Tuesday, March 5, 2024
Google search engine
HomeReligionવૈજ્ઞાનિકો પણ નથી ઉકેલી શક્યા આ મંદિરનું રહસ્ય, અંદર પગ મૂકતા જ...

વૈજ્ઞાનિકો પણ નથી ઉકેલી શક્યા આ મંદિરનું રહસ્ય, અંદર પગ મૂકતા જ લોકોને હોશ નથી રહેતો

આજથી શિવને અતિ પ્રિય પવિત્ર શ્રાવણ મહિનાની શરૂઆત થઈ રહી છે. આ એક મહિના દરમિયાન દરેક શિવ મંદિરમાં અને ખાસ કરીને બારેય જ્યોતિર્લિંગમાં ભક્તોની ભીડ જોવા મળે છે. આ બાર જ્યોતિર્લિંગમાંથી એક પવિત્ર બૈદ્યનાથ શિવલિંગ ઝારખંડના દેવઘરમાં સ્થિત છે. પવિત્ર તીર્થસ્થાન હોવાને લીધે લોકો તેને બૈદ્યનાથ ધામ પણ કહે છે. જ્યાં મંદિર સ્થિત છે તે સ્થાને દેવઘર અર્થાત્ દેવતાઓનું ઘર કહે છે. બાબા બૈધનાથ ધામના અનેક મોટા રહસ્ય છે.

આ રહસ્ય એટલાં ઊંડા છે કે આજ સુધી તેની જાણ થઈ શકી નથી. ભક્તો પોતાના ઘરેથી મંદિર માટે રવાના થતી સમયે મનમાં કોઈ ઇચ્છા કે માનતા લઈને આવે છે. શિવલિંગનો સ્પર્શ કરતાં જ તેઓ પોતાની માનતા ભૂલી જાય છે. મંદિરની અંદર ગુસ્સો અને કોઈપણ વાત વિના ધૂંધવાટ રહે છે. બાબા બૈદ્યનાથ સ્વયં ભક્તોની પરીક્ષા લે છે. જે તેમાં પાસ થઈ જાય છે તેમની મનોકામનાઓ પૂર્ણ થાય છે. ચાલો જાણીએ બાબાના દરબારમાં આ મોટા રહસ્યનું કારણ શું છે.

બાબાનો સ્પર્શ કરીને માનતા માગવાની પ્રથા
દ્વાદશ જ્યોતિર્લિંગમાં બાબા બૈદ્યનાથ જ્યોતિર્લિંગ એવું છે, જ્યાં માતા સતીના હૃદયમાં બાબા બિરાજમાન છે. માતાના હૃદય ઉપર બાબાના બિરાજમાન હોવાથી આ જ્યોતિર્લિંગને હૃદયપીઠ કહેવામાં આવે છે. આ જ્યોતિર્લિંગ મનોકામના લિંગ તરીકે પ્રખ્યાત છે.

રાવણ શિવલિંગ લઇને લંકા જતો હતો અને…
પુરાણોમાં ઉલ્લેખ છે કે માતા સતીનું હૃદય દેવઘરમાં જ પડ્યું હતું, રાવણ જ્યારે શિવલિંગ લઇને લંકા જઈ રહ્યો હતો ત્યારે દેવતાઓની ચાલથી તેને શિવલિંગ તે સ્થાને જ રાખવું પડ્યું જ્યાં માતાનું હૃદય પડ્યું હતું. પછી રાવણે શિવલિંગને ઉપાડવાની ખૂબ જ કોશિશ કરી, પરંતુ તેને ઉપાડી શક્યો નહીં.

રાવણ દેવતાઓની આ યુક્તિથી ખૂબ જ ગુસ્સે થયો અને શિવલિંગને પાતાળમાં પહોંચાડવાના ઉદેશ્ય સાથે હાથના અંગૂઠાથી દબાવી દીધું. આ કારણે શિવલિંગ ઘરતીથી સપાટીથી થોડું અંદર જતું રહ્યું છે. રાવણ પછી દેવતાઓએ પણ શિવલિંગની ઉપાસના કરી, ત્યાર બાદ ભગવાન શિવજીએ વરદાન આપ્યું હતું કે તેમની પૂજા કરનાર લોકોની દરેક મનોકામનાઓ પૂર્ણ થશે. તે પછી બાબા ધામ મનોકામના જ્યોતિર્લિંગથી પ્રખ્યાત થઈ ગયું. માન્યતા છે કે ગર્ભ ગૃહમાં બાબાને સ્પર્શ કરી માનતા માગનાર લોકોની મનોકામનાઓ દરેક પરિસ્થિતિમાં પૂર્ણ થાય છે.

