Wednesday, April 17, 2024
Google search engine
HomeNationalદેરાઠી-જેઠાણીની જોડીએ જીતી લીધા ગામલોકોના દીલ, એક સાથે પાસ કરી સૌથી અઘરી...

દેરાઠી-જેઠાણીની જોડીએ જીતી લીધા ગામલોકોના દીલ, એક સાથે પાસ કરી સૌથી અઘરી UPSC

દેરાણી અને જેઠાણીએ બંનેએ એક સાથે UPSC પરીક્ષા કરી હોય તેવો અનોખો કિસ્સો સામે આવ્યો છે. જેઠાણી શાલિની શ્રીવાસ્તને પ્રિન્સિપાલનું પદ મળ્યું છે, જ્યારે દેરાણી નમિતા શરણને DSPનું પદ મળ્યું છે. હાલ શાલિની વારાણસીના રામનગર સ્થિત રાધાકિશોરી રાજકીય બાલિકા ઇન્ટર કૉલેજમાં સહાયક અધ્યાપિકાના પદ પર છે. દેરાણી અને જેઠાણીની સફળતાથી પરિવાર જ નહીં પણ આખું ગામમાં ઉત્સવનો માહોલ છવાઈ ગયો હતો. આમ તો આ કિસ્સો 2 વર્ષ જૂનો છે પણ હાલ સોશ્યલ મીડિયામાં વાઈરલ થઈ રહ્યો છે.

એક વહુ પ્રિન્સિપાલ બની તો બીજી DSP
ઉત્તર પ્રદેશના બલિયા જિલ્લામાં રહેતાં ડૉક્ટર ઓમ પ્રકાશ સિન્હા સ્વાસ્થ્ય વિભાગમાં ચિકિત્સક પદ પરથી રિટાયર્ડ થયાં છે. ઓમ પ્રકાશના મોટા દીકરા ડૉક્ટર સૌરભ કુમાર ઉદયપુર વિશ્વવિદ્યાલયમાં પ્રોફેસર છે. સૌરભના લગ્ન શાલિની સાથે વર્ષ 2011માં થયા હતાં. તે સમયે શાલિની પ્રાથમિ વિદ્યાલયમાં શિક્ષિકા હતી. લગ્ન પછી પણ તેમણે સ્ટડી ચાલુ રાખી અને સફળતા મેળવી છે. શાલિની વર્તમાનમાં રામનદર જીજીઆઈસીમાં ટીચર છે. પીસીએસ 2018નું રિઝલ્ટ આવ્યું, આ પછી શાલિનીની નિયુક્તિ પ્રિન્સિપાલ પદ પર થઈ ગઈ છે.

ડૉક્ટર સિન્હાએ જણાવ્યું કે, ‘ તેમનો બીજો દીકરો શિશિર ગોરખપુરમાં બેન્કમાં પીઓના પદ પર તહેનાત છે. શિશિરના નમિતા સાથે લગ્ન વર્ષ 2014નાં થયાં હતાં. શિશિરની પત્ની નમિતા શરણ પણ ગોરખપુર બેન્કમાં પીઓ છે. તેની નિયુક્તી પોલીસ ઉપાધીક્ષક તરીકે થઈ છે. વહુઓની આ સફળતાથી ડૉક્ટર સિન્હા ખુબ જ ખુશ છે. તેમણે જણાવ્યું કે, ત્રીજા નંબરનો એક પુત્ર દિલ્હીમાં રહીને સ્પર્ધાત્મક પરિક્ષાની તૈયારી કરી રહ્યો છે.

શાલિનીએ કહ્યુંઃ બાળકીની શિક્ષા પર ફોકસ રહેશે
પ્રિન્સિપાલ બનેલી શાલિનીએ જણાવ્યું કે, તેમને UPSCની પરિક્ષામાં બીજીવારમાં સફળતા હાંસલ કરી છે. તે 10 વર્ષથી આ પ્રોફેશનમાં છે. શાલિનીએ જણાવ્યું કે તેમનું ફોકસ બાળકીઓની શિક્ષા પર રહેશે. છોકરીઓની સારી શિક્ષા માટે પ્રયત્ન કરશે. નવી શિક્ષા નીતિ પર વાત કરતાં શાલિનીએ કહ્યું કે, આવનારા દિવસોમાં તે જરૂર પરિવર્તન લાગશે. તેમણે ટીચર્સના મોનિટરિંગ પર ભાર આપી કહ્યું કે, સમયે-સમયે ટ્રેનિંગ આપવી પડશે. તો, ટીચર્સને પણ પોતાનું દાયિત્વ સમજવું પડશે.

નામિતાએ ત્રીજીવારમાં સફળતા હાંસલ કરી
UPSCની પરિક્ષામાં 18મો નંબર હાંસલ કરીને પોલીસ ઉપાધીક્ષક બનેલી નમિતા શરણ વર્તમાનમાં પતિ સાથે ગોરખપુર રહે છે. નમિતાએ આ સફળતા ત્રીજીવાર હાંસલ કરી છે. વર્ષ 2016માં નમિતાનું બિહાર જિલ્લા પ્રોબેશન અધિરકારી પદ પર નિયુક્તિ થઈ છે. છ મહિના હાજીપુરમાં ટ્રેનિંગ પછી સિવાનમાં નિયુક્તી મળી હતી. આ પછી UPમાં વર્ષ 2017માં જિલ્લા ખાદ્ય વિપણન અધિકારી પદ પર તેમની નિયુક્તિ થઈ ગઈ હતી.

તેમણે જિલ્લા પ્રોબેશન અધિકારીના પદ પરથી રાજીનામુ આપી દીધું છે, પણ અત્યારસુધી 2017ની પરિક્ષાનો નિયુક્તી પત્ર આવ્યો નથી. આ વચ્ચે UPSC 2018માં પોલીસ ઉપાધીક્ષક પદ પર નિયુક્તિ થઈ ગઈ. નામિતાએ જણાવ્યું કે,’તે પોલીસ ઉપાધીક્ષકનું પદ જોઈ કરી મહિલાઓ અને સમાજમાં ફેલાયેલી કુરીતિઓને દૂર કરવાનો પ્રયત્ન કરશે. સાથે જ પોલીસ અને સામાન્ય લોકો વચ્ચે દૂરી છે, તેને ઓછી કરવાનો પ્રયત્ન કરશે.’

RELATED ARTICLES

2 COMMENTS

  1. ? Wow, this blog is like a rocket soaring into the universe of endless possibilities! ? The captivating content here is a thrilling for the mind, sparking awe at every turn. ? Whether it’s inspiration, this blog is a goldmine of inspiring insights! #InfinitePossibilities Dive into this cosmic journey of imagination and let your imagination roam! ✨ Don’t just read, experience the excitement! #BeyondTheOrdinary ? will be grateful for this exciting journey through the dimensions of endless wonder! ?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page