અંગે અવેરનેસ લાવે છે.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page