મંદિરમાં ધ્યાન ભટકે તો ભક્તો માનતા ભૂલી જાય છે
પંડા ધર્મરક્ષિણી સભાના ઉપાધ્યક્ષ મનોજ કુમાર મિશ્રા જણાવે છે કે બાબાના દરબારમાં આવીને માગવામાં આવતી દરેક મનોકામનાઓ પૂર્ણ થાય છે. મોડું થઈ શકે છે, પરંતુ માનતા ચોક્કસ પૂર્ણ થાય છે. બાબાના રહસ્યને લઇને મનોજ કુમાર મિશ્રા જણાવે છે કે બાબા લોકોની પરીક્ષા પણ લે છે.પૂજા અર્ચના દરમિયાન મન એકાગ્ર-ચિત્ત રાખનાર લોકો સાથે મોટાભાગે આ મુશ્કેલી આવે છે. તેઓ મંદિરની બહાર બાબા પાસે માનતા માગતા રહે છે, પરંતુ જ્યારે મંદિરની અંદર ગર્ભ ગૃહમાં પહોંચે છે અને બાબાને સ્પર્શ કરી માનતા માગવાનો સમય આવે છે ત્યારે તેઓ મનોકામનાઓ જ ભૂલી જાય છે.

પંડા સમાજ પણ આ રહસ્યને આજ સુધી જાણી શક્યા નથી કે આખરે જે વ્યક્તિ બાબાના દર્શન દરમિયાન સતત મન્નત વિચારતા રહે છે, તે ગર્ભ ગૃહમાં આવીને બાબાને સ્પર્શ કરતાં જ માનતા કેમ ભૂલી જાય છે. પંડા અને દેવઘરના પૂજારીઓના જણાવ્યા પ્રમાણે કે આ બધી જ બાબાની માયા છે. પંડા સમાજના જણાવ્યા પ્રમાણે શ્રદ્ધાળુઓને આ સ્થિતિનો અનુભવ કરે છે, જોકે, દર્શન કરનાર મોટાભાગના લોકો આ બાબત ઉપર ધ્યાન આપી શકતા નથી. પંડા સમાજના જણાવ્યા પ્રમાણે બાબાની પરીક્ષાનો આ એક પાર્ટ પણ છે, એવામાં શ્રદ્ધાળુઓને જણાવવામાં આવે છે કે તેઓ ધ્યાન એકાગ્ર-ચિત્ત કરીને બાબાની ઉપાસના કરવા જાય.

રાવણના કારણે ધૂંધવાટ થાય છે
પંડા સમાજના લોકો બાબાના મંદિર સાથે જોડાયેલાં એક અન્ય રહસ્ય અંગે જણાવે છે. પંડા સમાજના જણાવ્યા પ્રમાણે કે મંદિરમાં મોટાભાગના શ્રદ્ધાળુઓને ધૂંધવાટ કે ગુસ્સો આવી જાય છે. પંડા ધર્મરક્ષિણી સમાજના ઉપાધ્યક્ષ મનોજ કુમાર મિશ્રા જણાવે છે કે વૈદ્યનાથ જ્યોતિર્લિંગ રાવણ દ્વારા સ્થાપિત કરવામાં આવ્યું છે, આ કારણથી તેને રાવણેશ્વર જ્યોતિર્લિંગ પણ કહેવામાં આવે છે. પંડા સમાજના જણાવ્યા પ્રમાણે રાવણ શિવલિંગને સ્થાપિત કર્યા દરમિયાન ગુસ્સે થયો હતો અને ભગવાન શંકર ઉપર ખૂબ જ ગુસ્સો કર્યો હતો. આ કારણે ગર્ભ ગૃહમાં આજે પણ તેની અસર ભક્તો અને શ્રદ્ધાળુઓમાં દેખાય છે. મંદિરમાં ગર્ભ ગૃહમાં પ્રવેશ દરમિયાન ભક્તોને ધૂંધવાટ અને ગુસ્સો અનુભવ થાય છે. પંડા સમાજના લોકો તેની પાછળ રાવણના આક્રોશને જ મોટું કારણ જણાવે છે.

