ગુજરાતમાં કોઈ કલાકાર પાસે નથી એવી મોંઘી લક્ઝુરિયર્સ કાર દેવ પગલીએ ખરીદી

ગુજરાતના ફેમસ સિંગર દેવ પગલીએ મોટો ધમાકો કર્યો છે. દેવ પગલીએ ખૂબ જ લક્ઝુરિયર્સ કાર ખરીદી છે. ગુજરાતમાં આજ સુધી કોઈ સિંગર કે સેલેબે આ પ્રકારની કાર ખરીદી નથી.

દેવ પગલીએ ખરીદેલી યલો રંગની કાર ખૂબ જ મસ્ત દેખાય છે. દેવ પગલીએ ડીસી બ્રાન્ડની કાર ખરીદી છે. આ બ્રાન્ડની કાર ગુજરાતમાં લગભગ કોઈ સેલેબ પાસે નથી. ટુ-સીટરની આ કારમાં દેવ પગલીનો વટ પડે છે. ફેમસ ગુજરાતી ડિઝાઈનર દિલીપ છાબરિયાની કંપની ડિસી અવંતી આ પ્રકારની કાર ડિઝાઈન કરે છે.

દેવ પગલીએ પરિવારના સભ્યો સાથે નવી કારના ફોટો પડાવ્યા છે. પરિવારે કારને ચાંદલા કરીને પૂજા કરી હતી. આ તકે પરિવાર ખૂબ ખુશ દેખાતો હતો. નોંધનીય છે કે ‘માટલા ઉપર માટલું’ અને ‘ચાંદ વાલા મુખડા’ ગીતથી રાતોરાત ગુજરાતમાં ઘરે ઘરે જાણીતા બની ગયેલા દેવ પગલી પાસે એક સમયે મરચું અને હળદર લાવવાના પૈસા નહોતાં.

દવે પગલીનું ઍક્ટર અથવા ક્રિકેટર બનવાનું સપનું હતું
દેવ પગલી બનાસકાંઠાના ડીસા તાલુકાના આસેડા ગામના વતની છે. દેવ પગલીનું સાચું નામ દેવ પુરી છે. દેવ પગલી સિંગર બન્યા તે પહેલાં ક્રિકેટર અથવા ઍક્ટર બનવાની ઈચ્છા ધરાવતા હતા.

દેવ પગલી ઘર છોડીને ભાગી ગયા હતા
દેવ પગલી ઘર છોડ્યા બાદ લાંબો સમય સુધી પાછા ફર્યા નહોંતા. આ દરમિયાન તેઓના પિતા પાગલ થઈને મૃત્યુ પામ્યા હતા. આથી દેવ પગલીએ એક વખત પોતાની માતાને કહ્યું હતું કે ‘મારા પિતાનું પુત્ર વિયોગમાં મૃત્યુ થયું છે આથી હવે હું આખી દુનિયાને પાગલ કરીશ.’

ઘર છોડીને ભાગી ગયા
દેવ પગલી હીરો બનવા ઘર છોડીને ભાગી ગયા હતા. મુંબઈમાં પહોંચી અક્ષય કુમાર અને સુનિલ શેટ્ટીને મળવાનો પ્રયાસ કર્યો હતો પણ સફળતા મળી નહોંતી. આથી ક્રિકેટર બનવાની આશા એ મુંબઈથી પાછા ફરી વડોદરા પહોંચ્યા હતા. જયાં નયન મોંગીયા અને ઈરફાન પઠાણના ઘરે મળવા પહોંચી ગયા હતા. ઈરફાન પઠાણના પિતાજી સાથે દેવ પગલીની મુલાકાત શક્ય બની હતી. જોકે ક્રિકેટર અથવા ઍકટર બનવાનું સપનું અધુરુ રહ્યું હતું.

લાખ રૂપિયાનો ઘાઘરો સોંગ ટર્નિંગ પોઈન્ટ
દેવ પગલીએ ગીતકાર તરીકે કામની શરૂઆત કરી હતી. આ દરમિયાન કિંજલ દવેના એક સોંગમાં અભિનય કરવાનો પણ મોકો મળ્યો હતો. દેવ પગલીએ ધીરે ધીરે ગાવાની શરૂઆત કરી અને પછી ગાયક તરીકે સફળતા મેળવી હતી. ‘લાખ રૂપિયાનો ઘાઘરો’ સોંગથી દેવ પગલીની કરિયરમાં ટર્નિંગ પોઈન્ટ આવે છે. આ સોંગ બાદ ક્યારેય પાછું વળીને જોયું નથી. પરિણામે એક જ મહિનાના અંતરમાં ‘માટલા ઉપર માટલું’ અને ‘ચાંદ વાલા મુખડા’ એમ બેક ટુ બેક બે હિટ સોંગ આપીને દેવ પગલીએ આખા દેશને પાગલ કર્યો છે.

ઓકાત ભૂલી ન જવાય તે માટે જૂનું ઘર પાડી નવું બનાવ્યું નથી
દેવ પગલીએ પોતાના ગામમાં આવેલા ઘરને પાકું બનાવ્યું નથી. કેમકે પોતે માને છે કે આ ઘર જોઈને પોતાને પોતાની ઓકાત યાદ રહે છે. સફળતા મળ્યા બાદ પણ જમીન સાથે જોડાયેલા રહેવામાં આ જૂનુ ઘર ઉપયોગી બને છે. ચાંદ વાલા મુખડા સોંગની ભવ્ય સફળતા બાદ દેવ પગલીએ પોતાની ફી રૂ.1 લાખ હતી તે વધારીને 25 થી 30 લાખ કરી દીધી છે. જોકે એક દિવસ એવો પણ હતો કે દેવ પગલીના માતા અને બહેનોએ ખેતરમાં મજૂરી કામ પણ કરવું પડ્યું હતું.

‘ચાંદ વાલા મુખડા’ સોંગની રેકોર્ડ બ્રેક 4.6 M રીલ્સ બની
હિન્દી સોંગ ‘ચાંદ વાલા મુખડા’ હાલમાં આખા દેશમાં ધૂમ મચાવી રહ્યું છે. આ હિન્દી ગીત ગાયું છે આપણા બે ગુજરાતી સિંગર્સ દેવ પગલી અને જિગર ઠાકોરે. આ જોડીએ ઇન્સ્ટાગ્રામ રીલ્સ બાબતે બાદશાહ, અક્ષય કુમાર સહિતના સ્ટાર અને સિંગર્સને પાછળ રાખી દીધા છે. આ સોંગની અત્યાર સુધીમાં રેકોર્ડ બ્રેક 47 લાખથી વધુ રીલ્સ બની ચૂકી છે.

રીલ્સની રેસમાં બાદશાહને પાછળ છોડ્યો
દેવ પગલીએ રીલ્સની રેસમાં સિંગર બાદશાહને પણ પાછળ રાખી દીધા છે. બાદશાહના સોંગ ‘બચપન કા પ્યાર’ની ઇન્સ્ટાગ્રામમાં માત્ર 5 લાખ 85 હજાર જ રીલ્સ બની છે, તો બીજા સોંગ ‘જુગનૂ’ની 5 લાખ 36 હજાર રીલ્સ બની છે. આમ, બાદશાહનાં બન્ને સોંગની રીલ્સનો આંકડો ભેગો કરીએ તોપણ ગુજરાતી સિંગર્સ સામેની રેસમાં ઘણા પાછળ રહી જાય છે.

Similar Posts