રહસ્યની વચ્ચે બાબાની પરીક્ષા
પંડા ધર્મરક્ષિણી સભાના ઉપાધ્યક્ષ સંજય કુમાર મિશ્રા જણાવે છે કે બાબાની માયા રાવણ પણ જાણી શક્યો નહીં, તો ભક્તોનું શું કહેવું. બાબા દરેક ભક્તોની મનોકામનાઓ પૂર્ણ કરે છે, પરંતુ બાબા પ્રત્યે સાચી ભક્તિ દેખાડવી હોય છે. બાબાને એક કળશ જળ જ આપવામાં આવે છે, પરંતુ તેમાં સંપૂર્ણ રીતે શુદ્ધતા પવિત્રતા અને આસ્થા અને વિશ્વાસ હોવી જોઈએ. બાબા પરીક્ષા લે છે, પરીક્ષામાં પાસ થનાર લોકોની કિસ્મત રાતોરાત બદલાય છે. બાબાના દ્વાર ઉપર માગવામાં આવતી મનોકામનાઓ પૂર્ણ થાય છે કેમ કે બાબાની ઉપાસના સાથે મા એટલે શક્તિની ઉપાસના પણ થાય છે. મનોકામના જ્યોતિર્લિંગથી ભક્તોની બધી મનોકામનાઓ પૂર્ણ થાય છે.

પંડા સંજય મિશ્રાના જણાવ્યા પ્રમાણે બાબાને સ્પર્શ કર્યા દરમિયાન મનોકામના ભૂલી જાય છે અને મંદિરમાં ધૂંધવાટ થવો એક રહસ્ય છે. આ એક પરીક્ષા પણ છે. પંડા સમાજના જણાવ્યા પ્રમાણે બાબાના દરબારમાં દરેક મનોકામનાઓ પૂર્ણ થાય છે, સ્પર્શ કરીને માગવામાં આવતી મનોકામનાઓ તો કિસ્મત બદલે તેવી હોય છે.

બૈદ્યનાથ ધામમાં જ પંચશૂલની પૂજા થાય છે
વિશ્વના બધા શિવમંદિરોના શીર્ષ પર ત્રિશૂળ લગાવેલું જોવા મળતું હોય છે, પરંતુ બૈદ્યનાથ ધામ પરિસરમાં શિવ, પાર્વતી, લક્ષ્મી-નારાયણ અને અન્ય બધા મંદિરોના શીર્ષ પર પંચશૂળ લાગેલા છે. એવું કહેવાય છે કે રાવણ પંચશૂળથી જ લંકાનું રક્ષણ કરતો હતો. અહીં દરવર્ષે મહાશિવરાત્રિથી 2 દિવસ પહેલાં બાબા મંદિર, માતા પાર્વતી અને લક્ષ્મી-નારાયણના મંદિરોથી પંચશૂલ ઊતારવામાં આવે છે. આ દરમિયાન પંચશૂળનો સ્પર્શ કરવા માટેભક્તોની ભીડ લાગે છે. બધા પંચશૂળોની નીચે લાવીને મહાશિવરાત્રિએ એક દિવસ પહેલાં વિશષ કરીને તેની પૂજા કરવામાં આવે છે અને ત્યારબાદ ફરીથી બદા પંચશૂળને પોતાના સ્થાને સ્થાપિત કરવામાં આવે છે.

કેવી રીતે પહોંચવું
ઝારખંડના દેવઘરથી સૌથી નજીકનું રેલ્વે્સ્ટેશન જસીડિહ છે, જે અહીંથી 10 કિમી. દૂર છે. આ સ્ટેશન હાવડા-પટણા દિલ્હી રેલ લાઈ પર જ આવેલું છે. બૈદ્યનાથ ધામથી સૌથી નજીકનું એરપોર્ટ રાંચી, પટના અને કોલકાતા છે. દેવઘર કોલકાતાથી 373 કિ.મી.,ગિરિડીહ થી 112 કિ.મી. અને પટનાથી 281 કિ.મી. છે. ભાંગલપુર, હજારીબાગ, રાંચી, જમશેદપુર અને ગયાથી દેવઘર જવા માટે સીધા અને નિયમિત બસ સેવા ઉપલબ્ધ છે.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments